- પાલનપુરના નાયબ મામલતદારનું મોત
- ભરત પટેલનું કોરોનાથી થયું મોત
- 15 દિવસથી હોસ્પિટલમાં હતા સારવાર હેઠળ
- કલેક્ટર કચેરીમાં છવાયો શોકનો માહોલ
ગુજરાત એડમિનીસ્ટ્રેશન વિભાગ માટે આજે કહી શકાય કે કાળો દિવસ છે. બીલકુલ પાછલા 24 કલાકમાં ગુજરાતનાં બે મહત્વ પૂર્ણ સ્થાનનાં વહીવટી અધિકારીઓએ અચાનક વિદાય લીધી હોવાની બે અલગ અલગ દુખદ ઘટના સામે આવી છે. બે અલગ અલગ દુખદ ઘટનામાં પાલનપુરનાં નાયબ મામલતદારનું મોત નિપજ્યું, તો સાથે સાથે મહીસાગરનાં લુણાવાડાનાં મામલતદારનું પણ આકસ્મીક રીતે મોત નિપજ્યું છે.

વાત કરવામાં આવે પાલનપુરની દુખદ ધટનાની તો પાલનપુરના નાયબ મામલતદારનું કોરોનાનાં કારણે મોત નિપજ્યું હોવાની દુખદ વિગતો સામે આવી રહી છે. પાલનપુરના નાયબ મામલતદાર ભરત પટેલનો કોરોના સામેની લડાઇ હારી જતા કોરોનાથી મોત નિપજ્યુ છે. ઉલ્લેખનીય છે કે, ભરત પટેલ પાછલા 15 દિવસથી હોસ્પિટલમાં કોરોના સામે જંગ લડી રહ્યા હતા અને સારવાર હેઠળ તેમનું મોત નિપજ્યું છે. નાયબ મામલતદાર ભરત પટેલનાં મોતનાં સમાચારથી પાલનપુર કલેક્ટર કચેરીમાં શોકનો માહોલ છવાયો હોવાનું જોવામાં આવી રહ્યું છે.
લાંચ: સરકારી બાબુઓ કપરાકાળમાં પણ ભ્રષ્ટાચારમાં અવ્વલ, વર્ષમાં અધિક…
વાત કરવામાં આવે મહીસાગર જીલ્લાનાં લુણાવાડાનાં મામલતદારનાં મોતની ઘટનાની તો, મહીસાગરમાં લુણાવાડામાં ખાતે એક કારને ગમખ્વાર અકસ્માત નડ્યો અને કાર અને ખાનગી લક્ઝરી બસ વચ્ચે સર્જાયેલા આ અકસ્માતની ઘટનામાં લુણાવાડાના મામલતદાર અને કાર ચાલકનું દુખદ મોત નિપજ્યુ હોવાનાં સમાચાર શોકનું મોજુ લાવી દીધુ છે.લુણાવાડાના અકસ્માતમાં ડ્રાઇવરનું તો ઘટના સ્થળે જ પ્રાણ પંખીડું ઉડી ગયુ હતું, જ્યારે ગંભીર રીતે ઘવાયેલા લુણાવાડાનાં મામલતદારને તતકાલ સારવાર માટે અકસ્માત સ્થળેથી હોસ્પિટલ લઇ જવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. દુર્ભાગ્યપૂર્ણ રીતે જો કે, લુણાવાડાનાં મામલતદાર મોતની સામેની જીવનની જંગ અધ્ધ વચ્ચે રસ્તામાં જ હારી ગયા હતા અને સારવાર અર્થે લઈ જવાતા રસ્તામાં જ મોત નિપજ્યું. અકસ્માતની આ ઘટના મામલે પોલીસે ઘટનાસ્થળે પહોંચી અને વધુ તપાસ હાથ ધરી રહી છે.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
