Not Set/ આકાશ-NG મિસાઇલનું પ્રથમ સફળ પરીક્ષણ, હવે હવામાં જ દુશ્મનનો નાશ થશે

સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (ડીઆરડીઓ)એ સોમવારે આકાશ-એનજી (નેક્સ્ટ જનરેશન) મિસાઇલનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું. ભારતીય વાયુસેના માટે બનાવવામાં

Top Stories India
akash NG આકાશ-NG મિસાઇલનું પ્રથમ સફળ પરીક્ષણ, હવે હવામાં જ દુશ્મનનો નાશ થશે

સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (ડીઆરડીઓ)એ સોમવારે આકાશ-એનજી (નેક્સ્ટ જનરેશન) મિસાઇલનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું. ભારતીય વાયુસેના માટે બનાવવામાં આવેલી આગામી પેઢીની મિસાઇલ લક્ષ્યને સફળતાપૂર્વક ધ્વસ્ત કરી નાખ્યું. આકાશ-એનજી (નેક્સ્ટ જનરેશન) મિસાઇલને સફળ પરીક્ષણ માટે ઓડિશાની ઇન્ટિગ્રેટેડ ટેસ્ટ રેન્જનાં લશ્કરી વાહન દ્વારા લોન્ચ કરવામાં આવ્યું હતું. 

ડીઆરડીઓએ કહ્યું કે આકાશ-એનજી નવી પેઢીની સપાટીથી હવામાં માર કરતી મિસાઇલ છે, જેનો ઉપયોગ હવાઈ જોખમોને રોકવાના હેતુથી ભારતીય વાયુસેના દ્વારા કરવામાં આવે છે. મિસાઇલે તેનું લક્ષ્ય શોધી કાઢ્યું અને તેને ચોકસાઇથી બ્લાસ્ટ કરી ધ્વસ્ત કરી દીધું. મિસાઇલનું પરીક્ષણ તમામ પરિમાણો પર સફળ રહ્યું હતું.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…