Not Set/ દેશની રાજકીય પાર્ટીને આટલા રૂપિયા ફંડમાં મળ્યા,સૈાથી વધારે કઇ પાર્ટીને મળ્યા જાણો…

ADR-નેશનલ ઇલેક્શન વોચે પાંચ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં 2021ની વિધાનસભા ચૂંટણી દરમિયાન કુલ 19 રાજકીય પક્ષો દ્વારા પ્રાપ્ત નાણાં અને ખર્ચનું વિશ્લેષણ કર્યું હતું.

Top Stories India
CONGRESS123445 દેશની રાજકીય પાર્ટીને આટલા રૂપિયા ફંડમાં મળ્યા,સૈાથી વધારે કઇ પાર્ટીને મળ્યા જાણો...

ADR-નેશનલ ઇલેક્શન વોચે પાંચ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં 2021ની વિધાનસભા ચૂંટણી દરમિયાન કુલ 19 રાજકીય પક્ષો દ્વારા પ્રાપ્ત નાણાં અને ખર્ચનું વિશ્લેષણ કર્યું હતું.પાંચ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં 2021ની વિધાનસભા ચૂંટણી દરમિયાન ભાજપ અને કોંગ્રેસ સહિત 19 રાજકીય પક્ષોએ રૂ. 1,100 કરોડથી વધુ મેળવ્યા અને રૂ. 500 કરોડથી વધુનો ખર્ચ કર્યો. આનો મોટો હિસ્સો સ્ટાર પ્રચારકો અને મુસાફરી ખર્ચ અને કમર્શિયલ પાછળ ખર્ચાયો છે

આસામ, કેરળ, તમિલનાડુ, પશ્ચિમ બંગાળ અને પુડુચેરીમાં વિધાનસભાની ચૂંટણી દરમિયાન, ભાજપને સૌથી વધુ 611.692 કરોડ રૂપિયા મળ્યા અને પાર્ટીએ  252 કરોડ રૂપિયા ખર્ચ્યા છે. એસોસિયેશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR) અને નેશનલ ઇલેક્શન વોચના અહેવાલમાં જણાવાયું છે કે, એકંદરે, પાર્ટીએ મીડિયા જાહેરાતો સહિત પ્રચાર પર રૂ. 85.26 કરોડ અને સ્ટાર પ્રચારકો અને અન્ય નેતાઓના પ્રવાસ ખર્ચ પર રૂ. 61.73 કરોડ ખર્ચ્યા છે.

કોંગ્રેસને 193.77 કરોડ રૂપિયાની બીજી સૌથી વધુ રકમ મળી અને તેણે 85.625 કરોડ રૂપિયા ખર્ચ્યા. જેમાં પ્રચાર માટે રૂ. 31,451 કરોડ અને મુસાફરી ખર્ચના રૂ. 20.40 કરોડનો સમાવેશ થાય છે. ડીએમકેને ત્રીજી સૌથી વધુ રકમ રૂ. 134 કરોડ મળી અને કુલ રૂ. 114.14 કરોડ ખર્ચ્યા. પાર્ટીએ પ્રચાર માટે રૂ. 52.144 કરોડ અને તેના સ્ટાર પ્રચારકો અને અન્ય નેતાઓના પ્રવાસ ખર્ચ માટે રૂ. 2.414 કરોડનો ખર્ચ કર્યો હતો. રિપોર્ટમાં જણાવાયું છે કે ચૂંટણી દરમિયાન CPI(M)ને રૂ. 79.244 કરોડ, TMCને રૂ. 56.328 કરોડ, AIADMKને રૂ. 14.46 કરોડ અને CPIને રૂ. 8.05 કરોડ મળ્યા હતા.

જ્યાં CPI(M) એ કુલ રૂ. 32.74 કરોડ ખર્ચ્યા હતા, જેમાંથી રૂ. 21.509 કરોડ પ્રચાર પાછળ અને રૂ. 1.173 કરોડ પ્રવાસ ખર્ચ પર ખર્ચ્યા હતા. ચૂંટણી દરમિયાન AIADMKનો કુલ ખર્ચ રૂ. 57.33 કરોડ હતો અને તેમાંથી રૂ. 56.756 કરોડનો ખર્ચ પ્રચાર પર થયો હતો. રિપોર્ટ અનુસાર, CPIએ ચૂંટણીમાં 5.68 કરોડ રૂપિયા ખર્ચ્યા છે, જેમાંથી 3.506 કરોડ રૂપિયા પ્રચાર પર ખર્ચવામાં આવ્યા છે.

ADR-નેશનલ ઇલેક્શન વોચે પાંચ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં 2021ની વિધાનસભા ચૂંટણી દરમિયાન કુલ 19 રાજકીય પક્ષો દ્વારા પ્રાપ્ત નાણાં અને ખર્ચનું વિશ્લેષણ કર્યું હતું. BJP, Congress, BSP, NCP, TMC, CPI(M), CPI, DMK, AIMIM, CPI(ML)(L), AIFB, AGP, AIADMK, PMK, SP સહિત 19 પક્ષોના ભંડોળ અને ખર્ચનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું. એડીઆરએ તેના અહેવાલમાં જણાવ્યું છે કે 2021માં આસામ, કેરળ, તમિલનાડુ, પશ્ચિમ બંગાળ અને પુડુચેરી વિધાનસભા ચૂંટણી દરમિયાન 19 રાજકીય પક્ષો દ્વારા એકત્ર કરાયેલ કુલ નાણાં 1,116.81 કરોડ રૂપિયા હતા અને કુલ ખર્ચ 514.30 કરોડ રૂપિયા હતો.