Not Set/ રામ રહીમની લાડલી હનીપ્રીત પોલીસ સંકજામાં જાણો ચોંકાવનારી વિગતો

રામ રહીમની રાજદાર હનીપ્રિત ઇંસા હવે પોલીસની જાળમાં છે પરંતુ તેને પકડવા માટે પંજાબ-હરિયાણા પોલીસ સહીત ઘણા રાજ્યોની સુરક્ષા એજન્સીઓ પરેશાન હતી.૩ ઓક્ટોબરે ધરપકડ પહેલા ૩૮ દિવસ ફરાર હનીપ્રીતે પોલીસથી બચવા માટે ૧૭ સિમ કાર્ડ ઉપયોગ કર્યા હતા.પોલીસ હનીપ્રીતની ધરપકડ કરીને પંચકુલા હિંસામાં તેમની ભૂમિકાની તપાસ શરુ કરી દીધી છે.પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે, […]

India
gurmeet hanipreet7 રામ રહીમની લાડલી હનીપ્રીત પોલીસ સંકજામાં જાણો ચોંકાવનારી વિગતો

રામ રહીમની રાજદાર હનીપ્રિત ઇંસા હવે પોલીસની જાળમાં છે પરંતુ તેને પકડવા માટે પંજાબ-હરિયાણા પોલીસ સહીત ઘણા રાજ્યોની સુરક્ષા એજન્સીઓ પરેશાન હતી.૩ ઓક્ટોબરે ધરપકડ પહેલા ૩૮ દિવસ ફરાર હનીપ્રીતે પોલીસથી બચવા માટે ૧૭ સિમ કાર્ડ ઉપયોગ કર્યા હતા.પોલીસ હનીપ્રીતની ધરપકડ કરીને પંચકુલા હિંસામાં તેમની ભૂમિકાની તપાસ શરુ કરી દીધી છે.પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે, ૩૮ દિવસ ફરાર રહેવા દરમિયાન હનીપ્રીતે ૩ ઇન્ટરનેશનલ સિમ કાર્ડ સહીત કુલ ૧૭ સિમનો ઉપયોગ કર્યો. કેમ કે, પોલીસ તેમનું લોકેશન ટ્રેક ન કરી શકે.રામ રહીમની સંપત્તિની તપાસ માટે હનીપ્રીતને ડેરા પ્રમુખના ઠેકાણા પર પણ લઇ જવામાં આવી, જ્યાંથી પોલીસને હાર્ડ ડિસ્ક પણ મળી છે જેમાં રામ રહીમની ૭૦૦ કરોડથી વધારે સંપત્તિ સહીત હથિયારોનો ડેટા દાખલ છે.પોલીસ હનીપ્રીતની સીમકાર્ડ અને વિદેશોમાં સંપર્કને લઈને પૂછપરછ કરી રહી છે.પરંતુ તે અત્યારે કઈ પણ બોલવા તૈયાર નથી.હનીપ્રીતનું કહેવું છે કે, તેમનો ફોન ક્યાંક ખોવાઈ ગયો હતો.