Not Set/ અમેરિકાએ ભારતને ચેતવ્યું, પાકિસ્તાની આતંકવાદીઓ ગમે ત્યારે હુમલો કરી શકે છે

જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યા બાદથી પાકિસ્તાન નારાજ થઈ ગયું છે અને પાકિસ્તાનમાં બેઠેલા આતંકવાદીઓ ભારત પર હુમલો કરવાનું કાવતરું ઘડી રહ્યા છે. ભારતની સુરક્ષા એજન્સીઓના ઇનપુટ બાદ હવે અમેરિકાએ પણ ભારતને ચેતવણી આપી છે. અમેરિકાએ કહ્યું છે કે પાકિસ્તાનના આતંકવાદીઓ ભારતમાં આતંકવાદી હુમલાઓ કરવાની તૈયારીમાં છે. અમેરિકાએ કહ્યું કે જો પાકિસ્તાન આ આતંકવાદી જૂથોને નિયંત્રણમાં […]

Top Stories World

જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યા બાદથી પાકિસ્તાન નારાજ થઈ ગયું છે અને પાકિસ્તાનમાં બેઠેલા આતંકવાદીઓ ભારત પર હુમલો કરવાનું કાવતરું ઘડી રહ્યા છે. ભારતની સુરક્ષા એજન્સીઓના ઇનપુટ બાદ હવે અમેરિકાએ પણ ભારતને ચેતવણી આપી છે. અમેરિકાએ કહ્યું છે કે પાકિસ્તાનના આતંકવાદીઓ ભારતમાં આતંકવાદી હુમલાઓ કરવાની તૈયારીમાં છે.

અમેરિકાએ કહ્યું કે જો પાકિસ્તાન આ આતંકવાદી જૂથોને નિયંત્રણમાં રાખે તો જ આ હુમલાઓ રોકી શકાય છે. ભારત પેસિફિક સુરક્ષા બાબતોના સહાયક સંરક્ષણ પ્રધાન રેન્ડલ શિવેરે વોશિંગ્ટનમાં કહ્યું હતું કે કાશ્મીર અંગેના ચુકાદા બાદ ઘણાને ડર છે કે આતંકવાદી જૂથો સરહદીય વિસ્તારોમાં હુમલાઓ કરી શકે છે. તેમણે વધુમાં જણાવ્યુ હતું કે, મને નથી લાગતું કે ચીન આવા કોઈ પણ સંઘર્ષને સમર્થન કે ટેકો આપશે. તેમણે કાશ્મીર મુદ્દે પાકિસ્તાનને ટેકો આપવા અંગે ચીન દ્વારા પૂછેલા પ્રશ્નના જવાબમાં આ કહ્યું હતું.

રમો મંતવ્ય નવરાત્રી ક્વિઝ 2019. આપો સરળ સવાલોના જવાબ,લકી વિજેતાઓને મળશે બમ્પર ઇનામો. પ્રતિયોગિતામાં ભાગ લેવા માટે ડાઉનલોડ કરો “Mantavya News” એપ્લિકેશન.

Click https://play.google.com/store/apps/details?id=amigoinn.example.mantavya&hl=en_IN

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે… તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.