Gandhinagar News: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે ફેબ્રુઆરી-માર્ચ 2027માં (GSEB Board Exam 2027) યોજાનારી ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષાઓ માટે પરીક્ષા ફીનું માળખું (Board Exam Fees) જાહેર કર્યું છે. બોર્ડ દ્વારા નિયમિત વિદ્યાર્થીઓ, રિપીટર, પૃથક ઉમેદવારો અને ગુજરાત સ્ટેટ ઓપન સ્કૂલ (GSOS)ના વિદ્યાર્થીઓ માટે અલગ-અલગ ફી નક્કી કરવામાં આવી છે. જોકે, તમામ વિદ્યાર્થિનીઓ અને દિવ્યાંગ ઉમેદવારોને પરીક્ષા ફીમાંથી સંપૂર્ણ મુક્તિ આપવામાં આવી છે. જાહેર કરેલી ફીમાં લેઇટ ફીનો સમાવેશ થતો નથી.
GSEB Board Exam 2027: ધોરણ 10ની પરીક્ષા માટે કેટલી ફી?
ધોરણ 10ના નિયમિત વિદ્યાર્થીએ પરીક્ષા માટે રૂ.445 ચૂકવવાના રહેશે. નિયમિત રિપીટર ઉમેદવારો માટે એક વિષયની ફી રૂ.175, બે વિષયની રૂ.235, ત્રણ વિષયની રૂ.300 અને ત્રણથી વધુ વિષયની રૂ.435 નક્કી કરવામાં આવી છે.
પૃથક ઉમેદવારો માટે એક વિષયની ફી રૂ.165, બે વિષયની રૂ.235 અને ત્રણ વિષયની રૂ.300 રહેશે. જ્યારે GSOSના નિયમિત ઉમેદવાર માટે રૂ.435 ફી નક્કી (GSEB SSC Exam Fees) કરાઈ છે. GSOSના રિપીટર ઉમેદવારોએ એક વિષય માટે રૂ.165, બે વિષય માટે રૂ.235, ત્રણ વિષય માટે રૂ.300 અને ત્રણથી વધુ વિષય માટે રૂ.435 ચૂકવવાના રહેશે.
ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની ફી
ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના નિયમિત વિદ્યાર્થીઓ માટે રૂ.750 પરીક્ષા ફી નક્કી કરવામાં આવી છે. નિયમિત રિપીટર ઉમેદવારો માટે એક વિષયની ફી રૂ.230, બે વિષયની રૂ.380, ત્રણ વિષયની રૂ.430 અને ત્રણથી વધુ વિષયની રૂ.750 રહેશે.
પૃથક ઉમેદવારો માટે એક વિષયની ફી રૂ.230 અને બે વિષયની રૂ.380 નક્કી કરવામાં આવી છે. આ ઉપરાંત પ્રાયોગિક પરીક્ષા માટે પ્રતિ વિષય રૂ.135 અલગથી (GSEB HSC Exam Fees) ચૂકવવાના રહેશે.
ધોરણ 12 સામાન્ય પ્રવાહની ફી
ધોરણ 12 સામાન્ય પ્રવાહના નિયમિત વિદ્યાર્થીઓ અને GSOSના નિયમિત ઉમેદવારો માટે રૂ.520 ફી નક્કી કરવામાં આવી છે. જ્યારે રિપીટર, પૃથક અને GSOSના રિપીટર ઉમેદવારો માટે એક વિષયની ફી રૂ.175, બે વિષયની રૂ.280, ત્રણ વિષયની રૂ.390 અને ત્રણથી વધુ વિષયની રૂ.520 રહેશે.
વિદ્યાર્થિનીઓ અને દિવ્યાંગ ઉમેદવારોને મોટી રાહત
બોર્ડ દ્વારા જાહેર કરાયેલા ફી માળખા મુજબ ધોરણ 10 અને 12ની પરીક્ષા આપનારી તમામ વિદ્યાર્થિનીઓ તેમજ દિવ્યાંગ ઉમેદવારોને પરીક્ષા ફીમાંથી સંપૂર્ણ મુક્તિ આપવામાં આવી છે. એટલે કે, આ કેટેગરીના ઉમેદવારોએ પરીક્ષા આપવા માટે કોઈ પરીક્ષા ફી ચૂકવવાની રહેશે નહીં.
ઉલ્લેખનીય છે કે બોર્ડે જાહેર કરેલી તમામ ફીમાં લેઇટ ફીનો સમાવેશ કર્યો નથી. તેથી પરીક્ષા ફોર્મ ભરવાની છેલ્લી તારીખ અને મોડા ફોર્મ ભરવા માટેની વધારાની ફી અંગે બોર્ડની સત્તાવાર સૂચના ધ્યાનમાં લેવી જરૂરી છે.
આ પણ વાંચો: ગુજરાત હાઇકોર્ટનો ચુકાદો: રાજ્ય બહાર ધોરણ 10-12 ભણનારા વિદ્યાર્થીઓને MBBSમાં સ્ટેટ ક્વોટા નહીં
આ પણ વાંચો: વડોદરાના ત્રણ વિદ્યાર્થીઓ દેશના ટોપ-50માં, હર્ષ સરવૈયાનો 16મો રેન્ક
આ પણ વાંચો: AI છીનવી લેશે ફ્રેશર્સની નોકરી? IIScના પ્રોફેસરે વિદ્યાર્થીઓને કેમ ચેતવ્યા?
