Covid-19 Update/ શું વધતો મોતનો આંક ફરી એજ ભયાવહ દ્રશ્યો બતાવશે..?

ચિંતા ઉપજાવે એવી વાત છે કે ઘટતાં જતાં કેસ વચ્ચે પણ ચિતાની સંખ્યા વધી રહી છે. રાજ્યમાં કોરોનાના ઘટતાં કેસ વચ્ચે પણ મોતનો આંક વધી રહ્યો છે.

Top Stories Gujarat
મોતનો આંક korona
  • રાજ્યમાં કોરોનાના 8338 કેસ નોંધાયા
  • રાજ્યમાં કોરોનાથી 38 લોકોના મોત
  • અમદાવાદમાં 2654 કેસ નોંધાયા
  • વડોદરામાં 1712 કેસ નોંધાયા
  • સુરતમાં 257 કેસ, રાજકોટમાં 475 કેસ નોંધાયા
  • ગાંધીનગરમાં 223 કેસ નોંધાયા
  • રાજ્યમાં 16629 લોકો ડિસ્ચાર્જ

ગુજરાત રાજ્યમાં કોરોના કેસમાં સારો એવો ઘટાડો જોવા મળી રહ્યો છે. પરંતુ ચિંતા ઉપજાવે એવી વાત છે કે ઘટતાં જતાં કેસ વચ્ચે પણ ચિતાની સંખ્યા વધી રહી છે. રાજ્યમાં કોરોનાના ઘટતાં કેસ વચ્ચે પણ મોતનો આંક વધી રહ્યો છે. રાજ્યના આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં કોરોનાના 8338 કેસ નોંધાયા છે.

કોરોના કેસમાં તો ઘટતો નોંધાયો છે. પરંતુ તેનાથી થયેલા મોતના આંકમાં ચોક્કસ થી સતત વધારો નોંધાઈ રહ્યો છે. જે ચોક્કસથી ચિંતા ઉપજાવે તેવી બાબત છે. આજ રોજ રાજ્યમાં કોરોનાથી 38 લોકોના મોત થયા છે.

આ રોજ અમદાવાદમાં 2654 કેસ નોંધાયા છે. વડોદરામાં 1712 કેસ, સુરતમાં 257 કેસ, રાજકોટમાં 475, ગાંધીનગરમાં 223 કેસ નોંધાયા છે.  રાજ્યમાં 16629 લોકો ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યામાં પણ ઘટાડો નોંધાયો છે. રાજ્યમાં હાલમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા ૭૫૪૬૪ સુધી પહોંચી છે.

બજેટ 2022 / માત્ર લાગણી ભડકાવીને દેશ ન ચાલી શકે, બજેટમાં યોગ્ય સુધારા કરો નિર્મલાબેન..! : વિરજીભાઈ ઠુમ્મર

World / સ્પેસએક્સ રોકેટનો ટુકડો આગામી અઠવાડિયામાં ચંદ્રની સપાટી સાથે અથડાઈ શકે છે