covi-19/ બ્રિટનમાંથી સામે આવેલ નવો કોરોના સ્ટ્રેન 70 દેશોમાં ફેલાયેલો, વિશ્વનું કુલ સંક્રમણ 10.15 કરોડને પાર

વિશ્વમાં કાળમુખા કોરોનાનાં ચેપગ્રસ્ત લોકોની સંખ્યા 10.15 કરોડના આંકને વટાવી ગઈ છે, જ્યારે મૃત્યુઆંક પણ 21.86 લાખને વટાવી ગયો છે. દરમિયાન, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO)

Top Stories World
corona new બ્રિટનમાંથી સામે આવેલ નવો કોરોના સ્ટ્રેન 70 દેશોમાં ફેલાયેલો, વિશ્વનું કુલ સંક્રમણ 10.15 કરોડને પાર

વિશ્વમાં કાળમુખા કોરોનાનાં ચેપગ્રસ્ત લોકોની સંખ્યા 10.15 કરોડના આંકને વટાવી ગઈ છે, જ્યારે મૃત્યુઆંક પણ 21.86 લાખને વટાવી ગયો છે. દરમિયાન, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO) ની તપાસ ટીમ કોરોના વાયરસના મૂળને શોધવા માટે ક્વોરેન્ટાઇન સમય પૂર્ણ કરી ચીનના વુહાનમાં ફરી રહી છે.

ચીન પહોંચ્યા પછી ડબ્લ્યુએચઓની ટીમે હોટલમાં 14 દિવસનું રોકાણ પૂર્ણ કર્યુ હતું અને ગુરુવારે તેઓ હોટલ છોડીને સવારે બસમાં ફરતા જોવા મળ્યા હતા. હાલ તેઓએ સ્પષ્ટતા કરી નથી કે તેઓ ક્યાં ગયા છે. આ ટીમ કોરોના વાયરસ કેવી રીતે ફેલાશે તેની તપાસ કરી રહી છે.

તમને જણાવી દઇએ કે, શરૂઆતમાં ચીન WHOની આ ટીમને ચીનમાં તપાસ માટે આવવા દેતું નહોતું, પરંતુ વૈશ્વિક દબાણ બાદ તેને સંમતિ આપવી પડી હતી. ડબ્લ્યુએચઓએ મંજૂરી મળ્યા પછી 10 સભ્યોની ટીમને બેઇજિંગ મોકલી દીધી હતી. આ મુદ્દે યુએસ અને ડબ્લ્યુએચઓ વચ્ચે ઘણા વિવાદ પણ થયા છે.

બ્રિટનના નવા કોરોના વાયરસ 70 દેશોમાં ફેલાય

ડબ્લ્યુએચઓએ યુકેમાં મળી આવેલા કોવિડ -19 ના નવા પ્રકારને ખૂબ જોખમી ગણાવતાં કહ્યું છે કે, તે અત્યાર સુધી 70 દેશોમાં ફેલાયો છે. ડબ્લ્યુએચઓએ તેના સાપ્તાહિક અહેવાલમાં જણાવ્યું છે કે વાયરસ વધુ જીવલેણ છે કારણ કે તે જૂના વાયરસ કરતા ખૂબ ઝડપથી ફેલાય છે. જો કે, સંગઠને કહ્યું છે કે વિશ્વમાં ચેપની સંખ્યામાં 15 ટકાનો ઘટાડો થયો છે.

કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ જુલાઈ સુધી મોકૂફ

કોવિડ -19 રોગચાળાને કારણે ગયા વર્ષે રદ કરાયેલ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલને આ વર્ષે જુલાઇ સુધી મોકૂફ રાખવામાં આવ્યો છે. જેથી લોકોની હાજરીમાં આ કાર્યક્રમ યોજાઈ શકે. કેન્સના આયોજકોએ જાહેરાત કરી કે આ વર્ષનો સમારોહ તેમના નિર્ધારિત સમયના લગભગ બે મહિના પછી, 6-17 જુલાઇએ યોજાશે.

 

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…