વિવાદ/ બોલિવૂડ પર પાકિસ્તાની કન્ટેન્ટ ચોરીનો આરોપ, સિંગરે કહ્યું- કરણ જોહરે પરવાનગી વિના….. 

પાકિસ્તાની ગાયક અબરાર-ઉલ-હકે દાવો કર્યો છે કે ટ્રેલરમાં વપરાયેલ ગીત ‘નચ પંજાબન’ તેમનું છે. આટલું જ નહીં ગીતના નિર્માતાએ કરણ જોહર અને તેની ટીમ સામે કાયદાકીય કાર્યવાહી કરવાની ધમકી પણ આપી છે.

Trending Entertainment
ગાયક અબરાર

વરુણ ધવન, કિયારા અડવાણી, અનિલ કપૂર અને નીતુ કપૂર અભિનીત બોલિવૂડ કોમેડી-ડ્રામા ફિલ્મ ‘જુગ જુગ જિયો’નું ટ્રેલર 22 મે, રવિવારે રિલીઝ કરવામાં આવ્યું છે. આ ટ્રેલરમાં ફિલ્મની વાર્તા અને સ્ટાર કાસ્ટ ઉપરાંત પંજાબી ગીત ‘નચ પંજાબન’ આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે. ટ્રેલર બહાર આવ્યું ત્યારથી આ પૈપી ગીત લોકોના હોઠ પર છે. જ્યાં એક તરફ આ ટ્રેલરને જબરદસ્ત રિસ્પોન્સ મળી રહ્યો છે તો બીજી તરફ તે વિવાદોમાં ઘેરાઈ રહ્યું છે. પાકિસ્તાની ગાયક અબરાર-ઉલ-હકે દાવો કર્યો છે તેના ગીતને કોપી કરવામાં આવ્યું છે.

વાસ્તવમાં, પાકિસ્તાની ગાયક અબરાર-ઉલ-હકે દાવો કર્યો છે કે ટ્રેલરમાં વપરાયેલ ગીત ‘નચ પંજાબન’ તેમનું છે. આટલું જ નહીં ગીતના નિર્માતાએ કરણ જોહર અને તેની ટીમ સામે કાયદાકીય કાર્યવાહી કરવાની ધમકી પણ આપી છે. ગાયક કહે છે કે તેના ગીતોનો ઉપયોગ તેને યોગ્ય ક્રેડિટ આપ્યા વિના કરવામાં આવ્યો છે.

રવિવાર, 22 મેના રોજ, ગાયક-ગીતકારે તેના ટ્વિટર એકાઉન્ટ પર લખ્યું, “મેં મારું ગીત “નચ પંજાબન” કોઈપણ ભારતીય ફિલ્મને વેચ્યું નથી. મેં તેના માટેના અધિકારો અનામત રાખ્યા છે જેથી હું નુકસાનીનો દાવો કરવા કોર્ટમાં જઈ શકું. કરણ જોહર જેવા નિર્માતાઓએ કોપી ગીતોનો ઉપયોગ ન કરવો જોઈએ આ મારું છઠ્ઠું ગીત છે જેની નકલ કરવામાં આવી રહી છે.

mahi sindhav pic 3 બોલિવૂડ પર પાકિસ્તાની કન્ટેન્ટ ચોરીનો આરોપ, સિંગરે કહ્યું- કરણ જોહરે પરવાનગી વિના..... 

ગાયકે તેના આગામી ટ્વીટમાં લખ્યું, “કોઈને પણ “નચ પંજાબન” ગાવાનું લાયસન્સ આપવામાં આવ્યું નથી. જો કોઈ દાવો કરતું હોય તો સમાધાન કરો. હું કાયદેસરની કાર્યવાહી કરીશ. આપને જણાવી દઈએ કે અબરરે આ ગીત 2000 ના દાયકાની શરૂઆતમાં ગાયું હતું અને તે સમગ્ર દક્ષિણ એશિયામાં ખૂબ પ્રખ્યાત થયું હતું.

આ પણ વાંચો:યુપીમાં તમામ પરિવારો માટે બનશે આધાર જેવું કાર્ડ, જાણો શું છે ફાયદા

આ પણ વાંચો:ન્યુઝીલેન્ડ ક્રિકેટ ટીમના કેપ્ટન કેન વિલિયમસન પિતા બન્યા,સોશિયલ મીડિયા પર પુત્રની તસવીર શેર કરી

આ પણ વાંચો: મૃત્યુઆંક પર WHO પાસેથી ‘હિસાબ’ માંગશે ભારત, દાવોસમાં મુદ્દો ઉઠાવવાની તૈયારીમાં આરોગ્ય મંત્રાલય 

logo mobile