Not Set/ વર્ષો જૂના ભુંગામાં રહેતા લોકોથી પ્રભાવિત જર્મન પ્રવાસી અહીંના લોકોને ભૂંગો બનાવવા પોતાની સાથે લઇ ગયા હતા

કચ્છ પ્રવાસનની નજરે ખૂબ વિકસ્યું છે ત્યારે અવારનવાર અહીં દેશ વિદેશથી પ્રવાસીઓ મુલાકાત લેવા આવતા હોય છે ત્યારે આ ગામની મુલાકાત દરમિયાન જર્મનીથી આવેલ પ્રવાસીઓ આ ભુંગો જોઈને પ્રભાવિત થયા હતા

Gujarat Others Trending
crow 14 વર્ષો જૂના ભુંગામાં રહેતા લોકોથી પ્રભાવિત જર્મન પ્રવાસી અહીંના લોકોને ભૂંગો બનાવવા પોતાની સાથે લઇ ગયા હતા

સરહદી જિલ્લા કચ્છના બન્ની વિસ્તારનું હોડકો ગામ કે જ્યાં આજે પણ લોકો ભુંગા અને નળિયા વાળા ઘરમાં રહે છે. અહીં 100 વર્ષથી પણ વધારે આયુષ્યનો ભુંગો આવેલું છે જેમાં આજે પણ લોકો રહે છે. પાકા મકાન કરતા ભુંગામાં રહેવું  અહીં ના લોકોને વધારે અનુકૂળ આવે છે. અહીંના ભુંગો જોઈને જર્મનથી આવેલ પ્રવાસી પણ અત્યંત પ્રભાવિત થાય છે. અને એક્વર તો અહીંના લોકોને ભૂંગો બનાવવા જર્મની લઇ ગયા હતા

હોડકોએ કચ્છ જિલ્લાના ભુજ તાલુકામાં આવેલું છે. અહીં 400 જેટલા પરિવારો રહે છે અહીં મુખ્યત્વે જત, મારવાડા,મુસ્લિમ અને દલિત જાતિના લોકો રહે છે. 100 વર્ષથી વધુ આયુષ્ય ધરાવતાં ભુંગમાં આજે પણ લોકો રહે છે .

હોડકો ગામમાં 100 વર્ષથી પણ જૂના ભુંગા આવેલા છે. અહીં મુખ્યત્વે દેશી અને માંગરોઇ નળિયાવાળા ઘરો આવેલા છે. અહીંના લોકોને આજે પણ ભુંગામાં રહેવાનું પસંદ કરે છે. અમુક લોકો પાસે પાકા મકાન પણ છે પરંતુ લોકોને ભુંગામાં રહેવાનું વધુ અનુકૂળ આવે છે.

crow 15 વર્ષો જૂના ભુંગામાં રહેતા લોકોથી પ્રભાવિત જર્મન પ્રવાસી અહીંના લોકોને ભૂંગો બનાવવા પોતાની સાથે લઇ ગયા હતા

પેઢી દર પેઢી લોકો અહીં રહે છે

ગામમાં રહેતા સુમારભાઈ ભૂરા 105 વર્ષ જૂના ભુંગામાં રહે છે. તેઓના વડીલ અહીં 250 થી 300 વર્ષ પૂર્વેથી રહેતા આવ્યા છે.  અને હવે પેઢી દર પેઢી અહીં જ રહે છે. આ ભુંગા મુખ્યત્વે માટીના બનેલા હોય છે જેમાં લાકડાઓનો પણ ઉપયોગ કરવામાં આવે છે તથા છત માટે  જુદાં જુદાં પ્રકારના ઘાસનો ઉપયોગ કરવામાં આવે છે.

ભુંગામાં ઠંડક માટે છાણનું લીપણ

ભુંગાની બનાવટમાં છાણનું લીપણ કરવામાં આવે છે જેના લીધે ભુંગામાં ઠંડક રહે છે આ ઉપરાંત ભુંગાની અંદરની બાજુએ માટીકામ કરીને તેને સુશોભિત કરવામાં આવે છે અને લાકડાઓનો ઉપયોગ કરીને ભુંગાની છતને ભુંગાની દીવાલો સાથે ટેકો આપવામાં આવે છે. ઘણા વર્ષો સુધી કોઈ પણ જાતનું નુકસાન ભુંગાને થતું નથી. આ ભુંગાની ખાસિયત એ છે કે આમાં ના તો વરસાદ આવે છે કે ના તો તડકો આવે છે અને આવા ભુંગામાં સો-સો વર્ષ સુધી કોઈ જાતનું નુકસાન પણ નથી થતું.

crow 16 વર્ષો જૂના ભુંગામાં રહેતા લોકોથી પ્રભાવિત જર્મન પ્રવાસી અહીંના લોકોને ભૂંગો બનાવવા પોતાની સાથે લઇ ગયા હતા

Germnay ના લોકો 100 વર્ષ જૂનો ભુંગો જોઈ થયા પ્રભાવિત

કચ્છ પ્રવાસનની નજરે ખૂબ વિકસ્યું છે ત્યારે અવારનવાર અહીં દેશ વિદેશથી પ્રવાસીઓ મુલાકાત લેવા આવતા હોય છે ત્યારે આ ગામની મુલાકાત દરમિયાન જર્મનીથી આવેલ પ્રવાસીઓ આ ભુંગો જોઈને પ્રભાવિત થયા હતા અને તેમને સુમારભાઈને આવો જ ભુંગો Germanyના Leipzig Cityમાં બનાવી આપવા વાત કરી હતી. તો વર્ષ 2005માં Germnayના Leipzig Cityમાં આવેલ Grassi Museumમાં બનાવી આપ્યો હતો.

