કેવડિયામાં આદિવાસી યુવાનો પરના હુમલાની ઘટનાને સાંસદ મનસુખ વસાવાએ સખ્ત શબ્દોમાં વખોડી છે. સાસંદ મનસુખ વસાવાએ કેવડિયામાં થયેલ હુમલાની ઘટનામાં બંને પરિવારજનોને ન્યાય મળે માટે તંત્રને અપીલ કરી. આદિવાસી યુવાન પરના ઘટનાની નિંદ કરતા મનસુખ વસાવાએ કહ્યું કે બંને યુવાનોના પરિવારજનો પ્રત્યેમારી સંવેદના છે. આ ઘટના પર રાજનીતિ કરવાને બદલે બંને પક્ષને ન્યાય મળે તેવા પ્રયાસ કરવા જોઈએ. ‘પ્રસાસન જરાપણ નમતુ જોખ્યાવિના આ મામલામાં કડક કાર્યવાહિ કરે માટે પોલીસ અને વહીવટી તંત્રને સૂચન કર્યું.
નર્મદા જિલ્લાના કેવડિયા ખાતે આદિવાસી યુવાનો પર હુમલાની આઘાતજનક ઘટનાથી વ્યથિત છું અને આ ઘટનાને સખત શબ્દોમાં વખોડું છું. જીવ ગુમાવનાર આદિવાસી બંને યુવાનોના પરિવારજનો પ્રત્યે મારી સંવેદના છે. એટલું જ નહીં કસૂરવારો સામે પોલીસ પ્રશાસન જરાપણ નમતું જોખ્યા વિના કડકમાં કડક કાર્યવાહી કરે.…
— Mansukh Vasava MP (@MansukhbhaiMp) August 8, 2024
સાંસદ મનસુખ વસાવાએ કેવડિયાની ઘટનાને સખત શબ્દોમા વખોડતા પોતાના ટ્વીટર હેન્ડલ પર ન્યાય માટે અપીલ કરી. આ મામલે પોલીસ તંત્ર અને SOG વહિવટી તંત્રને તકેદારી રાખવા પણ સુચન કર્યું. વધુમાં તેમણે કહ્યું કે કેવડિયામાં જે દુઃખદ ઘટના ઘટી તે માટે હું તેમજ છોટાઉદેપુરના સાંસદ જશુભાઈ રાઠવા જી ખુબ જ દુઃખી છીએ. અમે દરેકે દરેક અધિકારી તેમજ પદાધિકારીના સંપર્કમાં છીએ.
દુર્ઘટનાનો ભોગ બનેલા લોકોને જે સહાય મળવાપાત્ર થાય છે તે તેમને અપાવવા માટે કાર્યવંત છીએ. આ મામલે સ્થાનકિ કાર્યકરો સાથે સતત સંપર્કમાં છીએ. મૃતકોના પરિવારજનોને દરેક પ્રકારની સહાય મળી રહે તે માટેની તકેદારી રાખી રહ્યા છીએ. ઘટનામાં બુધવારે મૃત્યુ પામનાર જયેશભાઈ શનાભાઈ તડવીને કંપની તરફથી 20 લાખ રૂપિયાનું વળતર ચુકવવામાં આવ્યું છે. જ્યારે આજે મૃત્યુ પામનાર સંજયભાઈ ગજેન્દ્રભાઈ તડવીને પહેલાં 5 લાખ રૂપિયા આપવામાં આવ્યા હતા. બાકીના 15 લાખ રૂપિયા ચુકવવાની કાર્યવાહી ચાલુ જ છે.
ચૈતર વસાવા અને તેમના સાગરિતો આ ઘટનાને રાજકીય મુદ્દો બનાવે છે, તે ખરેખર ન બનાવવો જોઈએ. આ એક સંવેદનાનો વિષય છે. તેમાં બધાંએ સાથે મળીને ભોગ બનનારા વ્યક્તિઓની મદદ માટે આગળ આવવું જોઈએ. અમે લોકો આ ઘટનાને લઈને ખુબ જ દુઃખી છીએ. મૃતકોના પરિવારને ન્યાય મળે તે માટેની કાર્યવાહી પણ ચાલુ જ છે. મૃતકોના આત્મા ને શાંતિ મળે એના માટે સૌ સાથે મળીને પ્રાર્થના કરીએ.
આ પણ વાંચો: રાજયના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતાના નિવાસ સ્થાને તિરંગા અભિયાનનો પ્રારંભ કરાવ્યો
આ પણ વાંચો: ભરૂચમાં GPCBએ ઉદ્યોગોને કલોઝર નોટિસ ફટકારી
આ પણ વાંચો: સુરતમાં સુપ્રિમની અવગણના કરવા બદલ P.I. અને ચીફ જ્યુડીશ્યલ મેજીસ્ટ્રેટ દોષી ઠેરવ્યા
