banskantha/ દાંતીવાડામાં બાળકીના પેટમાંથી નિકળી બંદૂકની ગોળી, પોલીસે કહ્યું – ગોળી વાગી નથી તે…

દાંતીવાડા ખાતે રાવળાવાસ સીમમાં આવેલા એક ખેતરમાં સપ્તાહ અગાઉ રમતી પાંચ વર્ષની બાળકીના પેટમાં બંદૂકની ગોળી વાગી હતી. તેણીનું પાલનપુરની ખાનગી હોસ્પિટલમાં ઓપરેશન કરાયું છે.

Gujarat Others
a 204 દાંતીવાડામાં બાળકીના પેટમાંથી નિકળી બંદૂકની ગોળી, પોલીસે કહ્યું - ગોળી વાગી નથી તે...

@ભરત સુંદેશા, મંતવ્ય ન્યૂઝ – બનાસકાંઠા

દાંતીવાડા ખાતે રાવળાવાસ સીમમાં આવેલા એક ખેતરમાં સપ્તાહ અગાઉ રમતી પાંચ વર્ષની બાળકીના પેટમાં બંદૂકની ગોળી વાગી હતી. તેણીનું પાલનપુરની ખાનગી હોસ્પિટલમાં ઓપરેશન કરાયું છે. આ ગોળી દાંતીવાડા ફાયરિંગ રેંજમાંથી આવી હોવાના આક્ષેપ સાથે બાળકીના પિતાએ દાંતીવાડા પોલીસ મથકે જાણવા જોગ ફરિયાદ નોંધાવતાં પોલીસે આ દિશામાં વધુ તપાસ હાથ ધરી છે.

દાંતીવાડા રાવળાવાસ વિસ્તારમાં રહેતા ભૂરબા અને ધુળસિંગ વાઘેલાની દીકરી સૂર્યાબા (ઉ.વ.7) સપ્તાહ અગાઉ પેટમાં બંદુકની ગોળી ઘૂસી ગઇ હતી. તેણીનું પાાલનપુરની ખાનગી હોસ્પિટલમાં ઓપરેશન કરી ગોળી બહાર કાઢવામાં આવી છે. આ ઘટના અંગે ધુળસિંગે જણાવ્યું હતુ કે, તારીખ 4 ડિસેમ્બરના રોજ પુત્રી ખેતરમાં રમતી હતી. ત્યારે બપોરે 1.00 કલાકની આસપાસ અચાનક બીએસએફ ફાયરિંગ રેંજ તરફથી આવેલી બંદૂકની ગોળી તેના પેટના ભાગે ઘૂસી ગઇ હતી. આથી તે બૂમ પાડી નીચે પડી ગઇ હતી. આ અંગેની જાણ થતાં અમે તેને તાત્કાલિક દાંતીવાડા હોસ્પિટલમાં લઇ ગયા હતા. ત્યાંથી પાલનપુરની બાળકોની હોસ્પિટલમાં ખસેડી હતી. જોકે, ઓપરેશન કરવાનું હોઇ અન્ય ખાનગી હોસ્પિટલમાં ખસેડી તારીખ 7 ડિસેમ્બર 2020ના રોજ તબીબે ઓપરેશન કરી તેના પેટમાંથી બંદૂકની ગોળી બહાર કાઢી હતી. આ ગોળી કેવી રીતે અને કોના દ્વારા છોડવામાં આવી તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટે દાંતીવાડા પોલીસ મથકે જાણવાજોગ અરજી આપી છે.

a 203 દાંતીવાડામાં બાળકીના પેટમાંથી નિકળી બંદૂકની ગોળી, પોલીસે કહ્યું - ગોળી વાગી નથી તે...

બાળકીને ગોળી વાગી છે કે તે ગળી ગઇ તે નક્કી નથી : ડો. હિરેન એન. જુડાલ ખાનગી તબીબ, પાલનપુર

બાળકીના પેટનું ઓપરેશન કરી ગોળી બહાર કાઢવામાં આવી છેે. જોકે, ગોળી વાગ્યા પછી લાંબા સમય બાદ તેને હોસ્પિટલમાં લઇ આવ્યા છે. ઘા રૂઝાઇ ગયો છે. જેથી બાળકી ગોળી ગઇ છે કે, તેને ગોળી વાગી છે. તે નક્કી નથી. તેના એક્ષરે સહિતના ડોક્યુમેન્ટ મેડીકલ લીગલ હોઇ જાહેરમાં આપી ન શકું.

a 205 દાંતીવાડામાં બાળકીના પેટમાંથી નિકળી બંદૂકની ગોળી, પોલીસે કહ્યું - ગોળી વાગી નથી તે...

દાંતીવાડા ફાયરિંગ રેંજ ઉપર બીએસએફ ઉપરાંત પોલીસના જવાનો દ્વારા પણ ફાયરિંગ કરવામાં આવે છે. જોકે, આવી રીતે ગોળી દૂર જાય એવું  શક્ય નથી. અગાઉ કદી બન્યુ પણ નથી. છતાં આ અંગે તપાસ કરવામાં આવશે.

ચા પીતા હોય ત્યારે ગોળીઓ આવીને પડે છે : ભૂરાભાઇ સ્થાનિક

અમારા વિસ્તારમાં ગોળીઓ આવવાની ઘટના ઘણા સમયથી બની રહી છે.ઘાસચારો લેતા હોય કે સવારે ચા પીતા હોય ત્યારે ઘણી વખતે ગોળીઓ આવે છે. બહુ ડર લાગે છે. ખરેખર ફાયરિંગ કરતા હોય એમણે ખબર રાખવી જોઇએ.

ફાયરિંગ થાય છે,ત્યારે એકોતરે ને એકોતરે ગોળીઓ આવે છે: ધુળીબેન સ્થાનિક

જ્યારે જ્યારે ફાયરિંગ થાય છે, ત્યારે સનન.. અવાજ કરતી ગોળીઓ એકોતરે ને એકોતરે આવે છે. જે મકાનોની દિવાલ સાથે અથડાય છે. કેટલીક વખત અમને અમારા પશુઓને પણ વાગવાની દહેશત રહે છે.

જોગડ ગામે બે અજગરના બચ્ચા જોવા મળ્યા ગ્રામજનોમાં ભયનો માહોલ

ગુજરાતના ગૃહમંત્રી પર ચપ્પલ ફેંકનાર ગોપાલ ઇટાલિયાની આપના પ્રદેશ પ્રમુખ તરીકે વરણી

સટ્ટાની લત લગતા યુવકે કરી આત્મહત્યા, હોટલાના બાથરૂમમાંથી મળ્યો મૃતદેહ

ચુડા પંથકમાં મોટી બહેનના લગ્નમાં નાની બહેને જવતલ હોમી નિભાવી ભાઈની ફરજ

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…