દેશમાં એક તરફ આકરી ગરમી પડી રહી છે. અને ઘણા રાજ્યોમાં તાપમાન 40ને પાર કરી ગયું છે, તો બીજી તરફ પાવર પ્લાન્ટ્સમાં કોલસાની અછતને કારણે આ સંકટ વધુ ઘેરી બન્યું છે. જ્યાં દિલ્હી સરકારે આ અંગે કેન્દ્રને ચેતવણી આપી હતી. અને કહ્યું હતું કે, તેનાથી રાષ્ટ્રીય રાજધાનીમાં મેટ્રો અને હોસ્પિટલોની સેવા પ્રભાવિત થઈ શકે છે, તો બીજી તરફ વિપક્ષ વિજળી સંકટને લઈને કેન્દ્ર સરકાર પર પ્રહારો કરી રહ્યો છે.
કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ ટ્વીટ કરીને મોદી સરકાર પર સવાલ ઉઠાવ્યા અને તેનો જવાબ માંગ્યો. તેમણે લખ્યું છે કે, 29 એપ્રિલના 11 વાગ્યા સુધી દેશમાં વીજળીની માંગ 12 હજાર મેગાવોટ છે. આજે એનર્જી એક્સચેન્જમાં પાવર ખરીદ કિંમત રૂ. 12 પ્રતિ યુનિટ છે. જો કેન્દ્ર સરકાર આગળ વધવામાં મદદ નહીં કરે તો રાજ્યો મોંઘી વીજળી કેવી રીતે ખરીદશે? અત્યાર સુધી 12 રૂપિયામાં પણ વીજળી મળતી નથી.
કોંગ્રેસનો મોદી સરકારને સવાલ
રણદીપ સુરજેવાલાએ ટ્વીટમાં આગળ લખ્યું કે, આગ વરસાવતી ગરમી…12 કલાક પાવર કટ…પીએમ મૌન, વીજળી-કોલસા મંત્રી ગાયબ! તેણે વધુ ત્રણ પ્રશ્નો પૂછતા પૂછ્યા છે
1• દેશમાં 72,074 મેગાવોટ ક્ષમતાના પ્લાન્ટ કેમ બંધ થયા?
2• દેશના 173 પાવર પ્લાન્ટમાંથી 106 પ્લાન્ટમાં કોલસો 0%-25% ની વચ્ચે કેમ છે?
3• કોલસાની માંગ પ્રતિદિન 22 લાખ ટન છે, માત્ર 16 લાખ ટનનો પુરવઠો શા માટે?