Not Set/ નરેશ પટેલના રાજનિતીમાં જોડાવા બાબતેના સર્વેનું પરિણામ હજુ આવ્યુ જ નથી : ખોડલધામ પ્રવક્તા

ખોડલધામના  પ્રવક્તા હસમુખ લુણાગરીયા એ આ બાબતે જણાવ્યુ હતું કે,  નરેશ પટેલ રાજનિતીમાં ન જોડાય તેવો સર્વે જરૂર થી કરવામાં આવ્યો છે. પરંતુ હજુ તેનું પરિણામ આવ્યું નથી.

Top Stories Gujarat

ગુજરાત રાજ્યમાં આગામી વિધાનસભાની ચૂંટણીને લઈ તડામાર તૈયારીઓ થઈ રહી છે. ત્યારે નરેશ પટેલને લઈ ગુજરાતનું રાજકારન્મા ગરમાવો છે. ભાજપ, કોંગ્રેસ અને આપ તમામ પક્ષો ઈચ્છે છે કે નરેશ પટેલ તેમની સાથે જોડાય. પરંતુ તેમણે પોતે રાજકારન્મા જોડાતા પહેલા સમાજમાં એક સર્વે કરાવ્યો હતો કે તેમણે રાજકારણમાં આવવું જોઇયે કે નહિ, અને અને ગતરોજ ખોડલધામ ટ્રસ્ટી રમેશ ટીલાળા દ્વારા સર્વે અંગે સ્પષ્ટતા પણ કરવામાં આવી હતી. અને જણાવ્યુ હતું કે સમાજ નથી ઈચ્છતો કે નરેશ પટેલ રાજકારણમાં જોડાય.

જો કે આજ રોજ ફરી એકવાર એવા સમાચાર પ્રાપ્ત થયા છે કે ગતરોજ રમેશ પટેલ દ્વારા સમાજના સર્વે અંગે જે વાતો કહેવામા આવી હતી. તે સમાજ માં કરવામાં આવેલો સર્વેની હતી જ નહીં. તે માત્ર રમેશ ટીલાળાનું મંતવ્ય હતું. ખોડલધામના  પ્રવક્તા હસમુખ લુણાગરીયા એ આ બાબતે જણાવ્યુ હતું કે,  નરેશ પટેલ રાજનિતીમાં ન જોડાય તેવો સર્વે જરૂર થી કરવામાં આવ્યો છે. પરંતુ હજુ તેનું પરિણામ આવ્યું નથી.  રમેશ ટીલાળાએ જે નિવેદન આપ્યું હતું તે તેમનું વ્યક્તિગત નિવેદન છે. સર્વે નો રિપોર્ટ હજુ સુધી આવ્યો નથી. આવતીકાલે સર્વેનો રિપોર્ટ સોંપાશે.  રિપોર્ટ આવે તે પહેલા જ મતમતાંતર જોવા મળ્યા છે. ખોડલધામ જેવી ધાર્મિક સંસ્થા માં પણ આંતરિક જુથવાદ જોવા મળ્યો છે.

અત્રે નોધનીય છે કે એક મોટા સામાજિક નેતાની ઓળખ સાથે નરેશ પટેલ એક સફળ બિઝનેસમેન પણ છે. એક પણ ચૂંટણી નહીં લડવા છતાય નરેશ પટેલ રાજકીય રીતે મહત્વની વ્યક્તિ ગણાય છે. કોંગ્રેસ સિવાય આમ આદમી પાર્ટીએ પણ તેમને આમંત્રણ આપ્યું હતું. તો ભાજપ પણ નરેશ પટેલ હરીફ છાવણીમાં ન જોડાય તે માટે  પ્રયાસ કરી રહી છે. તેમનું કોંગ્રેસમાં જોડાવાનું લગભગ નક્કી છે.  ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ તેમને પોતાનો ચહેરો બનાવશે તે પણ નિશ્ચિત છે.

કોંગ્રેસનો દાવો છે કે નરેશ પટેલને કારણે સમગ્ર ગુજરાત તેમજ સૌરાષ્ટ્રમાં લગભગ 50-60 પાટીદાર પ્રભુત્વવાળી બેઠકો પર તેને મોટો ફાયદો થશે. ગુજરાતની કુલ વસ્તીના લગભગ 13-14% પાટીદારો છે. લગભગ 30 થી 35 બેઠકો પાટીદાર બહુમતી વાળી ગણાય છે. આ ઉપરાંત સમાન સંખ્યામાં બેઠકો પર જીત અને હારમાં પાટીદાર મતદારો મહત્વની ભૂમિકા ભજવે છે. તો સાથે ગુજરાતની અર્થવ્યવસ્થા સંપૂર્ણ રીતે પાટીદારો દ્વારા નિયંત્રિત છે.

ગુજરાતના રાજકારણમાં પાટીદાર સમાજની ભૂમિકા

ઓક્ટોબર 2001માં કેશુભાઈ પટેલને બદલીને નરેન્દ્ર મોદીને ગુજરાતના મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા. 2014માં વડાપ્રધાન બન્યા બાદ મોદીએ પાટીદાર સમાજમાંથી આવેલા આનંદીબેન પટેલને ગુજરાતની કમાન સોંપી હતી, પરંતુ લગભગ એક વર્ષ બાદ શરૂ થયેલા પાટીદાર અનામત આંદોલનને કારણે આનંદીબેન પટેલને ખુરશી છોડવી પડી હતી. વિજય રૂપાણી પાંચ વર્ષ સુધી મુખ્યમંત્રી રહ્યા, પરંતુ રાજકીય વાતાવરણને જોતા ભાજપ નેતૃત્વએ ગયા વર્ષે ફરી એક વાર પાટીદાર ચહેરાને ભૂપેન્દ્ર પટેલના રૂપમાં મુખ્યમંત્રી તરીકે ગોઠવ દીધા છે. અને એટ્લે જ જો નરેશ પટેલ રાજકારણમાં આવે  છે તો મજબૂત પાટીદાર નેતા તરીકે ઊભરી શકે છે.

આ વખતે કોંગ્રેસની રણનીતિ શું છે?

છેલ્લી ચાર વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસને લગભગ 35% થી 40% વોટ મળ્યા છે. સત્તાની બહાર રહીને પણ કોંગ્રેસને ગુજરાતમાં OBCના એક વર્ગ, મુખ્યત્વે અનુસૂચિત જાતિ, જનજાતિ, લઘુમતીઓના મતો મળતા રહ્યા છે. છેલ્લી વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસને લગભગ 41% વોટ મળ્યા હતા. આ વખતે કોંગ્રેસની વ્યૂહરચના, તેના પરંપરાગત વોટને એક સાથે રાખીને, પાટીદારોને એકત્ર કરવાની અને 2017ના વોટમાં 7-8% વધારો કરવાની છે અને ગતવિધાનસભા ચુંટણીના પરિણામમાં સુધારો કરી સત્તાધીસ થવાની છે.