Ahmedabad Serial Blast/ ફાંસીની સજા પામેલા દોષિતોએ કહ્યું ‘અમારા માટે કુરાન જ બંધારણ છે,અમે આ સજા સ્વીકારતા નથી’

અમદાવાદ સિરિયલ બ્લાસ્ટના 38 દોષિતોમાંથી 6ને ફાંસીની સજા આપવામાં આવી હતી, જેઓ મધ્યપ્રદેશની રાજધાની ભોપાલની સેન્ટ્રલ જેલમાં બંધ છે

Top Stories Gujarat India
131 ફાંસીની સજા પામેલા દોષિતોએ કહ્યું 'અમારા માટે કુરાન જ બંધારણ છે,અમે આ સજા સ્વીકારતા નથી'

અમદાવાદ સિરિયલ બ્લાસ્ટના 38 દોષિતોમાંથી 6ને ફાંસીની સજા આપવામાં આવી હતી, જેઓ મધ્યપ્રદેશની રાજધાની ભોપાલની સેન્ટ્રલ જેલમાં બંધ છે.ભોપાલ સેન્ટ્રલ જેલના સૂત્રોએ જણાવ્યું કે ફાંસીની સજાના સમાચાર સાંભળ્યા બાદ દોષિતો તણાવમાં આવી ગયા હતા અને આ સમાચારે તેમને હચમચાવી દીધા હતા. તેમની બોડી લેંગ્વેજ કહી રહી હતી કે ફાંસીના સમાચાર સાંભળીને તેઓ આઘાતમાં પહોંચી ગયા હતા.

જેલના સૂત્રોના જણાવ્યા અનુસાર, મૃત્યુદંડની સજા પામેલા દોષિતોએ જેલ સ્ટાફ સાથે વાત કરતા કહ્યું છે કે કુરાન તેમના માટે બંધારણ છે, તેથી તેઓ આ સજાને સ્વીકારતા નથી. જો કે, આ પહેલીવાર નથી જ્યારે સ્ટુડન્ટ્સ ઈસ્લામિક મૂવમેન્ટ ઓફ ઈન્ડિયા (SIMI)ના સભ્યોએ ભારતના બંધારણ વિશે વાત કરી હોય. આ પહેલા પણ તે અનેક પ્રસંગોએ આવું કરતા રહ્યા છે, તેથી તેને જેલમાં બાકીના કેદીઓથી અલગ રાખવામાં આવે છે.

ભોપાલની સેન્ટ્રલ જેલમાં ફાંસીની સજા પામેલા દોષિતોમાં અમદાવાદ સિરિયલ બ્લાસ્ટના માસ્ટર માઈન્ડ સફદર નાગોરીનો પણ સમાવેશ થાય છે. સફદર નાગોરી ઉપરાંત શિવલી, શાદુલી, આમીલ પરવેઝ, કમરુદ્દીન નાગોરી, હાફિઝને ફાંસીની સજા સંભળાવવામાં આવી છે જ્યારે તેમના સાથી અનસાબને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. આ સિવાય ત્રણ આરોપીઓ લાંબા સમયથી જામીન પર બહાર છે.