Gujarat News : રાજ્યમાં પોંઝી સ્કીમો થકી રૂ. 6 હજાર કરોડનું મસમોટું કૌભાંડ આચરનાર BZ ગ્રૂપનાં (BZ Group Scam) માલિક અને મહાઠગ ભૂપેન્દ્રસિંહ ઝાલા સામે CID ક્રાઈમે તપાસ તેજ કરી છે. મોડાસામાંથી (Modasa) CID ક્રાઈમે મહાઠગની પ્રોપર્ટીની વિગતો મેળવી છે. સીઆઈડી ક્રાઇમ દ્વારા મોડાસા સબ રજિસ્ટ્રારની કચેરીમાંથી ભૂપેન્દ્રસિંહ ઝાલાની મિલકતોનાં ડેટા એકત્ર કરવામાં આવ્યા છે, જેમાં રોકાણકારોનાં રૂપિયાથી કરોડોની મિલકત ખરીદી હોવાનું ખુલ્યું છે.રાજ્યમાં રોકાણકારોનાં કરોડો રૂપિયા ચાઉં કરનાર BZ ગ્રૂપનાં (BZ Group Scam) માલિક અને મહાઠગ ભૂપેન્દ્રસિંહ ઝાલા (Bhupendrasinh Jhala) પર ગાળિયો કસાશે.
માહિતી અનુસાર, કૌભાંડની તપાસ હેઠળ CID ક્રાઈમ મોડાસા પહોંચ્યું હતું અને ત્યાં સબ રજિસ્ટ્રારની કચેરીમાંથી ભૂપેન્દ્રસસિંહ ઝાલાની મિલકતો સંબંધિત ડેટા એકત્ર કર્યા હતા. સીઆઈડી ક્રાઇમે (CID Crime) ભૂપેન્દ્રસિંહ ઝાલાની મિલકતો અંગેનું લિસ્ટ મેળવ્યું છે. સાથે જ BZ ની જમીન અન્યને ટ્રાન્સફર ન થાય માટે પણ મૌખિક સૂચના અપાઈ છે. CID ક્રાઈમની તપાસ અનુસાર, ભૂપેન્દ્રસિંહ ઝાલા દ્વારા મોડાસા તાલુકામાં અત્યારસુધી 5 સંપત્તિઓની ખરીદી કરાઈ હતી.માહિતી મુજબ, વર્ષ 2023 થી અત્યાર સુધીમાં કરોડોની અલગ-અલગ સ્થળે 30 વીઘા જમીનની પણ ખરીદી કરવામાં આવી છે.
સાકરિયા (Sakariya) પાસે 3 જગ્યા , લિંભોઇ, સજાપુર પાસે એક-એક જગ્યાની ખરીદી કરાઈ છે. સાકરિયામાં બાનાખત કરીને 3 કરોડમાં 9 વીઘા જમીન ખરીદી હોવાનું માલૂમ પડ્યું છે. જ્યારે, અરવલ્લી (Aravalli) જિલ્લાનાં અન્ય તાલુકાઓમાંથી પણ મિલકતોની વિગત બહાર આવી શકે છે. રોકાણકારોનાં કરોડો રૂપિયાથી ભૂપેન્દ્રસિંહે પોતાનાં નામે સંપત્તિઓ ખરીદી હતી. આગળની તપાસમાં વધુ ચોંકાવનારા ખુલાસા થાય તેવી વકી છે.
આ પણ વાંચો: પાટણના ચાર યુવકો સાઇબર ક્રાઇમનો ભોગ બન્યાં
આ પણ વાંચો: બોટાદમાં રૂ. 72 લાખનો ફ્રોડ કરનારો પકડાયો
આ પણ વાંચો: મહેસાણામાં યુવાનને કેવાયસી કરાવવું ભારે પડ્યું…