અમદાવાદ મનપાની સામાન્ય સભા યોજાશે
ગુજરાત રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચુંટણી સંપન્ન થઈ ચુકી છે. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યમાં પણ ભાજપનો ભવ્ય વિજય થયો છે. ત્યારે હવે મનપામાં મેયર અને કમિટીની રચનાની તૈયારીઓ પુર જોશમાં ચાલી રહી છે. અમદાવાદમાં આવતી કાલે નવા મેયરના નામની જાહેરાત કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાં આવતી કાલે ભાજપની બેઠક મળશે. જેમાં શહેરમાં ચૂંટાયેલા કોર્પોરેટરનું સન્માન કરવામાં આવશે. પાલડીમાં કચ્છી ભવન ખાતે કરશે ભાજપના ચૂંટાયેલા કોર્પોરેટરોનું સન્માન કરવામાં આવશે. આ સન્માન કાર્યક્રમમાં જ મેયરના નામની ઘોષણા કરવામાં આવશે. બાદમાં ટાગોર હોલ ખાતે અમદાવાદ મનપાની સામાન્ય સભા મળશે.
સ્ટેન્ડિંગ કમિટીની રચના
આજ રોજ અમદાવાદ સ્ટેન્ડીગ કમિટી માટે ફોર્મ ભરવાના હતા. જેમાં કમિટી માટે ભાજપના 17 સભ્યોએ દાવેદારી નોધાવી છે. 12 સભ્યોની કમિટીની રચના થશે. જયારે અન્ય 5 સભ્યો પોતાના ફોર્મ પરત ખેંચશે. અમદાવાદ મનપાના ચૂંટાયેલા 17 કોર્પોરેટર જયેશ ત્રિવેદી, પ્રીતેશ મહેતા, જૈનિક વકીલ, પરેશ પટેલ, હીરા પરમાર, મુકેશ મિસ્ત્રી, મુકેશ પટેલ, દીક્ષિત પટેલ, શંકર ચૌધરી, જતીન પટેલ, જલ્પા પંડ્યા, શીતલ ડાગા, જસુ ચૌહાણ, દર્શન શાહ, હિતેશ બારોટ, કંચન પંજવાણી, કલ્પના ચાવડાએ એ સ્ટેન્ડિંગ કમિટી માટે નામ નોધાવ્યાં છે.
