Not Set/ CBSE ટોપર મેઘના શ્રીવાસ્તવે પોતાની સફળતાનો આપ્યો મંત્ર, કહ્યું, “મહેનત કરતા રહો આવી જશે આ ગુણ”

નવી દિલ્હી, સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) દ્વારા શનિવારે ધોરણ 12નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. CBSE દ્વારા જાહેર કરાયેલા રિઝલ્ટમાં કુલ ૮૩.૦૧ ટકા વિધાથીઓ પાસ થયા છે. ગત વર્ષે આ પરિણામ ૮૨.૦૨ ટકા હતું. CBSEના ધોરણ ૧૨માં નોઇડાની મેઘના શ્રીવાસ્તવે કુલ ૫૦૦ માંથી ૪૯૯ માર્ક્સ મેળવી દેશભરમાં ટોચનું સ્થાન હાંસલ કર્યું છે. કુલ ૫૦૦ માંથી ૪૯૯ માર્ક મેળવી ટોચનું સ્થાન […]

India
CBSE CBSE ટોપર મેઘના શ્રીવાસ્તવે પોતાની સફળતાનો આપ્યો મંત્ર, કહ્યું, "મહેનત કરતા રહો આવી જશે આ ગુણ"

નવી દિલ્હી,

સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) દ્વારા શનિવારે ધોરણ 12નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. CBSE દ્વારા જાહેર કરાયેલા રિઝલ્ટમાં કુલ ૮૩.૦૧ ટકા વિધાથીઓ પાસ થયા છે. ગત વર્ષે આ પરિણામ ૮૨.૦૨ ટકા હતું. CBSEના ધોરણ ૧૨માં નોઇડાની મેઘના શ્રીવાસ્તવે કુલ ૫૦૦ માંથી ૪૯૯ માર્ક્સ મેળવી દેશભરમાં ટોચનું સ્થાન હાંસલ કર્યું છે.

કુલ ૫૦૦ માંથી ૪૯૯ માર્ક મેળવી ટોચનું સ્થાન હાંસલ કરનારમેઘના શ્રીવાસ્તવે પોતાની સફળતાનો મંત્ર આપતા જણાવ્યું, “મહેનત કરતા રહો આવી જશે આ ગુણ“. પોતાની સફળતા પાછળના સિક્રેટ અંગે જણાવતા મેઘનાએ કહ્યું, “કોઈ સિક્રેટ નથી, તમારે ફફ્ત પુરા વર્ષ દરમિયાન કઠિન પરિશ્રમ કરતા રહેવું જોઈએ.

CBSEના પરીક્ષામાં મળેલી પોતાની સફળતાનો શ્રેય મેઘનાએ પોતાની મહેનતની સાથે સાથે સ્કૂલ અને પોતાના માતા-પિતા દ્વારા મળેલા સપોર્ટને આપ્યો હતો.

સાઇકોલોજીમાં પોતાનો અભ્યાસ કરવા માંગે છે CBSE ટોપર

વધુમાં જણાવતા તેણીએ કહ્યું, “તે આગામી સમયમાં સાઇકોલોજીમાં પોતાનો અભ્યાસ કરવા માંગે છે અને તે યુનિવર્સીટી ઓફ કોલંબિયામાંથી તે પોતાનો આગળનો અભ્યાસ કરવા માંગે છે. આ ઉપરાંત તે કોમ્યુનિટી સર્વિસના ક્ષેત્રમાં પણ કામ કરવા માંગે છે.

એક્ઝામમાં કુલ ૫૦૦ માંથી મેળવ્યા ૪૯૯ ગુણ

મહત્વનું છે કે, CBSEની એક્ઝામમાં નોઇડાની મેઘના શ્રીવાસ્તવે કુલ ૫૦૦ માંથી ૪૯૯ ગુણ મેળવ્યા છે. મેઘનાને ધો. ૧૨ના અર્થશાસ્ત્ર, ભૂગોળ, સાઇકોલોજી અને ઈતિહાસના વિષયમાં પુરા ૧૦૦ માર્ક મેળવ્યા છે જયારે માત્ર અંગ્રેજીના વિષયમાં ૧ માર્ક કપાયો છે.

૫૦૦ માંથી ૪૯૯ ગુણ મેળવવા એ એક અલગ જ અનુભવ છે

સીબીએસઈની એક્ઝામમાં ટોચનું સ્થાન પ્રાપ્ત કરવામાં સફળ રહેલી મેઘનાએ કહ્યું, “હું એ કયારેય વિચાર્યું નહોતું કે મને ૫૦૦માંથી ૪૯૯ માર્કસ મળશે, પરંતુ આ માટે મેં ખૂબ મહેનત કરી છે. દેશભરમાં ટોપર બનવું એ મારા માટે એક અલગ જ અનુભવ છે અને હાલમાં ખુશીનો કોઈ પાર નથી. હું મારી સફળતા અંગે એટલું જ કહેવા માંગું છું કે, આપણું કામ મહેનતથી કરવું જોઇએ રિઝલ્ટ જાતે જ મળી જાય છે”.

મેં ક્યારેય વિચાર્યું ન હતું કે હું ટોપર બનીશ

દેશભરમાં એક્ઝામાં શીર્ષ સ્થાન હાંસલ કર્યા બાદ મેઘનાએ કહ્યું, “જે સમયે રિઝલ્ટ આવ્યું ત્યારે હું સ્ક્રીન તરફ જોઈ ન હતી. મારા પપ્પા જ મારું રિઝલ્ટ જોઇ રહ્યા હતા અને તેઓએ મને કહ્યું કે મેં ટોપ કર્યું છે. ત્યારબાદ મારા મિત્રોના મેસેજ અને સ્કૂલ ટીચર્સના ફોન આવવા લાગ્યા. રિઝલ્ટ પહેલા મને સારા માર્કસની આશા હતી, પરંતુ ટોપર બનીશ એવું કયારેય વિચાર્યું નહોતું.