કેશોદમાં સરદાર વલ્લભભાઈ પટેલની 144મી જન્મ જયંતિ ઉજવણી કરવામા આવી હતી. કેશોદના શરદ ચોકમાં આવેલ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને હારતોરા કરવામાં આવેલ તથા રાષ્ટ્રની એકતા અખંડિતતા જાળવી રાખવા માટેના સૌ ઉપસ્થિત આગેવાનોએ શપથ લીધા હતા. આ પ્રસંગ નિમિત્તે સરદાર પટેલ બ્લડ બેન્ક દ્વારા બ્લડ ડોનેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કેશોદના ધારાસભ્ય તેમજ માજી ધારાસભ્ય, નગરપાલિકા સ્ટાફ તેમજ કેશોદના સામાજિક આગેવાનો ઉપસ્થીત રહ્યા હતા.
કેશોદમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ સામાજિક સેવા સંઘ દ્વારા અખંડ ભારતના અને આઝાદીના સાચા કર્મવીર લોખંડી પુરુષ શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ ની 144મી જન્મ જયંતિ ઉજવવામાં આવેલ જેમાં કેશોદના શરદ ચોકમાં આવેલ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને હારતોરા કરવામાં આવેલ તથા રાષ્ટ્રની એકતા અખંડિતતા જાળવી રાખવા માટેના સૌ ઉપસ્થિત આગેવાનોએ શપથ લીધા હતા આ પ્રસંગ નિમિત્તે સરદાર પટેલ બ્લડ બેન્ક દ્વારા બ્લડ ડોનેશન નું આયોજન કરવામાં આવેલ આ પ્રસંગે કેશોદના ધારાસભ્ય તેમજ માજી ધારાસભ્ય કેશોદ નગરપાલિકા સ્ટાફ તેમજ કેશોદના સામાજિક આગેવાનો ઉપસ્થીત રહ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
