મોંઘવારી/ હિંમતનગરમાં હેબતાઈ જવાય તેવા છે શાકભાજીનાં ભાવ : રૂ.100માં માંડ મળશે એક કિલો શાક

શાકભાજી, ફાળો અમે ફૂલો જેવા રોકડીયા પાકને ભારે નુકસાન થતા ઉત્પાદનમાં ઘટાડો નોંધાયો છે અને તેના કારણે બજારમાં આવક ઘટી ગઈ છે.

Top Stories Gujarat Others
શાકભાજી

(himmatnagar) GST બાદ જીવન જરૂરિયાતની તમામ ચીજવસ્તુઓ મોંઘી થઇ છે. એક તરફ જરૂરી વસ્તુઓ મોંઘી તો બીજી તરફ વરસાદના કારણે શાકભાજી પણ રૂ.100ને પાર થઈ ગયું છે. આમ મોંઘવારીનો માર સહન કરવાનો વારો તો સામાન્ય માણસનો જ આવ્યો છે. શાકભાજી…..

સમગ્ર રાજ્યમાં મેઘમહેર થતા શાકભાજીનાં ભાવમાં ભારેખમ વધારો થયો છે. મોટા ભાગ વિસ્તારોમાં ખેતરોમાં પાણી ફરી વળ્યા છે. શાકભાજી, ફાળો અમે ફૂલો જેવા રોકડીયા પાકને ભારે નુકસાન થતા ઉત્પાદનમાં ઘટાડો નોંધાયો છે અને તેના કારણે બજારમાં આવક ઘટી ગઈ છે. જેના કારણે હાલ તો ભાવ આસમાને પહોંચી ગયા છે.  હોલ સેલ માર્કેટમાં પણ રૂ.60થી લઈ 100 રૂપિયા પ્રતિ કિલોનાં ભાવ પર માત્ર એક કિલો શાકભાજી વેચાય છે. તો છુટક વેપારીએ રૂ.80થી લઈને 150માં વેચાણ કરી રહ્યા છે.

સાબરકાંઠા જીલ્લામાં સૌથી વધુ શાકભાજીનું વાવેતર થાય છે. જેમાં ખાસ કરીને કોબીજ, ફુલાવર, ગવાર, દુધી, ગલકા, કારેલા સહિતની શાકભાજીનું વધુ ઉત્પાદન થતુ હોય છે. પરંતુ આ વર્ષે વરસાદ વધુ થતા ખેડૂતો રાજી થયા હતા પરંતુ અત્યારે શાકભાજીના પાકમાં નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે. એક બાજુ ખેડુતોને શાકભાજીના સારા ભાવ મળે છે તેની ખુશી છે પરંતુ ઉત્પાદન ઓછું થતા તેમાં નુકસાન થઈ રહ્યુ છે અને સામે પક્ષે સામાન્ય માણસને મોંઘવારીનો માર સહન કરવાનો વારો આવ્યો છે.

હિંમતનગરનાં શાકભાજી માર્કેટમાં રૂ. 300થી લઈને રૂ.1800નાં ભાવે 20 કિલો શાકભાજી મળી રહી છે.

ભીંડા રૂ.1000 થી 1100

ગવાર રૂ.1400 થી 1500

ચોળી રૂ.1500 થી 1600

ફુલાવર રૂ.600 થી 700

વાલોળ રૂ.1800 થી 2000

કોબીજ રૂ.600 થી 700

કરેલા રૂ.600 થી 700

રીંગણ રૂ.300 થી 400

મરચા રૂ.1000 થી 1100

આ પણ વાંચો : સી.આર.પાટીલને પદભારના 2 વર્ષ પૂર્ણ | 92 ટકા સીટ પર જીત મેળવી | પેજ સમિતિ પર ફોકસ કરી 53 લાખની નોંધ કરાવવામાં રહ્યા સફળ