Not Set/ આજે શરુ થયેલી લીલી પરકમ્મા(પરીક્રમા)માં જોડાયા 1 લાખથી વધુ લોકો, પૂનમ સુધી ચાલશે, આવું છે મહત્વ

અતિપાવનકારી ગિરનારની પરીક્રમાની શરૂઆત થઇ ગઇ છે. શ્રદ્ધા સાથે અનેક ભકતોએ પરીક્રમાના રૂટ પર ચાલવાની શરૂઆત કરી દીધી છે. આજે પ્રથમ દિવસે લગભગ એક લાખથી વધુ ભકતો આવ્યા છે. હજુ પરીક્રમાના અંત સુધીમાં આંકડો દસ લાખથી ઉપર પહોચે તેવી શકયતા છે. દેવઉઠી અગિયારસ કે દેવદિવાળી શરુ થઇ પાંચ દિવસ ચાલનારી આ યાત્રામાં માનમહેરામણ ઉમટી પડયુ […]

Gujarat Others
pjimage 11 આજે શરુ થયેલી લીલી પરકમ્મા(પરીક્રમા)માં જોડાયા 1 લાખથી વધુ લોકો, પૂનમ સુધી ચાલશે, આવું છે મહત્વ

અતિપાવનકારી ગિરનારની પરીક્રમાની શરૂઆત થઇ ગઇ છે. શ્રદ્ધા સાથે અનેક ભકતોએ પરીક્રમાના રૂટ પર ચાલવાની શરૂઆત કરી દીધી છે. આજે પ્રથમ દિવસે લગભગ એક લાખથી વધુ ભકતો આવ્યા છે. હજુ પરીક્રમાના અંત સુધીમાં આંકડો દસ લાખથી ઉપર પહોચે તેવી શકયતા છે. દેવઉઠી અગિયારસ કે દેવદિવાળી શરુ થઇ પાંચ દિવસ ચાલનારી આ યાત્રામાં માનમહેરામણ ઉમટી પડયુ છે. ભકતો માટે યાત્રા દરમિયાન પ્રસાદની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. જયારે શ્રધ્ધાળુઓને તકલીફ ન પડે તે માટે તંત્ર પણ સજજ છે.

ગિરનારએ અગ્નિકૃત પર્વત છે. જેના ઉપર સિધ્ધચોરાસી સંતોનાં બેસણા છે. સંતો-શુરાઓ અને સતીઓની આ પાવનકારી ભૂમિ છે, કે જેના કણ કણમાં આદિ કવિ નરસિંહ મહેતા, સાહિત્યકારો, કવિઓ અને જગવિખ્યાત ગિરના સાવજની જગપ્રસિધ્ધીની મહેક પ્રસરી રહી છે. આવી આ ધરતીને માથે ચડાવવા ઘણા વર્ષોથી ગીરનારની પરિક્રમા યોજય છે અને દરવર્ષેની જેમ આ વર્ષ પણ યોજાય છે. પરિક્રમા શરૂ કરતાં પહેલાં આ પરિકર્માના પ્રવેશ દ્વાર પર લોકો કંકુ ચોખાનો સાથિયો કરીને દિવા અને અગરબત્તી કરી તળેટીની પ્રવેશ કરે છે.

ગિરનારની પરીક્રમાને લોકભાષામાં પરકમ્મા અને લીલી પરકમ્મા પણ કહેવાય છે. ગરવા ગિરનારની ફરતે યોજાતી આ 36 કી.મી.ની ચાર દિવસ પરિક્રમામાં જુદા જુદા સ્થળોએથી ભકતો આવે છે. ચાર દિવસ દરમિયાન કેડીઓ, ધુળીયા રસ્તાઓ, ડુંગરો, નાના મોટા ઝરણાઓ, સોળેકળાએ ખીલેલી વનરાઈ અને કુદરતી સૌંદર્ય જે કાશ્મીરની વાદીઓને યાદ કરાવે છે. જે યાત્રિકોને મંત્રમુગ્ધ કરે છે અને આશરે 36 કી.મી.નો પગપાળા રસ્તો કયારે પુર્ણ થઈ જાય છે અને થાક પણ કયાં ગાયબ થઈ જાય છે તે ખબર પડતી નથી.

આ પરિક્રમા કારતક સુદ અગીયારસે ચાલુ થાય છે અને પૂનમને દિવસે પુર્ણ થાય છે. આ પરિક્રમા કેટલા સમયથી શરૂ થઈ તેનો પાકો સમય મળતો નથી. પરંતુ અગાઉના સમયમાં ફકત સાધુ-સંતો જ કોઈ પણ જાતનાં સરસામાન લીધા વિના કરતા હતા અને તે દરમિયાન ભજન ભકિત થતી હતી. ત્યાર બાદ સમય બદલાતા,આ પરીક્રમા સંસારી માણસો પણ કરવા લાગ્યા જેમાં ભોજન પ્રસાદ થવા લાગ્યો અને સામાજીક સંસ્થાઓ દ્વારા અન્નક્ષેત્ર પણ ચલાવવામાં આવે છે.

જુનાગઢ ભવનાથ ખાતે લીલી પરિક્રમાનો પ્રારંભ થયો છે ત્યારે તેમાં મોટી સંખ્યામાં સાધુ-સંતો પણ જોડાવાના છે ત્યારે ગોરખનાથ આશ્રમના મહંત શેરનાથબાપુ જણાવ્યું હતું કે મોક્ષના માર્ગ ની પ્રાપ્તિ માટે આ પરીક્રમા કરવામાં આવતી હોય છે તેમજ શંકર ભગવાન આજના દિવસે પાતાળલોકમાં દેખરેખ માટે જાય છે જેથી આજની પરિક્રમા શરૂ કરવામાં આવે છે તેમજ ગિરનાર 50 કરોડ દેવી-દેવતાઓનો વાસ છે જેથી ગિરનારની લીલી પરિક્રમાનો ખૂબ જ મહત્વ રહેલું છે. ગિરનારની આ પરિક્રમા સ્વયંભુ છે.

આ પરિક્રમાનું મહત્વ ખાસતો એટલા માટે વધી જાય છે, કારણકે આવા ધાર્મિક સ્થળે એક સાથે અલગ અલગ પ્રાંત, રીતરીવાજ અને પહેરવેશનાં લોકોની સંસ્ક્રુતિને જાણવાનો મોકો મળે છે. શહેરની તમામ સુખ સુવિધાથી દુર પ્રક્રુતિનાં ખોળે અને જંગલના ઘટાટોપ વનરાઈની વચ્ચે ખળખળ વહેતા ઝરણાઓની સંગાથે સુમધુર કરતા પક્ષીઓનાં કલરવ સાથે પ્રક્રુતિની ગોદમાં જીવનનાં ત્રિવિધ તાપથી રાહત મેળવવા તેમજ તમામ પ્રકારનાં દુ:ખ ભુલીને આવનાર સમયમાં બને તેટલું યથા શક્તિ પુણ્યનું ભાથુ બાંધવા માટે પરમ સત્યને પામવા માટે આ પગપાળા પરિક્રમા યોજાય છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.