જાણો શું કહ્યું આ ભુંગામાં રહેનારે?

100 વર્ષથી જૂના ભુંગામાં રહેતા સુમારભાઈ ભુરાએ મીડિયા સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે અત્યારે મકાન પાકા થઈ ગયા છે છતાં પણ એમને ભુંગામાં રહેવાનું ફાવે છે.

crow 17 વર્ષો જૂના ભુંગામાં રહેતા લોકોથી પ્રભાવિત જર્મન પ્રવાસી અહીંના લોકોને ભૂંગો બનાવવા પોતાની સાથે લઇ ગયા હતા

ભૂંગા એટલે તે ગાર માટીના બનેલા ઝૂંપડા

ભૂંગા એટલે તે ગાર માટીના બનેલા ઝૂંપડા પણ આપણા દેશી ઝૂંપડા અને કચ્છના ભૂંગામાં બહુ મોટો તફાવત હોય છે. ભૂંગા ભલે ગાર માટી અને વાંસના બનેલા હોય પરંતુ તેને ઝૂંપડા તો ક્યારે ના કહી શકાય. આ ભૂંગાનો આકાર ગોળ અને તેની દિવાલો અંદર અને બહાર બંને તરફથી ગાર માટી, ઘાસ અને લત વાંસની બનેલી હોય છે. આ ભૂંગાની બનાવટમાં એવું ઇજનેરી કૌશલ્ય પ્રયોજવામાં આવ્યું હોય છે કે તેમાં સખત ઉનાળામાં 46 ડીગ્રી. સે. તાપમાનમાં પણ ભૂંગાની અંદર બફારો કે ગરમી નથી લાગતી, પણ ઠંડક લાગે છે. જ્યારે શિયાળામાં બે અંશ સે. તાપમાને અંદર હુંફાળું વાતાવરણ હોય છે. અહીં વિષમ આબોહવા સામે ભૂંગા લોકોને રક્ષણ આપે છે. આ ભૂંગાઓ ખાસ કરીને કચ્છના રણ વિસ્તારમાં વધુ જોવા મળે છે. ભૂંગા તો વર્ષો પહેલાં હાલના રહેતા મલિકાના વડવાઓએ બનાવેલા હાય છે.

crow 18 વર્ષો જૂના ભુંગામાં રહેતા લોકોથી પ્રભાવિત જર્મન પ્રવાસી અહીંના લોકોને ભૂંગો બનાવવા પોતાની સાથે લઇ ગયા હતા

તેનું દર વર્ષે નવીનીકરણ અને રંગરોગાણ કરવામાં આવે છે. સ્ત્રીઓ દર દિવાળી પહેલા ભૂંગાની અંદર અને બહારની દિવાલો પર જુની ગાર માટીને ઉખેડી નવેસરથી ગારનું લીંપણ કરે છે. ગાર સુકાયા બાદ સ્ત્રીઓ અંદરના ભાગે સુશોભન, રંગોળી, ચિત્રો અને ડિઝાઇનો દોરે છે. આ કલાની બધી કૃતીઓ કોઇપણ લપેડા નથી હોતા પરંતુ ઉચ્ચકક્ષાના કલાકારોની બરાબરી કરી શકે તેવી કલાનો નમુના જોવા મળે છે

crow 19 વર્ષો જૂના ભુંગામાં રહેતા લોકોથી પ્રભાવિત જર્મન પ્રવાસી અહીંના લોકોને ભૂંગો બનાવવા પોતાની સાથે લઇ ગયા હતા

ભૂંગાની અદભૂત વાત તો એ છે કે, 2001માં કચ્છ ભૂકંપમાં જ્યારે મોટાભાગના મકાનો, રહેણાંક અને બિલ્ડીંગોને અસર થઇ હતી ત્યારે અનેક માણસોની જાનહાની થઇ હતી. ત્યારે કચ્છનો એક પણ ભુંગો પડી ભાગ્યો ન હતો. અને ભૂંગામાં રહેનાર કોઇ માનવીને ઇજા પણ થઇ ન હતી. કચ્છમાં ભૂકંપ બાદ ઘોરડો (રણ)માં તો બધેજ ભૂંગા બન્યા હતા. હવે તો ડિઝાઇનર અને કલાત્મક ભૂંગાઓ બની રહ્યા છે. કચ્છમાં આવતા વિદેશીઓ પણ હોટલમાં રહેવા કરતા ભૂંગામાં રહેવાનું વધારે પસંદ કરે છે. આ કારણે કેટલીક ફાઇવસ્ટાર હોટેલો ભૂંગામાં ફેરવાઇ ગઇ છે.