Not Set/ OMG : સ્ટેચ્યુ ઓફ યુનિટી કરતા પણ ૬૮ મીટર ઉંચી હશે આંધ્ર પ્રદેશની વિધાનસભા

આંધ્ર પ્રદેશમાં સ્ટચ્યુ ઓફ યુનિટી કરતા પણ વધારે ઉંચી ઈમારત બનાવવાની ચર્ચાઓ થઇ રહી છે. આંધ્ર પ્રદેશના સીએમ ચંદ્રબાબુ નાયડુ અને ભાજપ વચ્ચેની દેખાદેખી અટકવાનું નામ નથી રહી. તેવામાં આ દેખાદેખીએ એક નવો મોડ લીધો છે. નાયડુ અમરાવતીમાં રાજ્યની વિધાનસભા બનાવવા માંગે છે. આ વિધાનસભાની ઉંચાઈ તેઓ ૨૫૦ મીટર જેટલી રાખવા માંગે છે. સરદાર વલ્લભભાઈ […]

Top Stories India Trending Politics
nmnm OMG : સ્ટેચ્યુ ઓફ યુનિટી કરતા પણ ૬૮ મીટર ઉંચી હશે આંધ્ર પ્રદેશની વિધાનસભા

આંધ્ર પ્રદેશમાં સ્ટચ્યુ ઓફ યુનિટી કરતા પણ વધારે ઉંચી ઈમારત બનાવવાની ચર્ચાઓ થઇ રહી છે. આંધ્ર પ્રદેશના સીએમ ચંદ્રબાબુ નાયડુ અને ભાજપ વચ્ચેની દેખાદેખી અટકવાનું નામ નથી રહી. તેવામાં આ દેખાદેખીએ એક નવો મોડ લીધો છે.

Image result for chandrababu naidu build building taller than statue of unity

નાયડુ અમરાવતીમાં રાજ્યની વિધાનસભા બનાવવા માંગે છે. આ વિધાનસભાની ઉંચાઈ તેઓ ૨૫૦ મીટર જેટલી રાખવા માંગે છે. સરદાર વલ્લભભાઈ પટેલની મૂર્તિ સ્ટેચ્યુ ઓફ યુનિટીની ઉંચાઈ ૧૮૨ મીટર છે.

Image result for chandrababu naidu build building taller than statue of unity

વિધાન સભાની ડીઝાઇનને નાયડુ દ્વારા લગભગ ફાઈનલ કરી દેવામાં આવી છે. આ પ્રોજેક્ટની બ્લ્યુ પ્રિન્ટ બ્રિટનનો એક આર્કિટેક જમા કરાવવાનો છે.

આ વિધાન સભામાં ૩ માળની  હશે અને તેની ઉંચાઈ ૨૫૦ મીટર રાખવામાં આવશે.

તમને જણાવી દઈએ કે સ્ટેચ્યુ ઓફ યુનિટી માત્ર ભારતની જ નહી પરંતુ આખી દુનિયાની સૌથી મોટી પ્રતિમા છે. અંતરીક્ષમાંથી પણ સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રતિમાને જોઈ શકાય છે.

આ છે સ્ટેચ્યુ ઓફ યુનિટીની ખાસિયત

  • સ્ટેચ્યુ ઓફ યુનિટીની વાત કરવામાં આવે તો, આ સરદાર પટેલની મૂર્તિ નર્મદા ડેમ પાસે બાંધવામાં આવી છે અને ત્યાં સુધી પહોચવા માટે તમારે બોટનો સહારો લેવો પડશે.
  • આ પ્રતિમાને સામે બનાવેલો નવો બ્રિજ સામાન્ય વ્યક્તિઓ માટે છે, જેના દ્વારા લોકો અંદર આવી શકે અને સરદાર પટેલના પગ પાસેના પગથીયા સુધી પહોંચી શકે. આ માટે એક લીફટ પણ છે,જેના દ્વાર તમે અહિયાં સુધી પહોંચી શકો
  • આ સ્થાન પર બે લીફટ મુકવામાં આવી છે, જેના દ્વારા એકસાથે ૧૦૦ વ્યક્તિઓ સરદાર પટેલની મૂર્તિના માથા સુધી પહોંચી શકે છે. આ જગ્યાએ એક ગેલેરી પણ બનાવવામાં આવી છે, જ્યાંથી સરદાર સરોવર ડેમ જોઈ શકાય છે.
  • સ્ટેચ્યુ ઓફ યુનિટીની બનાવટ અંગે વાત કરવામાં આવે તો, આ પ્રતિમાને બનાવવા માટે ઓક્ટોબર, ૨૦૧૪માં L&T કંપનીને ઓર્ડર આપવામાં આવ્યો હતો અને ત્યારબાદ તેને બનાવવા માટે ૪૪ મહિનાનો સમય લાગ્યો છે.
  • સરદાર પટેલની આ મૂર્તિ બનાવવા માટે અંદાજે ૨૯૭૯  કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત પટેલની પ્રતિમામાં ચાર પ્રકારની ખાસ ધાતુઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે, કે જેનાથી વર્ષો સુધી કાટ ન લાગવાની સંભાવના છે.