OMG!/ એક દુલ્હન સાથે લગ્ન કરવા પહોંચ્યા 2 વરરાજા, એકને પહેરાવી વરમાળા તો બીજા સાથે….

દેશના સૌથી મોટા રાજ્ય એવા ઉત્તરપ્રદેશમાંથી એક ચોકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જેમાં એક જ દુલ્હનની બે બે જાન આવી હતી. એક તબક્કે આ કિસ્સો જોઇને ત્યાં હાજર લોકો પણ ચોંકી ઉઠ્યા હતા.

India Trending
A 67 એક દુલ્હન સાથે લગ્ન કરવા પહોંચ્યા 2 વરરાજા, એકને પહેરાવી વરમાળા તો બીજા સાથે....

દેશના સૌથી મોટા રાજ્ય એવા ઉત્તરપ્રદેશમાંથી એક ચોકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જેમાં એક જ દુલ્હનની બે બે જાન આવી હતી. એક તબક્કે આ કિસ્સો જોઇને ત્યાં હાજર લોકો પણ ચોંકી ઉઠ્યા હતા.

મળતી માહિતી મુજબ, આ કિસ્સો ઉત્તરપ્રદેશના કોતવાલી દેહાતના એક ગામનો છે, જ્યાં એક દુલ્હન અને છોકરાની આવી હતી 2 જાન. જેમાં એક વરરાજાએ દુલ્હનને વરમાળા પહેરાવી તો બીજી બાજુ બીજા વરરાજા સાથે  દુલ્હનની વિદાય થઇ હતી. જો કે આ બધા પછી, એક હંગામો થયો હતો અને દુલ્હનની વિદાય સમયે ગેરહાજરીથી ગુસ્સે થઈને પહેલા વરરાજા અને પરિવારના લોકોએ પોલીસમાં ફરિયાદ કરી હતી અને જેના આધારે પોલીસે યુવતીના પિતા અને કાકાની અટકાયત કરી છે.

આ પણ વાંચો : ખાયા-પિયા કુછ નહીં, ગિલાસ તોડા 12 આના… 3 કરોડ ફૂંકી ખાલી હાથે પરત આવ્યું ચોકસીને લેવા ગયેલું પ્લેન

કોતવાલી દેહાતના એક ગામમાં એક જાન આવી હતી. આ જાન થાના અવાગઢ નરૌરા ગામથી આવી હતી, જ્યારે બીજી જાન થાના મીરહચીના જીન્હૈરા ગામથી પહોંચી હતી. બીજી બાજુ દુલ્હન માટે બે છોકરાઓની જાન જોઇને ગામલોકો પણ આશ્ચર્યચકિત થઈ ગયા. એવું કહેવામાં આવી રહ્યું છે કે પહેલીવાર જાન લાવનાર વરરાજા વરમાળા કરવામાં આવી હતી પરંતુ બાદમાં લગ્ન કરવાની ના પાડી દીધી હતી. જે બાદ બીજી જાન સાથે પહોંચેલા વરરાજા સાથે દુલ્હનના લગ્ન થયા હતા, જેમાં ખળભળાટ મચાવ્યા બાદ તમામ જાનૈયાઓ ત્યાંથી ચાલ્યા ગયા હતા.

આ પણ વાંચો : છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ભારતીય બનાવટના વિદેશી દારૂની હેરા ફેરી કરનાર આરોપીને પાસા હેઠળ અટકાયત કરવામાં આવ્યો

બીજી બાજુ આ સમયે જીન્હેંરાથી જાન લાવનાર વરરાજા દુલ્હનને લઇને ગયો હતો. વરરાજાની વિદાયથી ક્રોધિત તેના પરિવારના સભ્યો ઘરને બદલે કોતવાલી પહોંચી ગયા હતા અને ડાયલ -112માં પોલીસને જાણ કરી હતી. ત્યારબાદ પોલીસે બાતમી પર ઘટનાસ્થળ પર પહોંચી હતી અને યુવતીના પિતા અને કાકાને કસ્ટડીમાં લીધા હતા. બંને તરફથી વાટાઘાટો ચાલી રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે છોકરાવાળાનો પક્ષ વહુને આપવામાં આવેલો સમાન પાછો આપવા માંગ કરી રહી છે.

આ પણ વાંચો :દોઢ વર્ષથી પત્ની અને ત્રણ બાળકીઓ ઘરમાં હતા બંધ, જાણો કેમ

એવી પણ ચર્ચા છે કે, યુવતીના પિતાએ બે જગ્યાએથી પુત્રીના લગ્ન નક્કી કર્યા હતા. કોતવાલી દેહાતના SHO પ્રવીણકુમાર સિંહનું કહેવું છે કે, આ મામલો ધ્યાનમાં લેવાયો છે. આ કિસ્સામાં કેટલાક લોકો કોતવાલી દેહાત આવ્યા છે અને રિપોર્ટ નોંધ્યા બાદ કાર્યવાહી કરવામાં આવશે.