અંબાજી/ ચાચરચોકમાં ગરબા માટેનો નિયમ બદલાયો, જાણો શું કરાયો ફેરફાર

અંબાજી મંદિર ચાચરચોકમાં આજથી નિયમ બદલાશે.  નિયમમાં આ પ્રમાણે ફેરફાર કરવામાં આવ્યો છે. મહિલા પુરુષો ચાચર ચોકમાં એકસાથે ગરબા રમી શકશે.

Gujarat
YouTube Thumbnail 87 3 ચાચરચોકમાં ગરબા માટેનો નિયમ બદલાયો, જાણો શું કરાયો ફેરફાર

દેશભરમાં નવરાત્રીની શરૂઆત થઈ ગઈ છે. નવરાત્રી પહેલા અંબાજી મંદિરમાં ગરબાને લઈને કેટલાક નિયમો બનાવવામાં આવ્યા હતા. જેમાં મંદિરમાં પુરુષો અને મહિલાઓ સાથે ગરબા નહીં રમી શકે. મહિલા અને પુરુષ ખેલૈયાઓ માટે ગરબા રમવાની અલગ અલગ વ્યવસ્થા કરવામાં આવી હતી. ચાચરચોકમાં માત્ર મહિલાઓ જ ગરબા રમી શકશે જ્યારે પુરુષો પીત્તળના ગેટની બહાર ગરબા રમવાના રહેશે.

હવે અંબાજી મંદિર ચાચરચોકમાં આજથી નિયમ બદલાશે.  નિયમમાં આ પ્રમાણે ફેરફાર કરવામાં આવ્યો છે. મહિલા પુરુષો ચાચર ચોકમાં એકસાથે ગરબા રમી શકશે. પરંતુ બંને માટે અલગ અલગ વ્યવસ્થા કરવામાં આવશે. મહિલાઓ અને પુરુષો માટે અલગ વ્યવસ્થા કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, પહેલાં માત્ર મહિલાઓ જ ચાચર ચોકમાં ગરબા રમશે તેવો નિર્ણય લેવામાં આવ્યો હતો.

નવો નિયમ બીજા નોરતાથી જ લાગુ કરવામાં આવ્યો છે. તેને લઈને મહિલાઓ અને પુરુષો અલગ અલગ વ્યવસ્થા પ્રમાણે ચાચરચોકમાં જ માતાજીના ગરબા રમી શકશે.મંદિર સમિતી દ્વારા લેવામાં આવેલા નિર્ણય મુજબ., ગરબા રમવા કે જોવા આવનારે ફરજીયાત આઈકાર્ડ બતાવવાનું રહેશે. ચાચરચોકમાં પ્રવેશવા માટે આધારકાર્ડ, લાઈસન્સ સહિતના ડોક્યુમેન્ટ બતાવવાના રહેશે અને આ બાદ જ એન્ટ્રી મળશે.


whatsapp ad White Font big size 2 4 ચાચરચોકમાં ગરબા માટેનો નિયમ બદલાયો, જાણો શું કરાયો ફેરફાર


આ પણ વાંચો:સાયબર ક્રાઈમ બ્રાન્ચની ટીમને મળી સફળતા, 4.67 લાખની કરવામાં આવી છેતરપિંડી

આ પણ વાંચો:મનોદિવ્યાંગ સગીરા પર પાંચ નરાધમોએ એક વર્ષ સુધી ગુજાર્યું દુષ્કર્મ

આ પણ વાંચો:ગુજરાત સહિત સાબરકાંઠામાં પૂર્ણ થઈ વન્ય પશુઓની ગણતરી, વન્ય જીવ પ્રેમીઓમાં છવાયો ભારે આનંદ

આ પણ વાંચો:માંજલપુરમાં મહિલા ચીસો પાડતી રહી છતાં યુવાન મારતો રહ્યો માર, જુઓ વીડિયો