Gujarat News/ ગુજરાતના સરકારી કર્મચારીઓ માટે દિવાળી ગિફ્ટ! 4 દિવસનું મીની વેકેશન

જરાત સરકારના નિર્ણય મુજબ સરકારી કર્મચારીઓને 8થી 11 નવેમ્બર સુધી સળંગ રજાનો લાભ (Gujarat Government Holiday) મળશે. વધારાની રજાના બદલામાં 28 નવેમ્બરે કામકાજ કરવાનું રહેશે.

Top Stories Gandhinagar Gujarat Breaking News
Gujarat Government Holiday: 11 નવેમ્બર સુધી મળશે સળંગ રજા

Gujarat News: દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારે રાજ્યના સરકારી કર્મચારીઓને પડતર દિવસની રજા (Gujarat Government Holiday) આપવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણયથી કર્મચારીઓને સળંગ રજાનો લાભ મળશે અને તેઓ પરિવાર સાથે તહેવારની ઉજવણી કરી (Diwali Holiday 2026) શકશે. આ અંગે સામાન્ય વહીવટ વિભાગ દ્વારા પરિપત્ર જાહેર કરવામાં આવ્યો હોવાનું જણાવાયું છે.

Gujarat Government Holiday: 11 નવેમ્બર સુધી સળંગ રજાનો લાભ

સરકારના નિર્ણય અનુસાર, 8 નવેમ્બરથી 11 નવેમ્બર સુધી સરકારી કર્મચારીઓને (Government Employees) સળંગ મીની વેકેશન મળશે. દિવાળીની રજાઓ વચ્ચે આવતા પડતર દિવસની રજા આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ રજાના બદલામાં કર્મચારીઓએ 28 નવેમ્બરના ચોથા શનિવારે ફરજ પર હાજર રહી કામકાજ કરવાનું રહેશે.

9 નવેમ્બરના રોજ સરકારી બોર્ડ, નિગમો, મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓ સહિતની કચેરીઓમાં રજા રહેશે. જોકે, 28 નવેમ્બરના રોજ આ રજાના બદલામાં કચેરીઓમાં કામકાજ ચાલુ રહેશે.

કેબિનેટ બેઠકમાં પણ થઈ ચર્ચા

બીજી તરફ, આજે મળેલી રાજ્ય કેબિનેટની બેઠકમાં સરકારી કર્મચારીઓના મોંઘવારી ભથ્થા (DA)માં ત્રણ ટકાના વધારાને લઈને પણ ચર્ચા થઈ હોવાનું જાણવા મળ્યું છે. આ વધારાને મંજૂરી મળ્યાની માહિતી સામે આવી છે, જોકે તેની સત્તાવાર જાહેરાત અને અમલીકરણ અંગેની વિગતો અલગથી જાહેર થવાની બાકી છે.

દિવાળીની રજાઓ અને મોંઘવારી ભથ્થામાં વધારાના નિર્ણયથી સરકારી કર્મચારીઓમાં ખુશીનો માહોલ જોવા મળી શકે છે.


આ પણ વાંચો: દિવાળી પહેલાં સરકારી કર્મચારીઓને ખુશખબર: મોંઘવારી ભથ્થામાં 3% વધારાની દરખાસ્ત

આ પણ વાંચો: દિવ્યાંગ કર્મચારીઓ માટે બઢતીમાં અનામતનો રસ્તો ખુલ્યો, રાજ્ય સરકારની મોટી પહેલ

આ પણ વાંચો: ભારે વરસાદને લઈ રાજ્ય સરકાર હાઈ એલર્ટ, ફ્લડ કંટ્રોલ સેલમાં જળ સંપત્તિ મંત્રીની મહત્વપૂર્ણ બેઠક