Not Set/ વિશ્વમાં કોરોના સંક્રમીતોનો આંક 15 કરોડને પાર, અત્યાર સુધીમાં 31 લાખથી વધુ લોકોના મોત

કોરોના પીડિતોનો વૈશ્વિક આંક ૧૫ કરોડને પાર કરીચુક્યો છે. વિશ્વમાં કોરોના રોગચાળો હાહાકાર  મચાવી રહ્યોછે. આ દરમિયાન વિશ્વમાં સતત બીજા દિવસે 15 હજારથી વધુ દર્દીઓના મોત નીપજ્યાં. તે જ સમયે, શનિવાર અને રવિવારે પાકિસ્તાનના લાહોર શહેરમાં લોકડાઉન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

World
Untitled 362 વિશ્વમાં કોરોના સંક્રમીતોનો આંક 15 કરોડને પાર, અત્યાર સુધીમાં 31 લાખથી વધુ લોકોના મોત

વિશ્વમાં કોરોના વાઈરસનો કહેર સતત વધી રહ્યો છે. તેનું પરિણામ એ છે કે છેલ્લા 24 કલાકમાં, વિશ્વમાં નવ લાખથી વધુ કોરોના ગ્રસ્ત લોકોનો વધારો થયો છે. આનાથી કોરોના પીડિતોનો વૈશ્વિક આંક 15 કરોડને પાર કરીચુક્યો છે. વિશ્વમાં કોરોના રોગચાળો હાહાકાર  મચાવી રહ્યોછે. આ દરમિયાન વિશ્વમાં સતત બીજા દિવસે 15 હજારથી વધુ દર્દીઓના મોત નીપજ્યાં. તે જ સમયે, શનિવાર અને રવિવારે પાકિસ્તાનના લાહોર શહેરમાં લોકડાઉન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

વિશ્વમાં ચેપગ્રસ્ત લોકોની સંખ્યા 15 કરોડને વટાવી ગઈ છે

જ્હોન્સ હોપકિન્સ યુનિવર્સિટીના ડેટા અનુસાર શુક્રવારે સવારે ચેપગ્રસ્ત લોકોનો વૈશ્વિક આંકડો વધીને 15 કરોડ 1 લાખ 2 હાજર 206 થયો છે.  એક દિવસ અગાઉ આ સંખ્યા 14 કરોડ 91 લાખ 97 હજાર 932 હતી જ્યારે કોરોનાથી મરી ગયેલા લોકોનો આંકડો વધીને 31 લાખ 61 હજાર 637 થયો છે. ગુરુવાર સુધીમાં આ સંખ્યા 31 લાખ 46 હજાર 284 હતી.

અમેરિકા સૌથી વધુ અસરગ્રસ્ત છે

વિશ્વમાં કોરોના રોગચાળાથી અમેરિકા સૌથી વધુ અસરગ્રસ્ત છે. આ દેશમાં અત્યાર સુધીમાં કુલ 30 લાખ ૪૦ હાજર કેસ સામે આવ્યા છે. અને લગભગ 5 લાખ 90 હજાર પીડિતો મૃત્યુ પામ્યા છે. અમેરિકા પછી, ભારત અને બ્રાઝિલમાં રોગચાળોએ સૌથી વધુ કહેર મચાવ્યો છે.

બ્રાઝિલમાં 4 લાખ મોત

બ્રાઝિલના આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે છેલ્લા 24 કલાકમાં 3,001 પીડિતોનાં મોતથી મૃત્યુની સંખ્યા ચાર લાખને વટાવી ગઈ છે. જ્યારે આ સમયગાળા દરમિયાન, દેશભરમાં 69 હજાર 389 નવા કેસને કારણે ચેપગ્રસ્ત લોકોની સંખ્યા એક કરોડ 45 લાખ 90 હજારને વટાવી ગઈ છે.

આ દેશો પર એક નજર

જર્મની: કોરોનાની ત્રીજી લહેરથી પ્રભાવિત દેશમાં હવે નવા કેસો ઘટી રહ્યા છે. ગુરુવારે 24 હજાર 736 નવા કેસ આવ્યા હતા.

રશિયા: 24 કલાકમાં 8,731 નવા કેસ સામે આવ્યા છે. ચેપગ્રસ્ત લોકોની સંખ્યા 48 લાખને વટાવી ગઈ છે. કુલ એક લાખ દસ હજાર મૃત્યુ પામ્યા છે.

ન્યુઝીલેન્ડ: શુક્રવારે દેશભરમાં કોરોનાનો કોઈ નવો કેસ મળ્યો નથી. હાલમાં, ફક્ત 23 સક્રિય કેસ છે. કુલ 2,257 કેસ મળી આવ્યા છે.

તુર્કીમાં કોરોના રોગચાળાને રોકવા માટે ત્રણ અઠવાડિયાનું કડક લોકડાઉન ગોઠવવામાં આવ્યું છે. તેને સુનિશ્ચિત કરવા માટે સુરક્ષા દળો તૈનાત કરવામાં આવ્યા છે. શુક્રવારે સુરક્ષા દળો સડકો પર કૂચ કરી શહેરોના પ્રવેશદ્વાર પર ચેકપોસ્ટ ગોઠવી હતી. ગુરુવારે દેશમાં 37 હજારથી વધુ નવા કેસ મળી આવ્યા છે.

લાહોરમાં બે દિવસનો લોકડાઉન

શનિવાર અને રવિવારે પાકિસ્તાનના લાહોર શહેરમાં લોકડાઉન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સિટી કમિશનરે ચેપ અટકાવવાના પ્રયાસમાં આ જાહેરાત કરી હતી. અહીં, દેશના આયોજન પ્રધાન અસદ ઉમરે ચેતવણી આપી હતી કે નવા કેસ વધતા જતા શહેરોને લોકડાઉન કરવામાં આવશે. પાકિસ્તાનમાં, છેલ્લા 24 કલાકમાં, 131 પીડિતો મૃત્યુ પામ્યા અને પાંચ હજાર 121 નવા કેસ સામે આવ્યા હતા.