Earthquake/ અમેરિકાના અલાસ્કામાં અનુભવાયો 5.1 તીવ્રતાનો ભૂકંપનો આંચકો

અલાસ્કામાં ધરતીકંપના આકરા આંચકા અનુભવાયા છે. યુએસ ભૂસ્તરશાસ્ત્રીય સર્વેએ જણાવ્યું છે કે તેની તીવ્રતા 5.1 માપવામાં આવી છે,

World
A 176 અમેરિકાના અલાસ્કામાં અનુભવાયો 5.1 તીવ્રતાનો ભૂકંપનો આંચકો

અમેરિકાના અલાસ્કામાં રવિવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.1 માપવામાં આવી હતી. અલાસ્કામાં અટુ સ્ટેશનથી પશ્ચિમમાં 285 કિલોમીટર પશ્ચિમમાં ભૂકંપ આવ્યો હતો. યુએસ ભૂસ્તરશાસ્ત્રીય સર્વેએ આ માહિતી આપી છે. ભૂકંપનું કેન્દ્ર 10 કિમી નીચે જણાવાયું છે. જોકે, હજી સુધી કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી.

આના થોડા દિવસ પહેલા પણ આ વિસ્તારમાં ભૂકંપ આવ્યો હતો. અલાસ્કા ધરતીકંપ કેન્દ્ર મુજબ ગુરુવારે ક્લુકવાન અને હૈન્સના ભાગોમાં આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા 4.4 માપવામાં આવી હતી, ક્લુકવાનથી લગભગ 20 માઇલ દક્ષિણમાં, હૈન્સથી 29 માઇલ પશ્ચિમમાં અને જુનોથી પશ્ચિમ દિશામાં 89 માઇલ હતું. 4.3 માઇલની ઊંડાઈ સાથે બપોરે 12.40 ની આસપાસ ભૂકંપ આવ્યો હતો.

આ પણ વાંચો :અફધાનિસ્તાનની સ્થિતિ અમારા નિયંત્રણમાંથી બહાર : પાકિસ્તાન

સુનામીનો નથી ખતરો

આ કિસ્સામાં, સિસ્મોલોજિસ્ટ નતાલિયા રૂપર્ટે જણાવ્યું હતું કે ભૂકંપ પછી પણ પૃથ્વી અનેક વખત હચમચી ઉઠી છે. તેમણે કહ્યું હતું કે આવનારા દિવસોમાં આવા આંચકા અનુભવાશે. હૈન્સના મેયર ડગ્લાસ ઓલેર્યુડનું કહેવું છે કે તેમને કોઈ નુકસાન વિશે કોઈ માહિતી મળી નથી. ઓલેરુડે કહ્યું, ‘લંચટાઈમ પછી, ખૂબ ઓછી તીવ્રતાના આંચકા અનુભવાયા.’ તે જ સમયે, રાષ્ટ્રીય સુનામી કેન્દ્રએ કહ્યું કે સુનામી અંગે કોઈ ચેતવણી આપવામાં આવી નથી.

આ પણ વાંચો :સોમાલિયામાં આતંકવાદી હુમલો, 9 લોકોના મોત , 8 ઘાયલ

ઇન્ડોનેશિયામાં ભૂકંપ

શનિવારે ઇન્ડોનેશિયાના સુલાવેસી ટાપુ પર પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જેની તીવ્રતા 6.1 માપવામાં આવી હતી. યુએસ ભૂસ્તરશાસ્ત્રીય સર્વે અનુસાર સુનામીની કોઈ ચેતવણી જારી કરવામાં આવી નથી અને કોઈ નુકસાન થયું નથી. ઇન્ડોનેશિયામાં ભૂકંપ વારંવાર જોવા મળે છે. કારણ કે આ દેશ ‘રીંગ ઓફ ફાયર’ પર છે. જેના કારણે અહીં ભૂકંપ સંબંધિત અનેક પ્રવૃત્તિઓ થઈ રહી છે. આવી જ સ્થિતિ જાપાનમાં પણ છે. જ્યાં થોડા દિવસો પહેલા ભારે વરસાદ બાદ ભૂસ્ખલન થયું હતું. જેના કારણે અનેક મકાનો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા.

આ પણ વાંચો :ભારત બાયોટેકની કોવિડ-19 રસી ખૂબ અસરકારક,4-6 અઠવાડિયામાં તેને મંજૂરી મળે તેવી સંભાવના : WHO