Covid-19/ દેશમાં સતત ઘટી રહ્યા છે કોરોનાનાં Active કેસ, 253 દિવસમાં સૌથી નીચા સ્તરે

નવા કોરોનાવાયરસ સંક્રમણમાં દૈનિક વધારો સતત 27 દિવસથી 20,000 ની નીચે રહ્યો છે અને સતત 130 દિવસથી દરરોજ 50,000 થી ઓછા નવા કેસ નોંધાયા છે. Active કેસોની સંખ્યા ઘટીને 1,48,922 થઈ ગઈ છે.

Top Stories India
કોરોના એક્ટિવ કેસ

દેશમાં કોરોનાનાં કેસમાં ઉતાર-ચઢાવ યથાવત છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા જારી કરાયેલા ડેટા અનુસાર, ભારતમાં આજે 12,729 નવા કોવિડ કેસ નોંધાયા છે, જેનાથી દેશમાં સંક્રમણની સંખ્યા 3,43,33,754 થઈ ગઈ છે. આ સાથે, છેલ્લા 24 કલાકમાં 12,165 લોકો સાજા થવા સાથે, આ મહામારીમાંથી ઠીક થયેલા લોકોની સંખ્યા વધીને 3,37,24,959 થઈ ગઈ છે.

આ પણ વાંચો – Festival / દિવાળી પર લોકોએ ખૂબ ફોડ્યા ફટાકડા, વાતાવરણમાં પ્રદૂષણનું પ્રમાણ વધ્યુ

આરોગ્ય મંત્રાલયનાં ડેટા અનુસાર, Active કેસોની સંખ્યા ઘટીને 1,48,922 થઈ ગઈ છે, જે 253 દિવસમાં સૌથી નીચા સ્તર પર આવી ગઇ છે. ડેટા દર્શાવે છે કે સંક્રમણનાં કારણે મૃત્યુઆંક વધીને 459873 થયો છે, જેમાં 221 નવા મૃત્યુનો સમાવેશ થાય છે. નવા કોરોનાવાયરસ સંક્રમણમાં દૈનિક વધારો સતત 27 દિવસથી 20,000 ની નીચે રહ્યો છે અને સતત 130 દિવસથી દરરોજ 50,000 થી ઓછા નવા કેસ નોંધાયા છે. Active કેસોની સંખ્યા ઘટીને 1,48,922 થઈ ગઈ છે, જેમાં કુલ સંક્રમણનાં 0.43 ટકાનો સમાવેશ થાય છે, જે માર્ચ 2020 પછી સૌથી ઓછો છે. રાષ્ટ્રીય રિકવરી દર 98.23 ટકા નોંધાયો હતો, જે માર્ચ 2020 પછી સૌથી વધુ છે.

આ પણ વાંચો – નુકશાન / દિવાળી પર ચીનને 50 હજાર કરોડનો આર્થિક નુકશાન, સ્વદેશી ડિમાન્ડથી આર્થિક ફટકો

દિવાળીનાં દિવસે દેશમાં માત્ર 5,65,276 લોકોને જ કોરોનાની રસી આપવામાં આવી હતી, આ સાથે રસીકરણની સંખ્યા 1,07,70,46,116 થઈ ગઈ છે. વળી, તહેવારનાં દિવસે 6,70,847 લોકોનો કોરોના ટેસ્ટ પણ કરવામાં આવ્યો હતો. કેરળ હજુ પણ દેશનું સૌથી ચિંતાજનક રાજ્ય છે. છેલ્લા 24 કલાકમાં અહીં 1473 કેસ નોંધાયા છે અને દેશમાં કુલ 221 મૃત્યુમાંથી મૃત્યુઆંક 136 છે.