Not Set/ હવે મગજની રહસ્યમય બિમારીથી દુનિયામાં દહેશત, કેનેડામાં પાંચના મોત

કોરોના વાયરસનો કેર હજુ દુનિયાના કોઇ પણ દેશમાંથી પુરો થયો નથી. તેની વચ્ચે એક બીજી રહસ્યમય બિમારીથી આખી દુનિયામાં દહેશત ફેલાઇ ગઇ છે. કેનેડામાં અત્યાર સુધીમાં આ બિમારીની ઝપેટમાં ૪૦થી વધારે લોકો આવી ચૂક્યા છે. જ્યારે પાંચ લોકોના મોત પણ થઇ ગયા છે. ચિંતાની વાત એ છે કે આ બિમારીને લઇને હાલમાં વૈજ્ઞાનિકો અને ડોક્ટરો […]

Top Stories World
ventilator 1 હવે મગજની રહસ્યમય બિમારીથી દુનિયામાં દહેશત, કેનેડામાં પાંચના મોત

કોરોના વાયરસનો કેર હજુ દુનિયાના કોઇ પણ દેશમાંથી પુરો થયો નથી. તેની વચ્ચે એક બીજી રહસ્યમય બિમારીથી આખી દુનિયામાં દહેશત ફેલાઇ ગઇ છે. કેનેડામાં અત્યાર સુધીમાં આ બિમારીની ઝપેટમાં ૪૦થી વધારે લોકો આવી ચૂક્યા છે. જ્યારે પાંચ લોકોના મોત પણ થઇ ગયા છે. ચિંતાની વાત એ છે કે આ બિમારીને લઇને હાલમાં વૈજ્ઞાનિકો અને ડોક્ટરો પાસે પણ કોઇ વધારે જાણકારી નથી.

ventilator 2 હવે મગજની રહસ્યમય બિમારીથી દુનિયામાં દહેશત, કેનેડામાં પાંચના મોત

મિડીયા રીપોર્ટ પ્રમાણે હાલમાં ડોક્ટર આ બિમારીને માનસિક વિકાર સાથે જોડીને જોઇ રહ્યા છે. આવી બિમારીઓને ક્રુટજફેલ્ટ-જૈકોબ રોગ અથવા સીજેડીના નામથી ઓળખવામાં આવે છે. કેનેડાના કેટલાય એક્સપર્ટ તેને મૈડ કાઉ ડિસીઝનું નામ આપી રહ્યા છે. કહેવામાં આવી રહ્યુ છે કે આ બિમારીનો સૌથી પહેલો કિસ્સો ૨૦૧પમાં આવ્યો હતો. તે સમયે આ બિમારીના પાંચ દર્દીઓ મળી આવ્યા હતા. પાછલા વર્ષે ૨૪ લોકો આ બિમારીથી સંક્રમિત થયા હતા. અને હવે ૨૦૨૧માં સતત તેના કેસ વધી રહ્યા છે. કેનેડાના બર્ટરેંડ શહેરના મેયર વોન ગોડિને આ બિમારી વિશે કહ્યુ છે કે કોરોના પછી લોકો આ પ્રકારની બિમારીઓને લઇને ઘણા પરેશાન છે.

શું છે લક્ષણો.?
શરૂઆતના રીપોર્ટ પ્રમાણે બિમારીથી પિડીત વ્યક્તિ વસ્તુઓને ભૂલવા લાગે છે. અચાનક ભ્રમની સ્થિતીમાં જતો રહે છે. ન્યુરોલોજીસ્ટ ડોક્ટરો કહે છે કે અમારી પાસે એવી કોઇ સાબિતી નથી જે સાબિત કરી શકે કે અસામાન્ય પ્રોટીનથી થતી આ બિમારી છે. આ બિમારીના લક્ષણોમાં દુખાવો સામેલ છે. કહેવામાં આવે છે કે ૧૮થી૩૬ મહિનાની અંદર દર્દીઓને એવા કામો કરવામાં મુશ્કેલી આવવા લાગે છે જેમાં મગજને વધારે કસવું પડે છે. તે ઉપરાંત માંસપેશીઓમાં પણ કમી અને દાંત સંબંધિત પરેશાનીઓ થવા લાગે છે.

શું છે મૈડ કાઉ ડિસિઝ?
તમને જણાવી દઇએ કે મૈડ કાઉ ડિસિઝ ગાય અને ગાય સાથે જોડાયેલા પશુઓમાં થતો એક રોગ છે. આ એક અસામાન્ય પ્રોટીનના કારણે પશુઓના રખેવાળોમાં ફેલાતો ન્યુરોલોજીકલ રોગ છે. જે માથા અને કરોડરજ્જુંના હાડકાઓને ખતમ કરી દે છે. આ બિમારીની ઓળખાણ સૌથી પહેલાં ૧૯૮૬માં બ્રિટનમાં થઇ હતી. તે દિવસોમાં બ્રિટનમાં તેનાથી ૧૭૦ લોકોના મોત થયા હતા.

બિમારી સાથે જોડાયેલા સવાલોના જવાબ શોધી રહ્યા છે વૈજ્ઞાનિક
વૈજ્ઞાનિકોએ જણાવ્યુ કે આ બિમારી એટલી જટીલ છે કે તેના માટે અનેક ટેસ્ટ કરવા પડી રહ્યા છે. હાલમાં કૈશમેન અને વિશેષજ્ઞોની એક ટીમ આ બિમારી સાથે જોડાયેલા તમામ સવાલોના જવાબ શોધવામાં લાગી ગઇ છે. તેમણે જણાવ્યુ કે અત્યાર સુધી અમે કોઇ સમયસીમા આપી શકીએ તેમ નથી કે આ બિમારી સાથે જોડાયેલા રહસ્યો પરથી ક્યારે પરદો ઉંચકાશે.?