મહારાષ્ટ્રના રત્નાગીરીથી એક મોટો સમાચાર સામે આવી રહ્યા છે. અહીં એક કેમિકલ કંપનીમાં બ્લાસ્ટ થયો છે, જેના કારણે 5 લોકોનાં મોત નીપજ્યાં છે. સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર 40 થી 50 લોકો કંપનીમાં ફસાય હોવાની આશંકા છે. કહેવામાં આવી રહ્યું છે કે કંપનીમાં સવારે 8:30 વાગ્યે બ્લાસ્ટ થયો હતો. જે બાદ આગ કાબૂમાં આવી હતી.
Maharashtra: 4 people died and 1 critically injured in an explosion at a chemical factory in an industrial area in Ratnagiri district. More details awaited.
— ANI (@ANI) March 20, 2021
બનાવની જાણ થતાં ફાયર બ્રિગેડ ઝડપથી ત્યાં પહોંચી ગઈ હતી. કેટલાક ટીવી રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આ ઘટના સવારે આઠ વાગ્યાની આસપાસ બની હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર ઘાયલ અને મૃતકોની સંખ્યા પણ વધી શકે છે. ત્યારથી, જ્યાં વિસ્ફોટ થયો છે, હાલમાં ઘણા લોકો અટવાયેલા છે. તેમને બચાવવા કામગીરી હાથ ધરી છે.
