Not Set/ થરાદ/ કેનાલમાં ભ્રષ્ટાચાર મુદ્દે લોકયુક્તમાં MLA ગુલાબસિંહ રાજપૂતની ફરીયાદ

એકબાજુ પાણી વિના ટાળવળતો  ખેડૂત અને બીજું બાજુ પાણીના અતિરેકથી દુખી થતો ખેડૂત,  બેય બાજુ તેના નસીબે તો રડવાનું જ લખ્યું છે. બનાસકાંઠા માં ખેડૂતણે પાણીની તકલીફ ના પડે અને સિંચાઈ માટે પાણી મળી રહે તેવા ઉમદા આશયથી બનાવવામાં આવેલી કેનાલોમાં મસ મોટા ગોટાલા વાળવામાં આવ્યા છે. જેનું જીવતું અને જાગતું ઉદાહરણ હરહમેશ અહીં કેનાલમાં […]

Gujarat Others
audio 4 થરાદ/ કેનાલમાં ભ્રષ્ટાચાર મુદ્દે લોકયુક્તમાં MLA ગુલાબસિંહ રાજપૂતની ફરીયાદ

એકબાજુ પાણી વિના ટાળવળતો  ખેડૂત અને બીજું બાજુ પાણીના અતિરેકથી દુખી થતો ખેડૂત,  બેય બાજુ તેના નસીબે તો રડવાનું જ લખ્યું છે. બનાસકાંઠા માં ખેડૂતણે પાણીની તકલીફ ના પડે અને સિંચાઈ માટે પાણી મળી રહે તેવા ઉમદા આશયથી બનાવવામાં આવેલી કેનાલોમાં મસ મોટા ગોટાલા વાળવામાં આવ્યા છે. જેનું જીવતું અને જાગતું ઉદાહરણ હરહમેશ અહીં કેનાલમાં પડતા ગાબડા છે. આ ગોટાળા ની સજા તો બિચારા ખેડૂતો જ ભોગવી રહ્યા છે.

આ અંગે થરાદના ધારાસભ્ય ગુલાબસિંહ રાજપુતે  ગુજરાત લોકાયુક્તને પત્ર લખી ફરીયાદ કરી છે. ધારાસભ્યએ જણાવ્યુ છે કે, બનાસકાંઠા જીલ્લામાંથી નીકળેલ નર્મદા મુખ્ય નહેરમાંથી જીલ્લામાં સિંચાઇ અર્થે પાણી માટે સરદાર સરોવર નર્મદા નિગમ દ્રારા વિવિધ કેનાલોની કામગીરી કરવામાં આવેલ છે. જેમાં વેજપુર, માલસણ, ઢીમા, ગડસિસર તથા માડકા ડિસ્ટ્રિબ્યુટર કેનાલો તથા તેમાંથી નીકળતી તમામ માઇનોર તથા સબ માઇનોર કેનાલોની કામગીરીમાં મોટાપાયે ભ્રષ્ટાચાર થયો હોવાથી કાર્યવાહી કરવાની માંગ કરી છે.

બનાસકાંઠા જીલ્લાની નર્મદા કેનાલોમાં ગાબડાં પડવાનો સીલસીલો આજે પણ યથાવત છે. જેને લઇ થરાદના કોંગ્રેસી ધારાસભ્ય ગુલાબસિંહ રાજપુતે લોકાયુકતમાં પત્ર લખી ફરીયાદ કરી છે. તેમણે જણાવ્યુ હતુ કે, થરાદ, વાવ, સુઇગામ તથા ભાભર તાલુકાઓ માંથી પસાર થતી નર્મદા નહેરમાંથી વેજપુર, માલસણ, ઢીમા,ગડસિસર તથા માડકા શાખાઓ જેવી ડિસ્ટ્રિબ્યુટર કેનાલો તથા તેમાંથી નીકળતી તમામ માઇનોર તથા સબ માઇનોર કેનાલોની કામગીરી થયેલ જેમાં આર.સી.સી કામગીરીની ગુણવત્તા જળવાયેલ નથી અને હલકા પ્રમાણમાં કામગીરી કરવામાં આવેલ છે. જેની સઘન તપાસ કરવામાં આવે તો રીઢા અધિકારીઓ અને ઠેકેદારોઓ સામે કડકમાં કડક સજા થાય તેવી માંગ કરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે… 

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.