ગાંધીનગર/ શિવાંશ માટે આવ્યા મોટા સમાચાર, પિતાએ બાળકનો દાવો જતો કરતા આ એજન્સી દત્તક માટે કરશે કાર્યવાહી

ગાંધીનગરના પેથાપુરમાંથી મળેલા શિવાંશને દત્તક લેવાની પ્રક્રિયા આગામી દિવસોમાં શરૂ કરાશે. પિતા સચિન દીક્ષિતે બાળકને તેની માતાના સંબંધીઓને….

Top Stories Ahmedabad Gujarat
શિવાંશ
  • ગાંધીનગરનાં શિવાંશ માટે મોટા સમાચાર
  • પિતા સચીને બાળકનો દાવો જતો કર્યો
  • પિતાને ફેરવિચારણા માટે બે માસનો સમય અપાયો
  • સેન્ટ્રલ એજન્સી CARA દત્તક માટે કરશે કાર્યવાહી
  • દત્તક લેવાની કાર્યવાહીમાં લાગી શકે 4-5 માસનો સમય
  • દત્તક માટે આગળ આવનાર વાલીની થશે ચકાસણી
  • હાલ ઓઢવમાં આશ્રય લઇ રહ્યો છે સ્મિત

ગાંધીનગરના પેથાપુર ગૌશાળામાં બાળકને તરછોડવાની ઘટના બાદ રાજ્યભરમાં ખળભળાટ મચી ગયો હતો.  હવે આ ઘટનાને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. હવે શિવાંશ ને કોઈ પણ દત્તક લઈ શકશે. આ માહિતી બાળ મહિલા આયોજનના ચેરમેન જાગૃતિબહેન પંડ્યાએ જણાવ્યું છે. તેઓએ કહ્યું કે, ‘સ્મિતના પિતા સચિન દિક્ષિતે બાળકને દત્તક આપવાની સંમતિ દર્શાવી છે અને હવે બાળકને દત્તક આપવા કાયદાકીય પ્રક્રિયા પણ હાથ ધરાશે. જે અંતર્ગત સૌ પ્રથમ રજીસ્ટ્રેશન પ્રક્રિયા થશે. હાલમાં આ બાળકને ઓઢવ સંરક્ષણ ગૃહમાં રાખવામાં આવ્યું છે. ચાઇલ્ડ વેલ્ફેર કમિટીએ આ સમગ્ર કેસ સબંધિત રિપોર્ટ સોંપ્યો છે.

આ પણ વાંચો :સુરતમાં સગા બાપે 8 કલાકમાં કિશોરી પર બે વખત આચર્યું દુષ્કર્મ, આ રીતે ફૂટ્યો ભાંડો

આપણે જણાવી દઈએ કે, આરોપી પિતા સચિને  બાળકને સરેન્ડર કરતા સ્મિતને નવો પરિવાર મળી શકે છે. જાગૃતિ પંડ્યાએ શિવાંશ મામલે માહિતી આપી કે, ગાંધીનગરના પેથાપુરમાંથી મળેલા બાળકને દત્તક લેવાની પ્રક્રિયા આગામી દિવસોમાં શરૂ કરાશે. પિતા સચિન દીક્ષિતે બાળકને તેની માતાના સંબંધીઓને સોંપવા ઈન્કાર કર્યો છે. પિતા સચિને બાળકને સરેન્ડર કર્યું છે. તેથી હવે બાળકને દત્તક લઈ શકાશે.

આ પણ વાંચો :રાજ્યમાં વધુ એક બાળક ત્યજી દેવાનો કિસ્સો, નડિયાદમાં અનાથશ્રમ બહાર મળ્યું નવજાત

ઉલ્લેખનીય છે કે, સમાજમાં આવી ઘટનાઓનું દૂષણ સતત વધી રહ્યું છે તેમજ આડા સંબંધો હોવાના કિસ્સાઓ પણ વધી રહ્યાં છે ત્યારે એવામાં લોકો પોતાનું પાપ છુપાવવા પણ આવાં માસુમોને જન્મ આપી ત્યજી દે છે. છેલ્લાં કેટલાંય સમયથી ગુજરાતમાં આવાં કિસ્સાઓ સતત વધી રહ્યાં છે. કારણ કે તાજેતરમાં જ આવી બેથી ત્રણ ઘટનાઓ સામે આવી હતી. જેમાંની આ એક ઘટના પેથાપુરની હતી.

આ પણ વાંચો :  અભ્યાસ માત્ર 12 પાસ અને બન્યો તબીબ, 42 હજારના મુદ્દામાલ સાથે ‘મુન્નાભાઈ’ની ધરપકડ

આ પણ વાંચો :રાજયમાં ડિસેમ્બરથી ધો-1થી 5ના વર્ગો શરૂ થશે કે નહીં તે અંગે જાણો શિક્ષણમંત્રીએ શું નિવેદન આપ્યું

આજે ગુરુવારે સવારે નડિયા અનાથ આશ્રમ બહાર બાળકને તરછોડી દેવાની ઘટના બની છે. જેમાં બાળકની તબિયત નાદુરસ્ત હોવાથી તેને અમદાવાદની યુએન હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો છે. આ બાળકને હૃદયમાં કાણું હોવાની પણ સૂત્રો દ્વારા માહિતી મળી છે. આ અંગે મહિલા અને બાળ વિકાસ આયોગના ચેરપર્સન જાગૃતિ પંડ્યાએ જણાવ્યું કે, આવી ઘટનાઓ વખોડવા લાયક છે. બાળકને સ્વાસ્થ્યના કારણે ત્યજ્યું હોઈ શકે છે. આવી ઘટનાઓ સમાજ માટે ચિંતાનો વિષય છે.

આ પણ વાંચો :પ્રાંત અધિકારી મયંક પટેલના મેટ્રોપોલિટીન કોર્ટે 25 હજારના બોન્ડ પર જામીન મંજૂર કર્યા

કોઇ અજાણી વ્યક્તિ સંસ્થા બહાર આ બાળક મુકી ગયો હતો. જેને સંસ્થાના સંચાલકોએ લઈને તપાસ કરતા તેની તબિયત નાજુક છે તેમજ તેને શ્વાસ લેવામાં પણ તકલીફ પડી રહી છે.