જામનગર/ ભાજપના ધારાસભ્ય રાઘવજી પટેલની વ્યથા : અધિકારીઓ અમારું જ નથી સાંભળતા તો….

ગુજરાતમાં સરકારી અધિકારીઓ ભાજપના ધારાસભ્યોનું સાંભળવા તૈયાર નથી. આ વાત ખુદ ભાજપના જ ધારાસભ્યએ જાહેરમાં વાત કબૂલી હતી.

Top Stories Gujarat
બળાપો

ગુજરાત ભાજપના એક પછી એક ધારાસભ્યોનો બળાપો સમયાંતરે બહાર આવી રહ્યો છે. વડોદરાના કેતન ઈનામદાર હોય કે પછી મધુ શ્રીવાસ્તવ કે પછી જામનગરના રાઘવજી પટેલ. કયાંકને ક્યાંક ધારાસભ્યોની નારાજગી જોવા મળી રહી છે. હવે જામનગરના ધારાસભ્ય  રાઘવજી પટેલે પોતાની વ્યથા જાહેર કરી છે.

જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં ધારાસભ્ય રાઘવજી પટેલ ઉપસ્થિત રહ્યા હતા અને પોતાનો બળાપો ઠાલવ્યો હતો. છેલ્લા કેટલાક સમયથી મકાન અને માર્ગ વિભાગ ઉપરાંત સિંચાઇ વિભાગના અધિકારીઓ કોઈપણ કામગીરી ન કરતાં નથી અને વધુમાં અધિકારીઓ ચૂંટાયેલા ધારાસભ્યની વાત પણ સાંભળતા ન હોવાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો. સાથે તેમને સામાન્ય સભામાં આવા અધિકારીઓની ડાંડાઈની ઉગ્ર રજૂઆત કરી હતી. તો વધુમાં જણાવ્યું હતું કે, પ્રજાલક્ષી કામો થતા નહિ હોવાથી અમારે તો લોકો વચ્ચે જવું મુશ્કેલ બન્યું છે.

  • અમે અધિકારી વિરુદ્ધ રજૂઆત કરી તો શ્રાપ આપે છે:રાઘવજી પટેલ
  • માર્ગ મકાન વિભાગના અધિકારી જવાબ નથી આપતા:રાઘવજી પટેલ
  • અમે રજૂઆત કરી અમારો ગુન્હો છે.? :રાઘવજી પટેલ
  • મંજરુ થયેલ રસ્તાના કામો થતા નથી અમે વિસ્તારમાં જઈ શકતા નથી:રાઘવજી
  • અમને કોઈ સાંભળતું નથી: રાઘવજી

ગુજરાતમાં સરકારી અધિકારીઓ ભાજપના ધારાસભ્યોનું સાંભળવા તૈયાર નથી. આ વાત ખુદ ભાજપના જ ધારાસભ્યએ જાહેરમાં વાત કબૂલી હતી.

ઉલેખનીય છે કે, આવા જ કેટલાક કારણોસર ભાજપના વડોદરાના ધારાસભ્ય કેતન ઇનામદારએ રાજીનામું પણ ધરી દીધું હતું. તો મધુ શ્રીવાસ્તવ મુખ્યમંત્રી રૂપાણીને આ જ મુદ્દે રજૂઆત કરી ચૂક્યાં છે. જેના કારણે વિવાદ થયો હતો. એક તબક્કે કેતન ઇનામદારે તો રાજીનામું પણ ધરી દીધું હતું. અને ફરી પાછો હવે જામનગરથી આજ મુદ્દો સામે આવ્યો છે.

 જીવીશું તો જ જીતીશું! / આપઘાત નિવારણની દેશને તાતી જરૂર, દરવર્ષે 1.35 લાખ લોકો લે છે ખુદનો જીવ