Banaskatha news/ વાવ-થરાદનું નડાબેટનું અફાટ રણ બન્યું દરિયો, ભારે વરસાદથી સરહદી વિસ્તારમાં જળ ભરાવ

બનાસકાંઠા (Banaskantha) ના વાવ-થરાદમાં આવેલું નડાબેટનું અફાટ રણ ભારે વરસાદ બાદ પાણીથી છલકાયું છે. ઈન્ડો-પાક સરહદ નજીક રણમાં પાણી ભરાતા દરિયા જેવો અદભુત નજારો જોવા મળી રહ્યો છે.

Top Stories Gujarat
Banaskantha

Banaskantha News: બનાસકાંઠા જિલ્લાના વાવ-થરાદ વિસ્તારમાં આવેલા નડાબેટનું અફાટ રણ હાલ વરસાદી પાણીથી છલકાઈ ઉઠ્યું છે. ભારે વરસાદના કારણે ઈન્ડો-પાક સરહદ નજીક આવેલા રણ વિસ્તારમાં પાણી ભરાઈ જતા અહીં દરિયા જેવો નજારો જોવા મળી રહ્યો છે.ઑ

ઉનાળામાં જે રણ સૂકું અને કોરું જોવા મળતું હતું, તે જ રણ ચોમાસામાં પાણીથી ભરાઈ ગયું છે. નડાબેટના વિશાળ રણમાં વરસાદી પાણી ફરી વળતા સ્થળ પર અદ્ભુત દ્રશ્યો સર્જાયા છે. પાણીના કારણે રણમાં જાણે દરિયો ઉભરાયો હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે.

સ્થાનિકો અને પ્રવાસીઓ માટે નડાબેટનું આ બદલાયેલું રૂપ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. ભારે વરસાદ બાદ રણ વિસ્તારમાં કુદરતી સૌંદર્યમાં વધારો થયો છે અને પાણીથી છલોછલ થયેલું નડાબેટ હાલ ચર્ચામાં આવ્યું છે.


આ પણ વાંચો: ઉત્તર ગુજરાતમાં વરસાદનો કહેર : બનાસકાંઠામાં રેડ એલર્ટ, 5 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર

આ પણ વાંચો: સુરેન્દ્રનગરમાં ભારે વરસાદે મચાવી તબાહી: બાબજીપુરા અને માલવણ ગામના ઘરોમાં પાણી ઘૂસ્યા, ગ્રામજનોએ રાહતની માંગ કરી

આ પણ વાંચો: વલસાડમાં પૂર બાદ ભયાનક તારાજી: વાપીના ઉદ્યોગોને કરોડોનું નુકસાન, 90 ઔદ્યોગિક શેડમાં 10 ફૂટ પાણી