સમગ્ર દેશમાં કોરોનાનો હાહાકાર જોવા મળી રહ્યો છે, 2020ના પ્રારંભિક દિવસોમાં કોરોનાનો જે રીતનો કહેર જોવા મળી રહ્યો હતો તે જ પરિસ્થિતિ જાણે ફરીથી જોવા મળી રહી છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અન્વયે છ મહાનગરપાલિકાની ચૂંટણી તેમજ નગરપાલિકાઓની ચૂંટણી નિર્વિઘ્ને પતી ગયા બાદ જાણે કોરોનાના કેસોનો રાફડો ફાટ્યો હોય તેવા દ્રશ્યો ફરી જોવા મળી રહ્યા છે. જેના કારણે વિવિધ ક્ષેત્રો પર પ્રભાવ પડી રહ્યા છે.ત્યારે પેટાચૂંટણી પર પણ ગ્રહણ લાગી ગયું છે.
અમદાવાદમાં ચિંતાજનક સમાચાર / કોરોનાએ હવે બાળકોને બનાવ્યા શિકાર, સિવિલમાં નોંધાયા આટલા પોઝિટીવ કેસ

ગાંધીનગરની મોરવા હડફ વિધાનસભાની પેટા ચૂંટણી હજુ બાકી છે, મોરવા હડફ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી માટે આગામી 17 એપ્રિલના મતદાન યોજાશે. ત્યારે કોરોનાનો વિસ્ફોટ થતા સ્થાનિક તંત્રમાં દોડધામ મચી જવા પામી છે,સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી પ્રમાણે આ પેટા ચૂંટણીના જનરલ ઓબ્ઝર્વર હરપ્રિતસિંઘનો રેપીડ ટેસ્ટ કરવામાં આવ્યો હતો. આ ટેસ્ટ કોરોના પોઝિટિવ આવ્યો હતો.હાલમાં તેઓને સર્કિટ હાઉસમાં કોરેન્ટાઈન કરવામાં આવ્યા છે.જેના કારણે જનરલ ઓબ્ઝર્વર હરપ્રિતસિંઘ ચૂંટણી કામગીરી નહિં કરી શકે.
US કેપિટલ હિલમાં લોકડાઉન / અમેરિકાના સંસદની બહાર પોલીસ અધિકારીનું મોત, રાષ્ટ્રપતિ બિડેને વ્યક્ત કર્યું દુઃખ

જ્યારે 2 મેના રોજ ચૂંટણીનું પરિણામ જાહેર કરાશે. ભાજપમાંથી નિમિષાબેન સુથાર દાવેદાર છે.મોરવા હડફ વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે. કોંગ્રેસે સુરેશ કટારાને બેઠક પર ટીકિટ આપી છે. કોંગ્રેસે સત્તાવાર રીતે સુરેશ કટારાના નામની જાહેરાત કરી હતી . બેઠકની પેટાચૂંટણીમાં ભાજપમાં ઉમેદવારોના નામ પર ચર્ચા પૂર્ણ કરી હતી. 21 દાવેદારોમાંથી 4 મુખ્ય નામો પેનલમાં મોખરે હતા. જેમાં રમેશ ઝાલૈયા, વિક્રમ ડીંડોરનુ નામ પેનલમાં હાજરહતા. જ્યારે ભાજપે નિમિષા બેન સુથાર પર પસંદગીનો કળશ ઢોળ્યો હતો.
આસામ ચૂંટણી / ચૂંટણી પંચનું મહત્વ પુર્ણ પગલું, આસામમાં BJPના દિગ્ગજ નેતા હેમંત બિસ્વા સરમાના ચૂંટણી પ્રચાર પર 48 કલાક પ્રતિબંધ

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
