Not Set/ થાઈલેન્ડમાં બોટ દુર્ઘટનામાં ૪૦થી વધુ લોકોના મોત થયા

  ૩ લોકોને બચાવવામાં સફળતા મળી : બોટમાં સવાર તમામ લોકો ચીનના પ્રવાસી હોવાનુ સામે આવ્યુ હજી ૧૫થી વધુ લોકો ગુમ થાઈલેન્ડના ફુકેટમાં બોટ દુર્ઘટના બાદ હાથ ધરાયેલ બચાવ કામગીરી દરમિયાન અત્યાર સુધી ૪૦થી વધુ મૃતદેહ સમુદ્રમાંથી મળી આવ્યા છે. આ બોટ પર ચીની પ્રવાસીઓ સવાર હતા. ગુરુવારે સાંજે સમુદ્રમાં ઉભા થયેલ તોફાનના કારણે આ […]

World Trending
thailand થાઈલેન્ડમાં બોટ દુર્ઘટનામાં ૪૦થી વધુ લોકોના મોત થયા

 

૩ લોકોને બચાવવામાં સફળતા મળી : બોટમાં સવાર તમામ લોકો ચીનના પ્રવાસી હોવાનુ સામે આવ્યુ

હજી ૧૫થી વધુ લોકો ગુમ

થાઈલેન્ડના ફુકેટમાં બોટ દુર્ઘટના બાદ હાથ ધરાયેલ બચાવ કામગીરી દરમિયાન અત્યાર સુધી ૪૦થી વધુ મૃતદેહ સમુદ્રમાંથી મળી આવ્યા છે. આ બોટ પર ચીની પ્રવાસીઓ સવાર હતા. ગુરુવારે સાંજે સમુદ્રમાં ઉભા થયેલ તોફાનના કારણે આ ટુરીસ્ટ બોટ દુર્ઘટનાનો ભોગ બની હતી. ત્યારબાદ બચાવ કામગીરી શરુ કરવામાં આવી હતી.

થાઈલેન્ડની નેવીના એક અધિકારીએ જણાવ્યુ હતું કે અત્યાર સુધી ૪૦થી વધુ લોકોના મૃતદેહ મળી આવ્યા છે. જ્યારે હજી ૧૫ જેટલા લોકો ગુમ છે. જોકે દુર્ઘટનાને બે દિવસ જેટલો સમય થઈ ચુક્યો છે ત્યારે હવે કોઈ જીવતુ હોય તેવી શક્યતા ખૂબ જ નહિવત છે.

કેટલાક સ્થાનિક લોકોએ દરીયાની આસપાસના વિસ્તારમાં કેટલાક મૃતદેહ જોવા મળ્યાનો દાવો કર્યો છે. તેમજ થાઈલેન્ડ નેવીના એડમીરલ ચોરેનફોન ખુમરાસીએ જણાવ્યુ હતું કે કેટલાક મૃતદેહો બોટની અંદર ફસાયા હોવાનુ અનુમાન છે જેમને બહાર કાઢવા પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. જ્યારે ૩ જેટલા મુસાફરોને બચાવવામાં સફળતા મળી છે, જેમને હોસ્પિટલ સારવાર અર્થે ખસેડાયા છે.

દુર્ઘટનાનો ભોગ બનેલ એક મહિલાએ જણાવ્યુ હતું કે અમે નીકળ્યા ત્યારે વાતાવરણ સ્વચ્છ હતુ. અમને અંદાજ પણ નહતો કે વાતાવરણમાં આટલી ઝડપી પરિવર્તન આવશે. બોટમાં કુલ ૫૬ લોકો સવાર હતા, સુત્રોનો દાવો છે કે થાઈલેન્ડના ઈતિહાસની આ અત્યાર સુધીની સૌથી ભયંકર બોટ દુર્ઘટના છે. જ્યારે સરકારનુ કહેવુ છે કે હવામાન વિભાગે પહેલાથી જ ખરાબ હવામાનની આગાહી કરી હતી, તેમ છતા પ્રવાસીઓ બોટ લઈને સમુદ્રમાં ગયા હતા.