Not Set/ સ્વામી અખીલેશ્વરાનંદને આપાયો કેબીનેટ મંત્રીનો દરજ્જો: શિવરાજ મહેરબાન

મધ્ય પ્રદેશ સરકારે રાજ્ય ગૌ રક્ષા બોર્ડના ચેરમેન સ્વામી અખીલેશ્વરાનંદને બઢતી આપીને એમને રાજ્યમાં કેબીનેટ મંત્રી બનાવવામાં આવ્યા છે. શિવરાજસિંહ ચૌહાણે બુધવારે આ ફેસલો કર્યો હતો. આ પહેલા સ્વામી અખીલેશ્વારાનંદ પાસે રાજ્ય મંત્રીનો દરજ્જો હતો. સુત્રોના જણાવ્યા મુજબ સ્વામી અખીલેશ્વારાનંદે મુખ્યમંત્રી પ્રત્યે નારાજગી દર્શાવી હતી. સ્વામી એ વાત પર નારાજ હતા કે એમની અનુમતિ લીધા […]

India Trending

મધ્ય પ્રદેશ સરકારે રાજ્ય ગૌ રક્ષા બોર્ડના ચેરમેન સ્વામી અખીલેશ્વરાનંદને બઢતી આપીને એમને રાજ્યમાં કેબીનેટ મંત્રી બનાવવામાં આવ્યા છે. શિવરાજસિંહ ચૌહાણે બુધવારે આ ફેસલો કર્યો હતો. આ પહેલા સ્વામી અખીલેશ્વારાનંદ પાસે રાજ્ય મંત્રીનો દરજ્જો હતો. સુત્રોના જણાવ્યા મુજબ સ્વામી અખીલેશ્વારાનંદે મુખ્યમંત્રી પ્રત્યે નારાજગી દર્શાવી હતી.

સ્વામી એ વાત પર નારાજ હતા કે એમની અનુમતિ લીધા વિના અન્ય બે ધાર્મિક ચહેરાઓને રાજ્યમંત્રીનું પદ આપવામાં આવ્યું. સ્વામી અખીલેશ્વારાનંદ મુજબ બંને ધાર્મિક ચહેરાઓ એટલેકે કોમ્પ્યુટર બાબા અને યોગેન્દ્ર મહંતની છબી સમાજમાં વિવાદ ભરી છે.

જણાવી દઈએ કે રાજ્ય સરકારે માર્ચમાં એક સમિતિ બનાવી હતી. આ સમિતિનો ઉદેશ્ય નર્મદા નદીના તટો પર સાફ-સફાઈ માટે સામાન્ય માણસને સજાગ બનાવવાનો હતો. સ્વામી અખીલેશ્વરાનંદ આ સમિતિના સભ્ય હતા. 3 એપ્રિલ 2018 રાજ્ય સરકારે મધ્ય પ્રદેશના પાંચ મોટા ધાર્મિક અને અધ્યાત્મિક ગુરુઓને મંત્રી પદનો દરજ્જો આપ્યો હતો.

સ્વામી અખીલેશ્વરાનંદ પહેલા એવા ધાર્મિક વ્યક્તિ છે, જેમને બોર્ડમાં ચેરમેનનું પદ આપવામાં આવ્યું છે. જણાવી દઈએ કે સ્વામી અખીલેશ્વરાનંદ કહ્યું હતું કે ગાયના કારણે જ ત્રીજું વિશ્વયુદ્ધ થશે. એમણે કહ્યું હતું કે મીથકોમાં પણ આના વિશે લખવામાં આવ્યું છે અને 1857માં આઝદીની પહેલી લડાઈ ગાય પર જ શરુ થઇ હતી.