@અરૂણ શાહ, મંતવ્ય ન્યૂઝ – અમદાવાદ
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાની ચૂંટણી જાહેર થઇ ગઇ છે. 21 અને 28 ફેબ્રુઆરીએ બે તબક્કામાં ચૂંટણી યોજાશે. દરમિયાન વર્ષ-2015 કરતાં અનેકવિધ મુદ્દે વર્ષ-2020-21 અલગ થશે. ત્યારે જોઇએ કયા મુદ્દે વર્ષ-2020-21ની ચૂંટણી અલગ હશે ?
રાજ્યમાં 21 ફેબ્રુઆરીએ મહાનગરપાલિકા અને 28 ફેબ્રુઆરીએ નગરપાલિકા-જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણી યોજાશે. દરમિયાન ગત વર્ષ-2015 કરતા અનેક રીતે વર્ષ-2020-21 ચૂંટણી અલગ રીતે યોજાશે. ગત વર્ષ-2015ની ચૂંટણીમાં મતદાતાઓએ શિસ્તબદ્ધ લાઇનમાં ઉભા રહીને મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. આ વર્ષે-2021માં કોરોના ગ્રહણનાં કારણે મતદારો માટે ખાસ આયોજન અને કોવિડ-2019નું પાલન મતદારોએ કરવાનું રહેશે. વર્ષ-2015 ચૂંટણી સમયે ઠાકોર – પાટીદાર સહિતના સમાજના આંદોલનથી રાજકીયપક્ષ માટે કેન્દ્રસ્થાને રહ્યાં. તો આ વર્ષે આંદોલન નથી, તેનો લાભ ભાજપને થશે એવું લાગે છે.
ગુજરાતમાં આપ, એઆઇએમઆઇએમ અને બીટીપી એ ત્રીજા રાજકીયપક્ષ તરીકે ચૂંટણીજંગમાં ઝૂકાવવા નિર્ણય કર્યો છે. પરંતુ આ રાજકીયપક્ષનાં અસ્તિત્વ સામે પ્રશ્નાર્થ સર્જાયાં છે. લોકો આ રાજકીયપક્ષને મતદારો કેટલાં સ્વીકારે છે તે જોવું રહેશે. તો આર્થિક ખર્ચ તરીકે જોઇએ તો વર્ષ-2015માં મતદાન દીઠ 20 હજાર ખર્ચ કરવામાં આવ્યો હતો. આ વર્ષે મતદાનદીઠ 25 હજાર ખર્ચ થવાની સંભાવના છે. આ સંજોગોમાં હવે ચૂંટણી પંચના નિર્ણય પર સૌની નજહ રહેશે.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…