Cricket/ નાગપુર ટેસ્ટમાં સૂર્યકુમાર યાદવનું ડેબ્યૂ કન્ફર્મ!

ટીમ ઈન્ડિયા 9 ફેબ્રુઆરીથી ઓસ્ટ્રેલિયા સામે ચાર ટેસ્ટ મેચની સિરીઝ શરૂ કરશે. બોર્ડર-ગવસ્વર ટ્રોફીની પ્રથમ મેચ નાગપુરના વિદર્ભ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં રમાશે. બંને ટીમોએ…

Trending Sports
Suryakumar Yadav Nagpur Test

Suryakumar Yadav Nagpur Test: ટીમ ઈન્ડિયા 9 ફેબ્રુઆરીથી ઓસ્ટ્રેલિયા સામે ચાર ટેસ્ટ મેચની સિરીઝ શરૂ કરશે. બોર્ડર-ગવસ્વર ટ્રોફીની પ્રથમ મેચ નાગપુરના વિદર્ભ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં રમાશે. બંને ટીમોએ પોતપોતાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. ટીમ ઈન્ડિયાના વાઇસ કેપ્ટન કેએલ રાહુલ અને ચેતેશ્વર પુજારા નેટ્સમાં પરસેવો પાડી રહ્યા છે. કેપ્ટન રોહિત શર્મા માટે સૌથી મોટો પડકાર પ્લેઈંગ ઈલેવન બનાવવાનો હશે. એવી આશા છે કે પ્રથમ ટેસ્ટ મેચમાં રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના મિસ્ટર 360 ડિગ્રી સૂર્યકુમાર યાદવને ડેબ્યૂ કરશે.

સૂર્યકુમાર યાદવ હાલમાં ન્યુઝીલેન્ડ સામે ત્રણ ટી-20 મેચોની સિરીઝ રમી રહ્યો છે. સિરીઝની છેલ્લી અને નિર્ણાયક મેચ બુધવારે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. આ મેચ બાદ ટીમના તમામ ખેલાડીઓ ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ સિરીઝની તૈયારી શરૂ કરી દેશે. સૂર્યકુમાર યાદવ પણ ટેસ્ટમાં પદાર્પણ કરવા આતુર છે. શક્ય છે કે કેપ્ટન રોહિત શર્મા તેને નાગપુર ટેસ્ટમાં પોતાની પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરે.

ભારતીય ટીમનો અનુભવી બેટ્સમેન શ્રેયસ અય્યર પીઠની ઈજાને કારણે નાગપુર ટેસ્ટમાંથી બહાર થઈ ગયો છે. તેના સ્થાને સૂર્યકુમાર યાદવને પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરી શકાય છે. કારણ કે આ મેચમાં કેપ્ટન રોહિત શર્મા અને વાઇસ કેપ્ટન કેએલ રાહુલ પોતે ઓપનર બની શકે છે. ચેતેશ્વર પૂજારા ત્રીજા નંબર પર બેટિંગ કરતો જોવા મળી શકે છે. જ્યારે વિરાટ કોહલી ચોથા નંબર પર બેટિંગ કરતો જોવા મળી શકે છે. આવી સ્થિતિમાં શ્રેયસ અય્યરના સ્થાને સૂર્યકુમાર યાદવને તક મળી શકે છે. આ સમયે સૂર્યકુમાર યાદવ જે લયમાં બેટિંગ કરી રહ્યો છે, જો તે ટેસ્ટ ડેબ્યૂ મેચમાં તે જ લય સાથે બેટિંગ કરશે તો ટીમ ઈન્ડિયાની બેટિંગ વધુ મજબૂત બનશે. બોર્ડર-ગાવસ્કર ટ્રોફી ભારતીય ટીમ માટે ઘણી મહત્વની છે. કારણ કે ટીમ ઈન્ડિયા માટે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં જવાનો રસ્તો આ સિરીઝમાંથી પસાર થશે. જો ભારત આ સિરીઝ 3-1થી જીતવામાં સફળ રહે છે તો તે WTCની ફાઇનલમાં પહોંચી જશે. જો આમ નહીં થાય તો ટીમ ઈન્ડિયાએ અન્ય ટીમો પર નિર્ભર રહેવું પડશે.

આ પણ વાંચો: Budget 2023/‘પછાત, દલિત, ખેડૂત, મનરેગા…’, જાણો મોદીના બજેટ પર સ્વામી પ્રસાદ મૌર્યએ શું કહ્યું