Not Set/ દેશમાં છેલ્લા 24 કલાકમાં નવા કેસોની સરખામણીએ ડિસ્ચાર્જ થયેલા કેસોમાં વધારો

દેશમાં કોરોનાની ગતિ પહેલાથી જ ધીમી પડી ગઈ છે પરંતુ તેનો પ્રકોપ ઓછો થયો નથી. રવિવારે આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ, દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં 41,506 નવા કેસ નોંધાયા છે

Top Stories India
ssssss 12 દેશમાં છેલ્લા 24 કલાકમાં નવા કેસોની સરખામણીએ ડિસ્ચાર્જ થયેલા કેસોમાં વધારો

દેશમાં કોરોનાની ગતિ પહેલાથી જ ધીમી પડી ગઈ છે પરંતુ તેનો પ્રકોપ ઓછો થયો નથી. રવિવારે આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ, દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં 41,506 નવા કેસ નોંધાયા છે અને 895 લોકોનાં મોત નીપજ્યાં છે. નવા કેસોનાં આગમન પછી, ભારતમાં હાલમાં એક્ટિવ કેસોની સંખ્યા વધીને 4,54,118 થઈ ગઈ છે અને મૃત્યુઆંક 4,08,040 પર પહોંચી ગયો છે.

ssssss 13 દેશમાં છેલ્લા 24 કલાકમાં નવા કેસોની સરખામણીએ ડિસ્ચાર્જ થયેલા કેસોમાં વધારો

નહી સુધરે / શું અમદાવાદીઓને તેમના બાળકોની પડી નથી? જુઓ રિવરફ્રન્ટ પર કોરોનાની ગાઇડલાઇન ભંગ કરાતા દ્રશ્યો

આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા તાજેતરનાં આંકડા મુજબ, દેશભરમાં પોઝિટિવ કેસોની કુલ સંખ્યા વધીને 3,08,37,222 થઇ ગઇ છે અને મોતનો આંકડો 4,08,040 થઇ ગઇ છે. દેશમાં સક્રિય કેસની કુલ સંખ્યા 4,54,118 પર પહોંચી ગઇ છે. આરોગ્ય મંત્રાલયનાં જણાવ્યા અનુસાર, છેલ્લા 24 કલાકમાં કુલ 41,526 લોકોને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે, જે બાદ અત્યાર સુધીમાં કુલ ડિસ્ચાર્જની સંખ્યા 2,99,75,064 પર પહોંચી ગઈ છે. સવારે 7 વાગ્યા સુધી જાહેર કરવામાં આવેલા રસીકરણનાં આંકડા મુજબ, દેશમાં અત્યાર સુધીમાં કુલ 37,60,32,586 લોકોને વેક્સિન આપવામાં આવી છે, જેમાં છેલ્લા 24 કલાકમાં 37,23,367 લોકો વેક્સિન અપાઇ છે.

ગુજરાત / લાંબા સમય બાદ મેઘરાજાની એન્ટ્રી, રાજ્યમાં આજથી પાંચ દિવસ ભારે વરસાદની આગાહી

ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (આઇસીએમઆર) અનુસાર ગઈકાલે દેશમાં કોરોનાવાયરસ માટે 18,43,500 સેમ્પલોનું ટેસ્ટિંગ કરાયું હતું. અત્યાર સુધીમાં કુલ 43,08,85,470 સેમ્પલોને ટેસ્ટ કરવામાં આવ્યા છે. તાજેતરમાં ભલે દેશમાં કોરોનાનાં કેસોમાં ઘટાડો થયો છે, પરંતુ હજી પણ દરેકને સજાગ રહેવાની ખૂબ જ જરૂર છે. એઇમ્સનાં વડાએ શનિવારે ચેતવણી આપી હતી કે, ભારતમાં કોરોના વાયરસની ત્રીજી લહેર “inevitable” છે, અને તે આગામી છથી આઠ અઠવાડિયામાં દેશમાં આવી શકે છે, તેથી તમામ લોકોએ સાવધાની રાખવાની જરૂર છે, જો તે નહી લેવામાં આવે તો આ મહામારી ભયંકર સ્વરૂપ લઈ શકે છે.