Not Set/ સીએમ યોગી સાથે જોવા મળ્યા SPના ત્રણ MLC, તસવીરોથી રાજકારણ ગરમાયુ

ઉત્તર પ્રદેશની શેરીઓમાં આજકાલ એક ફોટો વાયરલ થઈ રહી છે. આ ફોટોએ સમાજવાદી પાર્ટીના ધબકારા વધારી લીધા છે. સમાજવાદી પાર્ટીના ત્રણ વિધાન પરિષદના સભ્યો (એમએલસી) એ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે મુલાકાત કરી હતી. આ ફોટો વાયરલ થતાની સાથે જ ફરી એકવાર રાજકારણની ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. હમીરપુર વિધાન પરિષદના સભ્ય રમેશ મિશ્રા, બલિયાથી પપ્પુ […]

India
AAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAMAHI 3 સીએમ યોગી સાથે જોવા મળ્યા SPના ત્રણ MLC, તસવીરોથી રાજકારણ ગરમાયુ

ઉત્તર પ્રદેશની શેરીઓમાં આજકાલ એક ફોટો વાયરલ થઈ રહી છે. આ ફોટોએ સમાજવાદી પાર્ટીના ધબકારા વધારી લીધા છે. સમાજવાદી પાર્ટીના ત્રણ વિધાન પરિષદના સભ્યો (એમએલસી) એ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે મુલાકાત કરી હતી. આ ફોટો વાયરલ થતાની સાથે જ ફરી એકવાર રાજકારણની ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે.

હમીરપુર વિધાન પરિષદના સભ્ય રમેશ મિશ્રા, બલિયાથી પપ્પુ સિંહ અને ગોરખપુરથી સી.પી.ચંદ્રને મળ્યા બાદ તેમની ભાજપમાં જોડાવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે. માનવામાં આવી રહ્યું છે કે આ ત્રણેય એમએલસી ટૂંક સમયમાં સપામાંથી રાજીનામું આપીને ભાજપમાં જોડાશે.

આપને જણાવી દઈએ કે સમાજવાદી પાર્ટી વિધાનસભાની સૌથી મોટી પાર્ટી છે જેમાં 55 સભ્યો છે. ભાજપ 21 એમએલસી સાથે બીજો, બીએસપી 8 એમએલસી સાથે ત્રીજા અને કોંગ્રેસ બે સભ્યો સાથે ચોથા ક્રમે છે. કોંગ્રેસના દિનેશ પ્રતાપસિંહે ભાજપની ટિકિટ પર લોકસભાની ચૂંટણી લડી હતી. કોંગ્રેસે અધ્યક્ષને તેમનું સભ્યપદ રદ કરવા અરજી આપી રાખી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.