Google gemini tool/ Googleએ લોન્ચ કર્યું Gemini AI ટૂલ, નિષ્ણાત માણસની જેમ કાર્ય કરતું હોવાનો દાવો

ગૂગલનો દાવો છે કે Gemini અલ્ટ્રા એ પહેલું મોડલ છે જે નિષ્ણાત માણસોની જેમ કામ કરી શકે છે. ઘણા કિસ્સાઓમાં આ AI ટૂલ મનુષ્યો કરતાં વધુ સારું પ્રદર્શન કરે છે.

Top Stories World Tech & Auto
મૃત્યુદરમાં થશે ઘટાડો 24 Googleએ લોન્ચ કર્યું Gemini AI ટૂલ, નિષ્ણાત માણસની જેમ કાર્ય કરતું હોવાનો દાવો

વિશ્વમાં આગામી સમય હવે AI ટેકનોલોજીનો છે. AI ટેકનોલોજીના સારા અને ખરાબ પાસા બંને બાબતો પર અનેક ચર્ચાઓ થઈ. માણસે મશીનની શોધ કરી અને મશીન માણસોનું કામ સરળ કરે છે. અત્યારે તમે જે કંઈપણ સર્ચ કરો છો તે Google પર સર્ચ કરો છો. આ Google કંપની ટેકનોલોજીની રેસમાં વધુ આગળ નીકળી AI લાવી રહ્યું છે. જે માણસોની જેમ કામ કરશે અને માણસોની જેમ વિચારશે. Google કંપનીએ પોતાનું નવું Gemini AI ટૂલ લોન્ચ કરી દીધું છે.

Googleએ લોન્ચ કર્યું Gemini AI ટૂલ

દુનિયામાં છેલ્લા કેટલાક વર્ષોમાં ટેકનોલોજી ક્ષેત્રે અદ્યતન બદલાવ આવ્યા. કોમ્પ્યુટર બાદ ઇન્ટરનેટ પછી હવે Open AI અને ChatGPT ટૂલ્સનો ઉપયોગ વધ્યો છે. Google કંપનીએ લોન્ચ કરેલ Gemini  AI ટૂલ LLM એટલે કે લાર્જ લેંગ્વેજ મોડ્યુલ પર કામ કરે છે. ગૂગલે જૂનમાં આયોજિત I/O ડેવલપર્સ કોન્ફરન્સ ઇવેન્ટમાં આ ટૂલને ટીઝ કર્યું હતું. આ ટૂલ્સ લોન્ચ કરતી વખતે કંપનીએ જણાવ્યું કે AI મોડલ્સના વિકાસમાં આ એક મોટું પગલું છે, જે તમામ Google ઉત્પાદનોને અસર કરશે. એટલે કે તમામ Googleના તમામ ઉત્પાદનોમાં તમને આ ટૂલ જોવા મળશે.

l1 2023 09 06 00 23 59 Googleએ લોન્ચ કર્યું Gemini AI ટૂલ, નિષ્ણાત માણસની જેમ કાર્ય કરતું હોવાનો દાવો

કંપનીએ Google Gemini ને ત્રણ વર્ઝનમાં લોન્ચ કર્યું છે. તેનું સૌથી નાનું વર્ઝન Nano છે, જે એન્ડ્રોઇડ ડિવાઇસ પર ઑફલાઇન પણ કામ કરવાની ક્ષમતા ધરાવે છે. તેનું વધુ સારું વર્ઝન છે, જેને Gemini Pro કહેવામાં આવે છે. ટૂંક સમયમાં Googleની તમામ AI સેવાઓમાં તેને જોઈ શકાશે. આ ગૂગલનું સૌથી શક્તિશાળી AI ટૂલ છે, જે માનવ જેવી ક્ષમતાઓ સાથે આવે છે. તે ડેટા સેન્ટર અને એન્ટરપ્રાઇઝ એપ્લિકેશન્સ માટે રચાયેલ છે.

ગૂગલે આ ફીચર બહાર પાડવાનું શરૂ કરી દીધું છે. તમે તેને Google AI સ્ટુડિયો અથવા Google Cloud Vertex AIમાં Gemini API બધા પ્લેટફોર્મ પર એક્સેસ કરી શકો છો. Gemini ultra હાલમાં મર્યાદિત સંખ્યામાં લોકો માટે ઉપલબ્ધ છે કારણ કે તેની સુરક્ષા તપાસ હજુ સુધી પૂર્ણ થઈ નથી. તમે બાર્ડ પર Gemini proનો ઉપયોગ કરી શકો છો. તે બાર્ડ સાથે સંકલિત છે. નેનો વર્ઝનના કેટલાક ફીચર્સ Google Pixel 8 Pro પર રજૂ કરવામાં આવ્યા છે.

Gemini માં શું છે ખાસ?

Gemini AI ટૂલ એક બહુવિધ સાધન છે. તે માત્ર માહિતી આપવા સુધી મર્યાદિત ના રહેતા ટેક્સ્ટ, કોડ, ઓડિયો, ઈમેજીસ અને વિડિયો સમજી શકે છે અને ઓપરેટ પણ કરી શકે છે. ગૂગલે આ નવા AI ટૂલનો એક વિડિયો પણ બહાર પાડ્યો છે, જેમાં Gemini કાગળ પર થતી સતત સર્જનાત્મકતાને જોઈને જવાબ આપે છે. આ AI ટૂલ તમારા બધા કામ આસિસ્ટન્ટની જેમ કરી શકે છે.

ગૂગલનો દાવો છે કે Gemini અલ્ટ્રા એ પહેલું મોડલ છે જે નિષ્ણાત માણસોની જેમ કામ કરી શકે છે. ઘણા કિસ્સાઓમાં આ AI ટૂલ મનુષ્યો કરતાં વધુ સારું પ્રદર્શન કરે છે. Gemini AI વિશાળ મલ્ટિટાસ્ક લેંગ્વેજની સમજમાં માણસો કરતાં વધુ સારું પ્રદર્શન કરે છે. તેમાં ગણિત, ભૌતિકશાસ્ત્ર, ઇતિહાસ, કાયદો, તબીબી અને નીતિશાસ્ત્ર જેવા 57 વિષયોનો સમાવેશ થાય છે. એટલું જ નહીં, તે કોડિંગ પણ કરી શકે છે.

આ પણ વાંચો :

આ પણ વાંચો :

આ પણ વાંચો :