Not Set/ ક્રુર પિતાએ જ નવજાત સંતાનને ફેંકી દીધું, જાણો વલસાડનો ચકચારી કિસ્સો

વલસાડ  વલસાડની સિવિલ હોસ્પીટલના પાછળના કમ્પાઉન્ડમાંથી નવજાત શિશુનો મૃતદેહ મળી આવ્યો છે. જેના કારણે સિવિલ હોસ્પીટલમાં ચકચાર મચી જવા પામી છે. નવજાત શિશુ મળી આવતા સિવિલ હોસ્પીટલના ડોકટરોએ તપાસ કરી હતી. બાળકના મૃતદેહને જોતા ડોકટરે આ મામલે પોલીસને જાણ કરી હતી. પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે ચાર દિવસ પહેલા આ બાળકનો જન્મ થયો છે […]

Gujarat
shishu ક્રુર પિતાએ જ નવજાત સંતાનને ફેંકી દીધું, જાણો વલસાડનો ચકચારી કિસ્સો

વલસાડ

 વલસાડની સિવિલ હોસ્પીટલના પાછળના કમ્પાઉન્ડમાંથી નવજાત શિશુનો મૃતદેહ મળી આવ્યો છે. જેના કારણે સિવિલ હોસ્પીટલમાં ચકચાર મચી જવા પામી છે.

નવજાત શિશુ મળી આવતા સિવિલ હોસ્પીટલના ડોકટરોએ તપાસ કરી હતી. બાળકના મૃતદેહને જોતા ડોકટરે આ મામલે પોલીસને જાણ કરી હતી. પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે ચાર દિવસ પહેલા આ બાળકનો જન્મ થયો છે અને તેને તેના જ પિતા એ જ ફેંકી દીધું હતું.

30020570 354023271769782 1862850384 n ક્રુર પિતાએ જ નવજાત સંતાનને ફેંકી દીધું, જાણો વલસાડનો ચકચારી કિસ્સો

એવું પણ જાણવા મળ્યું છે કે  2 એપ્રિલના રોજ એક મહિલા ડીલવરી માટે સુબરીથી આહવા ખાતે 108 એમ્બ્યુલન્સમાં લાવવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે મહિલાને ડીલવરી પેઈન બધી જતા મહિલાની ડીલવરી એમ્બ્યુલન્સમાં કરાવવામાં આવી હતી.આ મહિલાએ એક મૃતક બાળકને જન્મ આપ્યો હતો અને ત્યારબાદ મહિલાની હાલત ખુબ જ ગંભીર જણાતા તેને વધુ સારવાર માટે વલસાડની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.

તમને જણાવી દઈએ કે આ મૃતક શિશુને તેના પિતાને સોંપવામાં આવ્યું હતું તેના પિતાએ જ આ બાળકને સિવિલ હોસ્પીટલના પાછળના કમ્પાઉન્ડ ફેકી દીધું હતું. હોસ્પિટલના કર્મચારીને નજર આ શિશુ પર પડતા તેને ડોક્ટરને જાણ કરી હતી.