Not Set/ VIDEO : પ્રેસ કોન્ફરન્સમાં વારંવાર રડી પડતા સ્મિથે કહ્યું, “આ ભૂલનો અફસોસ જિંદગીભર રહેશે”

સિડની, બોલ ટેમ્પરિંગના વિવાદમાં શામેલ ઓસ્ટ્રેલિયાના ખેલાડી સ્ટિવ સ્મિથને ક્રિકેટ ઓસ્ટ્રેલિયા દ્વારા કરવામાં આવેલા ૧ વર્ષના પ્રતિબંધ મુકવામાં આવ્યા બાદ સ્મિથે સિડની ખાતે એક પત્રકાર પરિષદ યોજી હતી. પ્રેસ કોન્ફરન્સ દરમિયાન સ્મિથ ભાવુક થયો હતો અને આ વિવાદ બદલ માફી માંગી હતી. આ દરમિયાન સ્મિથે જણાવ્યું, “આ ભૂલનો અફસોસ જિંદગીભર રહેશે”. #WATCH Steve Smith says, 'there […]

Top Stories
fdhhhhh VIDEO : પ્રેસ કોન્ફરન્સમાં વારંવાર રડી પડતા સ્મિથે કહ્યું, "આ ભૂલનો અફસોસ જિંદગીભર રહેશે"

સિડની,

બોલ ટેમ્પરિંગના વિવાદમાં શામેલ ઓસ્ટ્રેલિયાના ખેલાડી સ્ટિવ સ્મિથને ક્રિકેટ ઓસ્ટ્રેલિયા દ્વારા કરવામાં આવેલા ૧ વર્ષના પ્રતિબંધ મુકવામાં આવ્યા બાદ સ્મિથે સિડની ખાતે એક પત્રકાર પરિષદ યોજી હતી. પ્રેસ કોન્ફરન્સ દરમિયાન સ્મિથ ભાવુક થયો હતો અને આ વિવાદ બદલ માફી માંગી હતી. આ દરમિયાન સ્મિથે જણાવ્યું, “આ ભૂલનો અફસોસ જિંદગીભર રહેશે”.

સ્મિથે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે,

આ વિવાદ માટે તે કોઈ પણ સજા ભોગવવા માટે તૈયાર છે. બીજા માટે આ કોઈ પાઠ હોઈ શકે છે, પરંતુ મને આશા છે કે હું પરિવર્તન માટે એક બળ હોઈ શકું છું.

આ ઘટના માટે સમગ્ર ઘટનાની જવાબદારી લઇ રહ્યો છું. હું બિલકુલ નિરાશ છું અને આ મારા નેતૃત્વની નિષ્ફળતા છે. મારા દ્વારા ખોટા નિર્ણય લેવાની ગંભીર ભૂલ થઇ છે અને આ તમામ માટે હું જવાબદાર છું.

કેટલાક સારા લોકો પણ ભૂલ કરે છે. મેં પણ મોટી ભૂલ કરી છે અને મારા દ્વારા આ વિવાદ કરવામાં આવ્યો.

મારા દ્વારા ખોટા નિર્ણયો લેવામાં ભૂલ થઇ હતી એટલા માટે આ મારા માટે શરમજનક છે અને હું દિલથી માફી માંગું છું. મને આશા છે કે આ નુકશાનની ભરપાઈ કરી શકીશ.

મારી જાણકારી મુજબ, આ વિવાદ પ્રથમવાર થયો છે. હું તમને એ વાતથી આસ્વત કરી રહ્યો છું કે આ ભૂલ બીજીવાર નહીં કરવામાં આવે.

હું અ માટે શરમ અનુભવું છું, અને હું ક્રિકેટની રમતને પ્રેમ કરું છું. હું યુવાન ખેલાડીઓને ક્રિકેટની રમત માટે પ્રેરિત કરી રહ્યો છું. હું ઈચ્છું છું કે બાળકો આ રમત રમે.

આ ઘટના દુઃખ પહોચાડનારી છે અને ખૂબ તકલીફ આપે છે. મારા દ્વારા ઓસ્ટ્રેલિયાના પ્રશંસકોને જે પીડા આપી છે એના માટે હું માફી માંગું છું.

શું હતો મામલો ?

મહત્વનું છે કે, દક્ષિણ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી ત્રીજી ટેસ્ટ દરમિયાન કાંગારું ઓપનર બેન્ક્રોફ્ટ મેચ દરમિયાન પોતાના પેન્ટમાંથી કોઈ પીડા રંગની એક વસ્તુ કાઢતો જોવામાં આવ્યો હતો. જો કે ત્યારબાદ સામે આવેલા વિડીયોમાં જોવામાં આવ્યું હતું કે, બેન્ક્રોફ્ટ બોલ પર કઈક વસ્તું લગાવી રહ્યો છે અને ફરીથી પોતાના ખિસ્સામાં રાખી રહ્યો છે.

આ ઘટના બાદ સ્ટિવન સ્મિથે પણ માન્યું હતું કે, બોલ ટેમ્પરિંગ એ અમારી ટીમનો હિસ્સો હતો અને આ વિવાદમાં અમારા લીડરશીપ ગુરુ પણ શામેલ હતા.

જો કે ત્યારબાદ કાંગારું કેપ્ટન આ નિવેદનને લઇ ખૂબ ટીકાઓ થઇ હતી. ઓસ્ટેલિયમાં પીએમ દ્વારા પણ આ ઘટનાને શરમજનક ગણવામાં આવી હતી અને ક્રિકેટ ઓસ્ટ્રેલિયાને નિર્ણાયક કાર્યવાહી કરવા માટે આદેશ આપ્યા હતા.

ક્રિકેટ ઓસ્ટ્રેલિયા અને ICC દ્વારા ફટકારવામાં આવી ચૂકી છે સજા

ઓસ્ટેલિયમાં પીએમની ટીકા બાદ ક્રિકેટ ઓસ્ટ્રેલિયા દ્વારા કાર્યવાહી કરવામાં આવતા પહેલા સ્મિથને કેપ્ટનપદેથી હટાવવામાં આવ્યો હતો અને ત્યારબાદ એક વર્ષ માટે ટીમમાંથી પણ સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો જયારે  ICC દ્વારા પણ સ્મિથને એક ટેસ્ટ મેચ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો અને મેચ ફી ના ૧૦૦ % દંડ પણ ફટકાર્યો હતો.

આ ઉપરાંત આ ઉપરાંત વિવાદ અંગે IPL ૧૧ની સિઝન માટે સ્ટિવન સ્મિથને રાજસ્થાન રોયલ્સના કેપ્ટનપદેથી પણ હકાલપટ્ટી કરવામાં આવી ચૂકી છે અને ત્યારબાદ આ સિઝનમાં રમવા માટે પણ પ્રતિબંધિત કરવામાં આવ્યો છે.