Rajkot News: રાજકોટથી મેટોડા જતા મહત્વપૂર્ણ માર્ગ પર ( Rajkot Metoda Road) વાહનચાલકો માટે રાહતના સમાચાર છે. વાગુદડ ગામ નજીકનો જર્જરિત બ્રિજ તોડી (Rajkot Vagudad Bridge) પાડ્યા બાદ તેના સ્થાને નવા બ્રિજનું નિર્માણકાર્ય શરૂ કરવામાં આવ્યું છે. અંદાજે રૂ.2 કરોડના ખર્ચે બની રહેલા આ નવા બ્રિજનું કામ માર્ચ 2027 સુધીમાં પૂર્ણ થવાની ધારણા છે. બ્રિજ તૈયાર થયા બાદ દરરોજ આ માર્ગ પરથી પસાર થતા અંદાજે 25 હજાર વાહનચાલકોને ટ્રાફિક અને ડાયવર્ઝનની સમસ્યામાંથી રાહત મળી શકે છે.
Rajkot Vagudad Bridge: 45 મીટર લાંબા નવા બ્રિજનું નિર્માણ શરૂ
રાજકોટ જિલ્લા માર્ગ અને મકાન વિભાગ દ્વારા વાગુદડ નજીક નવા બ્રિજનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. અગાઉ અહીંનો જૂનો અને જર્જરિત બ્રિજ તોડી પાડવામાં આવ્યો હતો. ત્યારબાદ તેના સ્થાને નવા બ્રિજની કામગીરી શરૂ કરવામાં આવી છે.
29 જૂન, 2026થી ઇફકોન્સ પ્રોજેક્ટ્સ પ્રાઇવેટ લિમિટેડ એજન્સી દ્વારા બ્રિજનું નિર્માણકાર્ય હાથ ધરવામાં આવ્યું છે. નવા બ્રિજની લંબાઈ અંદાજે 45 મીટર હોવાનું જણાવાયું છે અને તેના નિર્માણ માટે અંદાજે રૂ.2 કરોડનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે.
બ્રિજના કામને કારણે હજુ પોણો વર્ષ ડાયવર્ઝન
હાલ બ્રિજનું નિર્માણકાર્ય ચાલુ હોવાથી રાજકોટ-મેટોડા માર્ગ પરથી પસાર થતા વાહનચાલકોને ડાયવર્ઝનનો ઉપયોગ કરવો પડી રહ્યો છે. એક તરફના વાહનોને નજીકના સિક્સ લેન માર્ગ પરથી પસાર થવાની વ્યવસ્થા કરવામાં આવી છે. જોકે, ટ્રાફિકનું ભારણ વધે ત્યારે (Metoda GIDC Traffic) ખાસ કરીને ભારે વાહનોને અંદાજે એક કિલોમીટરનો વધારાનો ચક્કર લગાવવો પડે છે. બ્રિજનું કામ પૂર્ણ ન થાય ત્યાં સુધી વાહનચાલકોએ આ ડાયવર્ઝનનો સામનો કરવો પડશે.

મેટોડા GIDC માટે અત્યંત મહત્વપૂર્ણ માર્ગ
રાજકોટથી મેટોડા તરફ જતો આ માર્ગ ઉદ્યોગ અને રોજિંદી અવરજવર માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ GIDC વિસ્તારમાં ઔદ્યોગિક એકમો આવેલ હોવાથી ઉદ્યોગપતિઓ, કર્મચારીઓ, માલવાહક વાહનો અને અન્ય લોકો રોજ આ માર્ગનો ઉપયોગ કરે છે. અંદાજે 25 હજાર જેટલા વાહનો અને મુસાફરોની દૈનિક અવરજવર આ માર્ગ પરથી થાય છે. તેથી બ્રિજનું નિર્માણ પૂર્ણ થયા બાદ ટ્રાફિકની સમસ્યામાં ઘટાડો થવાની અને મુસાફરી વધુ સરળ બનવાની આશા છે.
માર્ચ 2027 સુધીમાં કામ પૂર્ણ થવાની ધારણા
નવા બ્રિજનું નિર્માણકાર્ય (Gujarat Bridge Project)નિર્ધારિત સમયમર્યાદામાં પૂર્ણ થાય તો માર્ચ 2027 સુધીમાં વાહનચાલકો માટે માર્ગ ફરી સંપૂર્ણ રીતે ખુલ્લો થઈ શકે છે. ત્યારબાદ રાજકોટથી મેટોડા વચ્ચેની અવરજવર વધુ સરળ બનવાની સાથે હાલની ડાયવર્ઝન વ્યવસ્થામાંથી પણ મોટી રાહત મળશે.
આ બ્રિજ માત્ર સ્થાનિક વાહનચાલકો માટે જ નહીં, પરંતુ મેટોડા GIDC સાથે સંકળાયેલા ઉદ્યોગો અને ભારે વાહનોની અવરજવર માટે પણ મહત્વપૂર્ણ સાબિત થશે.
આ પણ વાંચો: ભાજપની નવી રાષ્ટ્રીય ટીમમાં ગુજરાતના 4 નેતાઓને સ્થાન, હેમાંગ જોશી બન્યા રાષ્ટ્રીય યુવા મોરચા અધ્યક્ષ
આ પણ વાંચો: DCP નકુમના બચાવમાં ભાજપ નેતાની હાઈકોર્ટના જજ સામે પોસ્ટ, વકીલોનો વિરોધ; પદ પરથી હટાવવાની માગ
આ પણ વાંચો: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, 24થી 28 ઓગસ્ટે ભારે વરસાદની શક્યતા
