Mahesana News: મહેસાણાના વડનગરમાં યુવાન સાથે લાખોની ઠગાઇ થતા વડનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. મહેસાણામાં વિસનગરની મહિલા સાથે ઠગાઈ થયા બાદ વધુ એક કિસ્સો સામે આવ્યો છે.
મહેસાણાનાં કરબટીયાના યુવાન સાથે અજાણ્યા શખ્સે એક્સિસ બેંકમાંથી બોલું છું કહી ફોન કર્યો હતો. ફોન કર્યા બાદ વોટ્સએપમાં લીંક મોકલી હતી. કેવાયસીના બહાને ગઠિયાએ રૂપિયા 2.87 લાખ ઉપાડી લીધા હતા. ઉપરાંત, બારોબાર રૂપિયા 7 લાખની લોન લઈ લોનના રૂપિયા પણ ઉપાડી લીધા હતા.
યુવાનને સાયબર ફ્રોડનો શિકાર થયાનું માલૂમ થયું ત્યાં સુધી મોડું થઈ ગયું હતું. યુવાને વડનગર પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે.
આ પણ વાંચો:મહેસાણામાં વૈજ્ઞાનિક મહિલા થઈ સાઈબર ફ્રોડનો શિકાર
આ પણ વાંચો:ગુજરાતમાં વરસાદને લઈ હવામાન વિભાગે શું કહ્યું….
આ પણ વાંચો:સુરેન્દ્રનગરમાં નેશનલ હાઈવે પર અકસ્માતમાં મહિલાનું મોત, 7 ઈજાગ્રસ્ત
આ પણ વાંચો:પાટણમાં નદી કાંઠાનાં વિસ્તારો એલર્ટ, જળ સપાટી વધતાં પાણી છોડાશે
