Not Set/ મહાશિવરાત્રિના પર્વ પર આ કામ ભૂલીને પણ ન કરતા, થઇ શકે છે નુકશાન

આવતીકાલે મહાશિવરાત્રિ છે. દેશભરમાં દેવાધિદેવ મહાદેવના આ પર્વની ધામધુમથી ઉજવણી કરવામાં આવતી હોય છે. સવારથી જ શિવભકતો મહાદેવના ચરણમાં શિશ ઝુક્વતા હોય છે, તેમજ પૂજા-અર્ચના કરતા હોય છે. માનવામાં આવે છે કે, ફાગણ મહિનાની કૃષ્ણ ચૌદશના દિવસે દેશભરમાં આ મહાપર્વ મનાવવામાં આવી છે. સ્રુષ્ટિના પ્રારંભમાં આ દિવસે મધરાત્રે ભગવાન શંકર બ્રહ્ભાના સ્વરૂપમાં પ્રગટ થયા હતા. પુરાણોની […]

India
5 021218110140 મહાશિવરાત્રિના પર્વ પર આ કામ ભૂલીને પણ ન કરતા, થઇ શકે છે નુકશાન

આવતીકાલે મહાશિવરાત્રિ છે. દેશભરમાં દેવાધિદેવ મહાદેવના આ પર્વની ધામધુમથી ઉજવણી કરવામાં આવતી હોય છે. સવારથી જ શિવભકતો મહાદેવના ચરણમાં શિશ ઝુક્વતા હોય છે, તેમજ પૂજા-અર્ચના કરતા હોય છે. માનવામાં આવે છે કે, ફાગણ મહિનાની કૃષ્ણ ચૌદશના દિવસે દેશભરમાં આ મહાપર્વ મનાવવામાં આવી છે. સ્રુષ્ટિના પ્રારંભમાં આ દિવસે મધરાત્રે ભગવાન શંકર બ્રહ્ભાના સ્વરૂપમાં પ્રગટ થયા હતા.

પુરાણોની માન્યતા મુજબ, ભગવાન શંકર પોતાના ભક્તની ભક્તિથી જેટલા જલ્દી પ્રસન્ન થાય છે. એટલા જ જલ્દી નિરાશ પણ થતા હોય છે. તેથી આ મહાપર્વ નિમિત્તે પૂજા-અર્ચનના સમયે કેટલીક બાબતોને ધ્યાનમાં રાખવામાં આવતી હોય છે.

images 6 મહાશિવરાત્રિના પર્વ પર આ કામ ભૂલીને પણ ન કરતા, થઇ શકે છે નુકશાન

આ દિવસે સવારે મોડા સુધી ન સુવું જોઈએ. સવારે વહેલા ઊઠી જવું જોઈએ અને સ્નાન વગર અન્ન ગ્રહણ ન કરવું જોઈએ.

સૌથી મહત્વની અને ખાસ ધ્યાનમાં રાખવા જેવી વાત એ છે કે, જો તમે શિવરાત્રીનો ઉપવાસ કરી રહ્યા હોય તો તમારે સવારે વહેલા ઉઠીને સ્નાન કરવું જોઈએ અને ગરમ પાણીથી શરીરની તમામ અશુધ્ધિઓને દુર કરવી જોઈએ. આ દિવસે નવા સ્વચ્છ કપડા પહેરવા જોઈએ.

મહાશિવરાત્રિના દિવસે ભાત, દાળ અને ઘઉંથી બનેલા ખાદ્યપદાર્થોથી દુર રહેવું જોઈએ. શિવભકતોએ ફળ, દૂધ, ચા, કોફી જેવી સામ્રગીનું સેવન કરવું જોઈએ.

મહાશિવરાત્રિના દિવસે જો તમે ભગવાન શંકરને પ્રસન્ન કરવા માંગતા હોય તો અ દિવસે કાળા કલરના કપડા ન પહેરવા જોઈએ.

એવી માન્યતાઓછે કે, શિવભકતોને શિવલિંગ પર ચઢાવવાના પ્રસાદને ગ્રહણ ન કરવો જોઈએ, કારણ કે આ કરવું દુર્ભાગ્ય ગણાય છે અને આ કારણે રૂપિયાનું નુકશાન અને બીમારીઓ પણ થઇ શકે છે.

5 021218110140 1 મહાશિવરાત્રિના પર્વ પર આ કામ ભૂલીને પણ ન કરતા, થઇ શકે છે નુકશાન

એવું કહેવામાં આવે છે કે, શિવરાત્રી પર ભક્તોએ સુવાની જગ્યાએ જાગરણ કરવી જોઈએ. રાત્રિ જાગરણના સમયે ભગવાન શંકરની આરતી કરવી જોઈએ. વ્રતને તોડવા માટે બીજા દિવસની સવારે સ્નાન બાદ પ્રસાદ ગ્રહણ કરીને તમે મુક્ત થઇ શકો છો.

મહાશિવરાત્રિએ આ ચીજવસ્તુઓ ન ચઢાવી જોઈએ.

images 8 મહાશિવરાત્રિના પર્વ પર આ કામ ભૂલીને પણ ન કરતા, થઇ શકે છે નુકશાન

મહાશિવરાત્રિએ શિવલિંગ પર તુલસીના પણ ન ચઢાવા જોઈએ. શિવલિંગ પર દૂધ ચઢાવવા પહેલા ધ્યાનમાં રાખવું જોઈએ કે કોઈ પેકેટ કે પેશ્ચ્યુરાઈઝ દુધનો ઉપયોગ ન કરવો જોઈએ. શિવલિંગ પર ઠંડુ દૂધ જ ચઢાવવું જોઈએ.

શિવલીંગ પર અભિષેક એવા પત્રથી કરવો જોઈએ કે જે સોનું, ચાંદી અને પિત્તળમાંથી બનેલું હોય. અભિષેક માટે કોઈ પણ દિવસ સ્ટીલ તેમજ પ્લાસ્ટીકના પત્રનો ઉપયોગ ન કરવો જોઈએ.

ભગવાન શિવને ભૂલીને પણ કરણ કે ચંપાનું ફૂલ ન ચઢાવું જોઈએ. એવ કહેવામાં આવે છે કે, આ ફૂલોને ભગવાન શંકરે શાપિત કર્યા છે.