Gujarat/ રાજપીપળા જેલમાં આજીવન કારવાસાના કેદીને સારી વર્તણૂક બદલ મુક્ત કરાયા, પરિવાર સાથે થશે મિલન

રાજપીપળામાં જેલના કેદીને સારી વર્તણૂક બદલ મુક્ત કરવામાં આવ્યા છે. જેલમાં આજીવન કારાવાસ ભોગવતા કેદીને જેલમાં સારી વર્તણૂક બદલ મુક્ત કરવામાં આવ્યા છે.

Top Stories Gujarat
Beginners guide to 2024 03 25T092211.361 રાજપીપળા જેલમાં આજીવન કારવાસાના કેદીને સારી વર્તણૂક બદલ મુક્ત કરાયા, પરિવાર સાથે થશે મિલન

રાજપીપળામાં જેલના કેદીને સારી વર્તણૂક બદલ મુક્ત કરવામાં આવ્યા છે. જેલમાં આજીવન કારાવાસ ભોગવતા કેદીને જેલમાં સારી વર્તણૂક બદલ મુક્ત કરવામાં આવ્યા છે. 14 વર્ષથી સજા ભોગવી રહેલ કેદીનું પરિવાર સાથે મિલન થશે. કેદીને મુક્ત કરવાને લઈને અધિકારીએ જણાવ્યું કે સમાજમાં અને જેલમાં સજા ભોગવી રહેલ કેદીઓને આ બાબત પરથી દાખલો મળે તે ઉદેશ્ય સાથે કેદીને મુક્ત કરવામાં આવ્યો. રાજપીપળા જેલમાં કન્દુભાઈ વેસ્તાભાઈ ધાણુકના પાકા કેદી તરીકે સજા ભોગવી રહ્યા છે. કન્દુભાઈ વેસ્તાભાઈની રાજપીપળા જેલમાં સારી વર્તણૂક બદલ સજા માફ કરવામાં આવી.

રાજ્ય સરકારના ગૃહવિભાગ દ્વારા કન્દુભાઈની સારી વર્તણૂક બદલ સજા માફ કરવાની દરખાસ્ત મોકલવામાં આવી. આ દરખાસ્તને મંજૂરી મળતા કન્દુભાઈની આજીવન કારાવાસની સજા માફ કરી મુક્ત કરવામાં આવ્યા છે. જેલમાંથી મુક્તિ મેળવતા કન્દુભાઈને પી.પી.સી.ખાતામાં જમા રોકડ ચુકવવા સાથે પોસ્ટ બચત ખાતાની પાસબુક પણ આપવામાં આવી. તેમજ રાજપીપળાના ગાયત્રી પરિવાર દ્વારા કેદીઓને હોળી તહેવાર નિમિત્તે એક જોડી કપડાં, ગરમ ધાબળો, રાશનકિટ સહિતની ચીજવસ્તુઓ આપવામાં આવી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃ પૂર્ણિમાના દિવસે ડાકોરમાં લાખો ભક્તોએ રણછોડરાયના દર્શન કર્યા…

આ પણ વાંચોઃ  IPL 2024/IPLની 17મી સીઝન છે ખાસ, સ્ટોપ લોક-એક ઓવરમાં બે બાઉન્સર સહિત નિયમો બદલાયા

આ પણ વાંચોઃ sports news/IPL 2024ની શરૂઆત પહેલા આ ટીમનું ટેન્શન થયું ડબલ, ઓસ્ટ્રેલિયાના ખેલાડીએ રમવાનો કર્યો ઇનકાર

આ પણ વાંચોઃ IPL/ચિદંબરમ સ્ટેડિયમની પીચ કઈ ટીમને પ્રથમ મેચ જીતાડશે….