discount/ રાજ્ય સરકારે કરી મોટી જાહેરાત,ગાંધી જયંતિ નિમિત્તે આજથી ખાદીની ખરીદી પર મળશે 30 ટકા વળતર

આ જાહેરાતથી ખાદી અને પોલીવસ્ત્રની વિવિધ ચીજવસ્તુઓના વેચાણમાં મહત્તમ વધારો થતાં ખાદી કામગીરી સાથે સંકળાયેલા ગ્રામીણ કારીગરોના ઘરમાં દિવાળીના દિવસોમાં આર્થિક ઉજાસ પથરાશે. 

Top Stories Gujarat

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધી જયંતિ નિમિત્તે ખાદી અને પોલી વસ્ત્રમાં આજથી 30 ટકા ખાસ પ્રોત્સાહન સહાય આપવાની જાહેરાત કરી છે. હાલ રાજય સરકાર દ્વારા ગાંધી જયંતિના ઉપલહયમાં દર વર્ષની જેમ 2જી ઓક્ટોબરથી 31મી ડિસેમ્બર 2022 સુધીના સમયગાળા માટે 20% ખાસ બજાર પ્રોત્સાહન અપાય છે. પરંતુ આ વર્ષે મુખ્યમંત્રીએ વધુ 10%ખાસ બજાર પ્રોત્સાહન સહાય આપવાની જાહેરાત કરી છે. આ જાહેરાતથી ખાદી અને પોલીવસ્ત્રની વિવિધ ચીજવસ્તુઓના વેચાણમાં મહત્તમ વધારો થતાં ખાદી કામગીરી સાથે સંકળાયેલા ગ્રામીણ કારીગરોના ઘરમાં દિવાળીના દિવસોમાં આર્થિક ઉજાસ પથરાશે.

ગ્રામીણ ક્ષેત્રમાં સૌથી વધુ રોજગારી આપતા ખાદી – ગ્રામોધોગ ક્ષેત્રને ઉતેજન આપવા સરકાર એક તરફ પ્રયાસો કરી રહી છે પરંતુ બીજી તરફ અનેક કારણોસર ગુજરાતમાં ખાદી સંસ્થાઓ આર્થિક સંકટનો સામનો કરી રહી છે. પરતુ  મોદી સરકારે અથાગ પ્રય્તન કરીને ખાદી ઉધોગને વધુ વેગવંતું બનાવવા કાર્યરત છે,રાજ્ય સરકારે પણ ગાંધી જ્યંતિ નિમિત્તે 30 ટકા વળતરની કરી છે મોટી જાહેરાત.