Not Set/ ખેડૂતોને થયેલા નુકસાનનો સર્વે ઝડપથી કરવાની CM રૂપાણીએ આપી કૃષિ વિભાગને સૂચના

ગુજરાતભરમાં જ્યારે કમોસમી વરસાદ અને મહા વાવાઝોડાથી ગુજરાતના ખેડૂતોને નુકસાન થયેલું છે અને જગનો તાત બેહાલ જોવામાં આવી રહ્યો છે. ત્યારે ગુજરાતના CM વિજય રૂપાણી દ્વારા કમોસમી વરસાદ અને મહા વાવાઝોડાથી ગુજરાતના ખેડૂતોને થયેલા નુકસાનનો સર્વે ઝડપથી કરવાની સૂચના કૃષિ વિભાગને આપી દેવામાં આવી છે. મુખ્યમંત્રી રૂપાણીની અધ્યક્ષતામાં નુકસાનીના સર્વે મુદ્દે ગાંધીનગરમાં મળેલી ઉચ્ચ સ્તરીય બેઠક […]

Top Stories Gujarat Others
rupani cabinetN ખેડૂતોને થયેલા નુકસાનનો સર્વે ઝડપથી કરવાની CM રૂપાણીએ આપી કૃષિ વિભાગને સૂચના

ગુજરાતભરમાં જ્યારે કમોસમી વરસાદ અને મહા વાવાઝોડાથી ગુજરાતના ખેડૂતોને નુકસાન થયેલું છે અને જગનો તાત બેહાલ જોવામાં આવી રહ્યો છે. ત્યારે ગુજરાતના CM વિજય રૂપાણી દ્વારા કમોસમી વરસાદ અને મહા વાવાઝોડાથી ગુજરાતના ખેડૂતોને થયેલા નુકસાનનો સર્વે ઝડપથી કરવાની સૂચના કૃષિ વિભાગને આપી દેવામાં આવી છે.

મુખ્યમંત્રી રૂપાણીની અધ્યક્ષતામાં નુકસાનીના સર્વે મુદ્દે ગાંધીનગરમાં મળેલી ઉચ્ચ સ્તરીય બેઠક બાદ ડે. સીએમ નીતિન પટેલે કહ્યું કે પાંચ લાખ હેક્ટર જમીનમાં સર્વે થઈ ચૂક્યો છે. કુલ 7 લાખ હેક્ટર જમીનમાં નુકસાનીનો અંદાજ સરકારને છે. સર્વે થઈ જાય અને અહેવાલ આવશે, ત્યારબાદ ખેડૂતોને ચૂકવણું કરાશે. પટેલ દ્વારા વધુમાં જણાવવામાં આવ્યું હતું કે,  મહા વાવાઝોડાના કારણે તૈયાર પાકને થયેલા નુકસાનનો સર્વે પણ શરૂ કરાયો છે. સાથે જ ઉદારતાથી સર્વે કરવા કૃષિ વિભાગને સૂચના અપાઈ છે.

નીતિન પટેલે કહ્યું કે લાંબા સમય સુધી વરસાદ પડતા પાણી નિકાલની વ્યવસ્થા ન હોય તેવા વિસ્તારોમાં સૌથી વધુ નુકસાન થયું છે. રાજ્યના જે કોઈ પણ જે ખેડૂતને નુકસાન થયું છે તેમને સહાય મળશે. ઉપરાંત સરકાર વીમા કંપનીઓ સાથે સતત સંપર્કમાં હોવાનું પણ નીતિન પટેલે જણાવ્યું. આગામી કેબિનેટની બેઠકમાં કૃષિ વિભાગ સર્વે સાથે જોડાયેલા આંકડા રજૂ કરશે. અત્યારે 22 જિલ્લામાં સર્વેની કામગીરી ચાલી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.